SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૬] શ્રી સમવાયાંગ સૂત્ર ત્રેવીસમું સમવાય તે /EPTEzzzzzzzzz પરિચય : આ સમવાયમાં ત્રેવીસ સંખ્યાથી સંબંધિત વિષયોનું નિરૂપણ છે, યથા-સૂત્રકૃતાંગ સૂત્રનાં ત્રેવીસ અધ્યયન, જંબૂદ્વીપના ત્રેવીસ તીર્થકરોને સૂર્યોદયના સમયે થયેલું કેવળજ્ઞાન, ભગવાન ઋષભદેવને છોડીને શેષ ત્રેવીસ તીર્થકરોને પૂર્વભવમાં અગિયાર અંગનું જ્ઞાન અને ભગવાન ઋષભદેવ ચૌદ પૂર્વનું જ્ઞાન, ત્રેવીસ તીર્થંકર પૂર્વભવમાં માંડલિક રાજા, ભગવાન ઋષભદેવ પૂર્વભવમાં ચક્રવર્તી, નારકી અને દેવોની ત્રેવીસ પલ્યોપમ અને ત્રેવીસ સાગરોપમની સ્થિતિ તથા ત્રેવીસ ભવ કરીને મોક્ષમાં જનારા જીવોનું વર્ણન છે. | १ तेवीसं सूयगडज्झयणा पण्णत्ता, तं जहा- १. समए २. वेतालिए ३. उवसग्गपरिण्णा ४. थीपरिण्णा ५. णरयविभत्ती ६. महावीरथुई ७. कुसीलपरिभासिए ८. वीरिए ९. धम्मे १०. समाही ११. मग्गे १२. समोसरणे १३. आहत्तहिए १४. गंथे १५. जमईए १६. गाथा १७. पुंडरीए १८. किरियाठाणा १९. आहारपरिण्णा २०. अपच्चक्खाणकिरिया २१. अणगारसुयं २२. अद्दइज्ज ર૩, પાન | ભાવાર્થ :- સૂત્રકૃતાંગનાં પ્રથમ શ્રુતસ્કંધના સોળ અને બીજા શ્રુતસ્કંધના સાત, કુલ મળીને ત્રેવીસ અધ્યયન છે, યથા– (૧) સમય (૨) વૈતાલિક (૩) ઉપસર્ગ પરિજ્ઞા (૪) સ્ત્રી પરિજ્ઞા (૫) નરક–વિભક્તિ (૬) મહાવીર સ્તુતિ (૭) કુશલ પરિભાષિત (૮) વીર્ય (૯) ધર્મ (૧૦) સમાધિ (૧૧) માર્ગ (૧૨) સમવસરણ (૧૩) યથાતથ્ય (૧૪) ગ્રંથ (૧૫) યમતીત (૧૬) ગાથા (૧૭) પુંડરીક (૧૮) ક્રિયાસ્થાન (૧૯) આહાર પરિજ્ઞા (૨૦) અપ્રત્યાખ્યાન ક્રિયા (૨૧) અણગારદ્યુત (૨૨) આદ્રકીય (૨૩) નાલંદીય. | २ | जंबुद्दीवे णं दीवे भारहे वासे इमीसे णं ओसप्पिणीए तेवीसाए जिणाणं सूरुग्गमण-मुहुत्तंसि केवलवरनाण-दसणे समुप्पण्णे । जंबुद्दीवे णं दीवे इमीसे णं ओसप्पिणीए तेवीसं तित्थयरा पुव्वभवे एक्कारसंगिणो होत्था । तं जहा- अजित- संभव-अभिणंदण-सुमई जाव पासो वद्धमाणो य । उसभेणं अरहा कोसलिए चोद्दसपुव्वी होत्था । ભાવાર્થ :- જંબૂદીપ નામના આ દ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીકાળમાં ત્રેવીસ તીર્થકરોને
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy