SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ ] શ્રી ઠાણાગ સૂત્ર-૨ ભોગવતા જોઈ. પુત્રી સ્નેહથી તે નરકગામી ન બને તેની તેને ચિંતા રહેવા લાગી. આ અપકૃત્યમાંથી ઉગારી, પુત્રીને સન્માર્ગે લાવવા દેવે સ્વપ્નમાં દારૂણ દુઃખથી પીડિત નારકીઓનું દર્શન કરાવ્યું. નરકના ભયાનક દશ્યોથી પુષ્પચૂલા ખૂબજ ભયભીત બની ગઈ. તેણે પોતાના પતિને સ્વપ્નની વાત કરી. પુષ્પચૂલાના આ ઉપદ્રવને શાંત કરવા તેણે શાંતિકર્મ કરાવ્યું પરંતુ દેવ પ્રતિદિન નરકના ભયાનક દેશ્યો સ્વપ્ન દ્વારા દેખાડતો રહ્યો. રાજાએ જુદા-જુદા ધર્માચાર્યોને બોલાવીને રાણીના સ્વપ્નદર્શનની વાત કરી પરંતુ કોઈ તેના મનનું સમાધાન કરી ન શક્યું. જૈનાચાર્ય અર્ણિકાપુત્રે જેનાગમ કથિત નરકનું વર્ણન કર્યું. તે વર્ણન અને સ્વપ્ન દર્શન એક સમાન હોવાથી રાણીના મનનું સમાધાન થયું અને તેણે નરકગમનના કારણો પૂછયા. આચાર્યો તે કારણો રજૂ કર્યા, તે સાંભળી પુષ્પચૂલા વૈરાગ્યવાસિત બની અને પોતાના દુષ્કૃત્યનો પશ્ચાતાપ કરતાં સંયમ લેવા તત્પર બની. થોડા દિવસ પછી રાણીએ સ્વપ્નમાં સ્વર્ગના દશ્ય જોયા. આચાર્ય પાસેથી તેનું પણ સમાધાન મળતા તે પ્રવૃત્તિ બની ગઈ. (૫) પ્રતિભૃતા પ્રજ્યા – પ્રતિજ્ઞાના કારણે જે દીક્ષા લેવાય છે. ધન્ના અણગારે પ્રતિજ્ઞાપૂર્વક દીક્ષા અંગીકાર કરી હતી. ધન્ના અણગાર :- રાજગૃહ નગરમાં ધન્ના નામનો સાર્થવાહ રહેતો હતો. શાલિભદ્રની નાની બહેન સુભદ્રા તેની પત્ની હતી. શાલિભદ્રની દીક્ષાની વાત સુભદ્રાના કાન સુધી પહોંચી. તેણીએ સાંભળ્યું કે તેનો ભાઈ શાલિભદ્ર પ્રતિદિન એક-એક પત્નીનો ત્યાગ કરે છે. ૩ર દિવસ પશ્ચાત્ તે દીક્ષા ગ્રહણ કરશે. ભાઈની દીક્ષાના સમાચારથી દુઃખી સુભદ્રા તેના પતિને સ્નાન કરાવતી હતી. ભાઈના ત્યાગની વાત યાદ આવી જતા તેની આંખો આંસુથી ભરાઈ ગઈ અને આંખમાંથી આંસુ ટપકીને ધન્નાના વાંસા ઉપર પડ્યા. આંસુનો ગરમ સ્પર્શ થતાં તેણે ચમકીને પત્નીના મુખ સામે જોયું અને પત્નીને રડવાનું કારણ પૂછયું. સુભદ્રાએ કહ્યું- મારો ભાઈ દીક્ષાની તૈયારી કરી રહ્યો છે. રોજ એક પત્ની અને એક શય્યાનો ત્યાગ કરી રહ્યો છે. આ સાંભળતા ધન્ના એ કહ્યું કે “તારો ભાઈ તો કાયર છે, જો દીક્ષા લેવી જ હોય તો એક સાથે ત્યાગ કેમ કરતો નથી?” આ સાંભળતા સુભદ્રાએ તેનો ઉપહાસ કરતાં કહ્યું– "બોલવું સહેલું છે, કરવું અઘરું છે. તમે દીક્ષા લઇ બતાવોને !" આ સાંભળતા ધન્નાએ કહ્યું- તારી વાત બરાબર છે. આજે હું પ્રતિજ્ઞા કરું છું કે હું શીધ્ર દીક્ષા ગ્રહણ કરીશ અને આ બધુ છોડી હું તો આ ચાલ્યો," તેમ કહી તે જ વસ્ત્ર ઘરનો ત્યાગ કરી ચાલી નીકળ્યો. શાલિભદ્રને પણ સાથે લઈ ભગવાન પાસે જઈ તેઓ બંને પ્રવ્રજિત થયા. () સ્મરણિકા પ્રવજ્યા:- જાતિ સ્મરણજ્ઞાન દ્વારા પૂર્વજન્મની સ્મૃતિના કારણે લેવાતી દીક્ષા. મલ્લિનાથ ભગવાનના પૂર્વ ભવના છ મિત્રોએ જાતિસ્મરણ જ્ઞાનપૂર્વક દીક્ષા લીધી હતી. મલ્લિનાથના છ મિત્ર :- વિદેહ દેશની રાજધાની મિથિલાના કુંભરાજાની પુત્રી મલ્લિકુમારી હતી. તેના પૂર્વભવના છ મિત્રો, છ રાજા રૂપે ઉત્પન્ન થયા હતા. સાકેતનગરના રાજા પ્રતિબુદ્ધિ, ચંપાનગરીના
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy