SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીસમું સમવાય આ મારો પ્રત્યુપકાર(સેવા) શું કરવાનો ? તેમ સમજી, વિચારીને સાધારણાર્થી એટલે પોતાની નિર્જરા માટે, રોગીના હિત માટે, વૈયાવચ્ચરૂપ કર્તવ્યને કરતો નથી તે શઠ, માયામાં નિપુણ-માયાવી, કલુષિત પરિણામી, આત્માનું અહિત(અબોધિ) કરનાર, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ પચીસમું મહામોહ સ્થાન છે. जे कहाहिगरणाई, संपउंजे पुणो पुणो । सव्वतित्थाण भेयाणं, महामोहं पकुव्वइ ।। ३० ।। ૧૫૧ ભાવાર્થ: જે વ્યક્તિ ચતુર્વિધસંઘમાં ફાટફૂટ પડાવવા કલહના અનેક પ્રસંગો ઉપસ્થિત કરે છે, તે મહામોહ– નીયકર્મ બાંધે છે. આ છવ્વીસમું મહામોહ બંધ સ્થાન છે. जे आहम्मिए जोए, संपउंजे पुणो पुणो । સહાદેવું સદ્દીહેવું, મહામોહં પશુડ્ ।।રૂશા ભાવાર્થ :- જે વ્યક્તિ પોતાની પ્રશંસા માટે, સન્માન માટે, પ્રિયવ્યક્તિને ખુશ કરવા, મિત્રવર્ગ માટે અધાર્મિક યોગનો-પાપકારી પ્રવૃત્તિનો વારંવાર પ્રયોગ કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ સત્તાવીસમું મહામોહ બંધસ્થાન છે. जे य माणुस्सर भए, अदुवा पारलोइए । तेऽतिप्पयंतो आसयइ, મહામો, પશુવ્વર્ ।।રૂર।। ભાવાર્થ:જે વ્યક્તિ માનુષિક (મનુષ્ય સંબંધી) અને પારલૌકિક અર્થાત્ દૈવી ભોગોની અતૃપ્તિથી તેની વારંવાર તીવ્ર અભિલાષા કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ અઠ્યાવીસમું મહામોહ બંધસ્થાન છે. ફી નુરૂં નસો વળો, રેવાળ વલ-વરિય । તેત્તિ અવળવ વાલે, મહામોર્ફે પીર ।।રૂ। ભાવાર્થ :- જે વ્યક્તિ, દેવોની ઋદ્ધિ, ધ્રુતિ(શરીર, આભૂષણોની કાંતિ), યશ, વર્ણ(સૌંદર્ય) અને બલ-વીર્ય (દિવ્ય સામર્થ્ય)ના અવર્ણવાદ બોલે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ઓગણત્રીસમું મહામોહ બંધસ્થાન છે. अपस्समाणो पस्सामि, देवे जक्खे य गुज्झगे । अण्णाणी जिणपूयट्ठी, महामोहं पकुव्वइ ।। ३४।। ભાવાર્થ:જે અજ્ઞાની વ્યક્તિ, જિન ભગવાનની જેમ મારો પણ આદર-સત્કાર થાય, તેવી ઇચ્છાને વશ બનીને દેવ, યક્ષ અને અસુરોને ન જોવા છતાં હું તે બધાને જોઉં છું, તેવું મિથ્યાભાષણ કરે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ત્રીસમું બંધસ્થાન છે.
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy