SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ १८ શ્રી સમવાયાંગ સૂત્ર ક્રિયા થાય, તે માયા પ્રત્યય ક્રિયા છે. (૧૨) લોભના નિમિત્તથી જે ક્રિયા થાય, તે લોભ પ્રત્યય ક્રિયા છે.(૧૩) કષાયના અભાવમાં માત્ર યોગની પ્રવૃત્તિ થાય, તે ઈર્યાપથિક ક્રિયા છે. ३ सोहम्मीसाणेसु कप्पेसु तेरस विमाणपत्थडा पण्णत्ता । सोहम्मवडिंसगे णं विमाणे अद्धतेरसजोयणसयसहस्साइं आयामविक्खभेणं पण्णत्ते । एवं ईसाण वडिंसगे वि । जलयर पंचिदियतिरिक्खजोणियाणं अद्धतेरस जाइकुलकोडीजोणीपमुह सय सहस्साइं पण्णत्ता । ભાવાર્થ :- સૌધર્મ-ઈશાન કલ્પમાં તેર વિમાન પ્રસ્તટ (પાથડા) છે. સૌધર્માવતંસક વિમાન અર્ધ ત્રયોદશ અર્થાત્ સાડા બાર લાખ યોજન આયામ—વિષ્મભવાળું છે. તે જ રીતે ઈશાનવતંસક વિમાન પણ જાણવું જોઈએ. જળચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિ પ્રમુખ જીવોની જાતિ કુલકોટિઓ સાડા બાર લાખ છે. ३ पाणाउस्स णं पुव्वस्स तेरस वत्थू पण्णत्ता । ભાવાર્થ :- પ્રાણાયુ નામક બારમા પૂર્વના તેર વસ્તુ નામક અર્થાધિકાર છે. ४ गब्भवक्कंतिय पंचिदियतिरिक्खजोणियाणं तेरसविहे पओगे पण्णत्ते, तं जहा - सच्चमणपओगे मोसमणपओगे सच्चामोसमणपओगे असच्चामोसमणपओगे सच्चवइपओगे मोसवइपओगे सच्चामोसवइपओगे असच्चामोसवइपओगे;स्पेश ओरालियसरीरकायपओगे ओरालियमीससरीरकायपओगे वेडव्विय सरीरकायपओगे वेडव्वियमीसरीरकायपओगे कम्मासरीरकायपओगे । ભાવાર્થ :- ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ યોનિના જીવોમાં તેર પ્રકારના યોગ અથવા પ્રયોગ હોય છે, જેમ કે– સત્યમનપ્રયોગ, અસત્યમનપ્રયોગ, સત્યમૃષા મનપ્રયોગ, અસત્યામૃષા મનપ્રયોગ, સત્ય વચન પ્રયોગ, મૃષાવચનપ્રયોગ, સત્યમૃષા વચનપ્રયોગ, અસત્યામૃષા વચનપ્રયોગ, ઔદારિકશરીર કાયપ્રયોગ, ઔદારિકમિશ્રશ૨ી૨ કાયપ્રયોગ, વૈક્રિયશરીર કાયપ્રયોગ, વૈક્રિયમિશ્રશરીર કાયપ્રયોગ, કાર્યણશરીર કાયપ્રયોગ. ५ सूरमंडलं जोयणेणं तेरसेहिं एगसट्टिभागेहिं जोयणस्स ऊणं पण्णत्ते । भावार्थ :સૂર્યમંડળ એક યોજનના એકસઠ ભાગોમાંથી તેર ભાગ ઓછા એટલે ૪૮/૬૧ યોજનના विस्तारवाणुं छे. ६ इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थे गइयाणं णेरइयाणं तेरसपलिओवमाइं ठिई पण्णत्ता । पंचमीए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं तेरस सागरोवमाइं ठिई पण्णत्ता । सोहम्मीसाणेसु कप्पेसु अत्थेगइयाणं
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy