SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમું સમવાય ૧૦૩ ઓગણીસમું સમવાય | PETEzzzzzzzzz પરિચય : આ સમવાયમાં ઓગણીસ સંખ્યાથી સંબંધિત વિષયોનું નિરૂપણ છે, યથા – જ્ઞાતાસૂત્રના ઓગણીસ અધ્યયન, જંબૂદ્વીપના સૂર્યનું ૧૯૦૦ યોજનનું પ્રકાશક્ષેત્ર, શુક્ર મહાગ્રહના સહગમન યોગ્ય ૧૯ નક્ષત્રો, ગૃહવાસનો ત્યાગ કરીને દીક્ષિત ૧૯ તીર્થંકરો, નરક અને દેવલોકમાં ૧૯ પલ્યોપમ અને સાગરોપમની સ્થિતિ, ૧૯ ભવ કરીને સિદ્ધ થનારા જીવો વગેરે વિષયોનું પ્રતિપાદન છે. | १ एगूणवीसं णायज्झयणा पण्णत्ता, तं जहा उक्खित्तणाए संघाडे, अंडे कुम्मे ए सेलए । तुंबे य रोहिणी मल्ली, मागंदी चंदिमाइ य ।।१।। दावद्दवे उदगणाए, मंडुक्के तेतली इ य । णदिफले अवरकंका, आइण्णे सुसमा इ य ।।२।। अवरे य पोण्डरीए, णाए एगूणवीसइमे । ભાવાર્થ :- જ્ઞાતાધર્મકથાગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધનાં ઓગણીસ અધ્યયન છે, જેમ કે – (૧) ઉસ્લિપ્ત જ્ઞાત (મેઘકુમાર) (૨) સંઘાટ (૩) મોરના ઈંડાં (૪) કાચબો (૫) શૈલક (૬) તુમ્બ (૭) રોહિણી (૮) મલ્લી (૯) માકંદી (૧૦) ચંદ્ર (૧૧) દાવદ્રવ (૧૨) ઉદકજ્ઞાત (૧૩) મંડૂક (૧૪) તેતલી (૧૫) નંદીફળ (૧૬) અપરકંકા (૧૭) આકીર્ણ (અશ્વ) (૧૮) સુંસમા (૧૯) પુંડરીકજ્ઞાત. | २ जंबूदीवे णं दीवे सूरिआ उक्कोसेणं एगूणवीसं जोयणसयाई उड्डमहो तवयति। ભાવાર્થ :- જેબૂદ્વીપ નામના દ્વીપમાં સૂર્ય ઊર્ધ્વ – અધોદિશામાં ઉત્કૃષ્ટ રૂપથી એક હજાર નવસો ૧૯00 યોજન ક્ષેત્રને તપાવે છે અર્થાત પ્રકાશિત કરે છે. વિવેચન રત્નપ્રભાપૃથ્વીના ઉપરિમ ભૂમિભાગથી આઠસો યોજન ઉપર સૂર્ય સ્થિત છે અને ઉક્ત ભૂમિભાગથી એક હજાર યોજન ઊંડાઈમાં મહાવિદેહ ક્ષેત્રની બે વિજય (૨૪મી–૨પમી) છે. તેથી સૂર્ય પોતાના ઉષ્ણ પ્રકાશથી ઉપર એક સો યોજન સુધી (જ્યાં સુધી જયોતિષ ચક્ર રહેલું છે) તથા નીચે
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy