SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ | ૨ | શ્રી સમવાયાંગ સૂત્ર વ્યવહારો વિશેષ કારણથી ક્યારેક જ હોય છે. આ વિષયનું વિસ્તૃત વર્ણન બૃહત્કલ્પ સૂત્રના ચોથા ઉદ્દેશકમાં કરવામાં આવ્યું છે. | ३ | दुवालसावत्ते किइकम्मे पण्णत्ते, तं जहा दुहओणयं जहाजायं, किइकम्मं बारसावयं । चउसिरं तिगुत्तं च, दुपवेसं एगणिक्खमणं ।।१।। ભાવાર્થ - કૃતિકર્મ (વંદન) બાર આવર્તયુક્ત છે, જેમ કે – બે અવનત, એક યથાજાત, બાર આવર્ત, ચાર શિરોવનત, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ અને એક નિષ્ક્રમણ. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં કૃતિકર્મ – વંદન વિધિના ૨૫ આવશ્યકના નામ છે. આવશ્યક નિર્યુકિતમાં તેનું વિશદ વર્ણન જોવા મળે છે. જિજને-કતિકર્મ - તે છિદ્યતે શર્મ યેન તત્વ #તિવર્ષ | જેનાથી કર્મોનું કર્તન થાય, છેદન થાય, તે કૃતિકર્મ છે. પરિણામોની વિશુદ્ધિ રૂપ માનસિક ક્રિયા, શબ્દોચ્ચાર રૂપ વાચિક ક્રિયા અને નમસ્કાર રૂપ કાયિક ક્રિયાથી આઠે કર્મોનું છેદન થાય છે, માટે ત્રિયોગથી થતાં વંદન-નમસ્કારને કૃતિકર્મ કહે છે. દેવ-ગુરુને થતા વંદન દ્વારા પાપ કર્મોની નિર્જરા થાય છે માટે વંદનાને કૃતિકર્મ કહે છે. ગુરુજનોના અવગ્રહની(તેમના નિયત-નિશ્ચિત સ્થાનની) બહાર રહીને 'તિરહુતો દ્વારા જઘન્ય વંદન કરવામાં આવે છે અને નમોત્થણના પાઠથી મધ્યમ વંદના કરવામાં આવે છે. ગુરુજનોના અવગ્રહમાં, તેમની સમીપે આવીને છામિ હમસળો ના પાઠથી દ્વાદશાવર્ત વંદન કરવામાં આવે છે. રૂછામિ ઉમાસમખો માં એક વંદનમાં છ આવર્ત અને બીજા વંદનમાં છ આવર્ત, તેમ કુલ બાર આવર્ત થાય છે. કતિકર્મના પચીસ આવશ્યકનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છેબે અવનત - અવગ્રહની બહાર રહેલો શિષ્ય સર્વ પ્રથમ પણછ ચઢાવેલ ધનુષ્યની સમાન અર્ધઅવનત થઈને અર્થાત્ અર્ધ શરીર નમેલું હોય તેવી સ્થિતિમાં ઊભા રહીને સુચ્છામિ ઉનાસનો વંકિયું નાવણઝાર નિદિયાબોલીને ગુરુદેવને વંદન કરવાની ઇચ્છાનું નિવેદન કરે છે. ગુરુદેવના તરફથી આજ્ઞા મળ્યા પછી અર્ધ અવનત કાયાથી જ સગાપદ ને "મ ૩ દિં બોલીને અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માંગે છે. આ પ્રથમ અવનત આવશ્યક છે. અવગ્રહથી બહાર આવી પ્રથમ વંદન પૂર્ણ કરી બીજીવાર વંદન કરવા માટે ઇચ્છામિ ખમાસમણોનો પાઠ બોલે ત્યાર પછી તે જ રીતે અર્ધ અવનત થઈને વંદન કરવા માટે ઇચ્છા નિવેદન કરવું અને બીજી વાર અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માંગવી, આ બીજો અવનત આવશ્યક છે. એક યથાજાત–બાળક માતાના ગર્ભમાંથી જન્મ ધારણ કરે ત્યારે તેના બંને હાથ લલાટ ઉપર હોય છે. તે
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy