SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન- ૭ ૨૦૭] १२६ पसत्थकायविणए सत्तविहे पण्णत्ते, तं जहा- आउत्तं गमणं, आउत्तं ठाणं, आउत्तं णिसीयणं, आउत्तं तुयट्टणं, आउत्तं उल्लंघणं, आउत्तं पल्लंघणं, आउत्तं सव्विदियजोगजुजणया । ભાવાર્થ – પ્રશસ્તિ કાયવિનયના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) યતનાપૂર્વક નમન કરવું () યતનાપૂર્વક ઊભા રહેવું, કાયોત્સર્ગ કરવો (૩) યતનાપૂર્વક બેસવું (૪) યતનાપૂર્વક સૂવું, પડખા ફેરવવા (૫) યતનાપૂર્વક ઊંબરા, ખાળ-ગટર વગેરે એકવાર ઓળંગવા (૬) યતનાપૂર્વક ઊંબરા, ખાળ-ગટર વગેરે વારંવાર ઓળંગવા (૭) યતનાપૂર્વક સર્વ ઇન્દ્રિયોનો વ્યાપાર કરવો. १२७ अपसत्थकायविणए सत्तविहे पण्णत्ते, तं जहा- अणाउत्तं गमणं, अणाउत्तं ठाणं, अणाउत्तं णिसीयणं, अणाउत्तं तुयट्टणं, अणाउत्तं उल्लंघणं, अणाउत्तं पल्लघंणं, अणाउत्तं सव्विदियजोगजुंजणया । ભાવાર્થ :- અપ્રશસ્ત કાયવિનયના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અયતનાપૂર્વક ચાલવું (૨) અયતનાપૂર્વક ઊભા રહેવું (૩) અયતનાપૂર્વક બેસવું (૪) અયતનાપૂર્વક સૂવું, પડખા ફેરવવા (૫) અયતનાપૂર્વક ઊંબરા વગેરે એકવાર ઓળંગવા. (૬) અયતનાપૂર્વક ઊંબરા, ખાળ ગટર વગેરે વારંવાર ઓળંગવા (૭) અયતનાપૂર્વક સર્વેન્દ્રિયનો વ્યાપાર કરવો. १२८ लोगोवयारविणए सत्तविहे पण्णत्ते, तं जहा- अब्भासवत्तियं, परच्छंदाणुवत्तियं, कज्जहेउं, कयपडिकइया, अत्तगवेसणया, देसकालण्णया, सव्वत्थेसु अपडिलोमया । ભાવાર્થ:- લોકોપચાર વિનયના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) શ્રુત ગ્રહણ કરવા ગુરુનો વિનય કરવો (૨) આચાર્ય આદિના અભિપ્રાય અનુસાર ચાલવું (૩) કોઈ પ્રયોજનપૂર્વક વિનય કરવો (૪) પ્રત્યુપકારની ભાવનાથી વિનય કરવો (૫) રોગપીડિત માટે ઔષધ આદિની અન્વેષણા કરવી (૬) દેશ કાલ અનુસાર અવસરોચિત વિનય કરવો (૭) સર્વ વિષયોમાં અનુકૂળ આચરણ કરવું. વિવેચન :વિપE:- જે ક્રિયા દ્વારા કર્મો દૂર થાય તે વિનય. જ્ઞાની, રત્નાધિક વગેરે પ્રત્યે બહુમાન આદિ વિનયની પ્રવૃત્તિ છે. પ્રસ્તુતમાં તેના અનેક ભેદ-પ્રભેદ છે. જ્ઞાન, દર્શનાદિ દ્વારા કર્મ ક્ષય થાય છે. તેથી તેને વિનય કહે છે. જ્ઞાનાદિ પ્રત્યે ભક્તિ, બહુમાન રાખવા તે જ્ઞાનાદિ વિનય છે. ઔપપાતિક સૂત્રમાં જ્ઞાનવિનયના પાંચ, દર્શન વિનયના બે, ચારિત્ર વિનયના પાંચ પ્રકાર કહ્યા છે. પરંતુ સંખ્યાની અસમાનતાના કારણે અહીં તેનો નિર્દેશ નથી. ઔપપાતિક સૂત્રમાં
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy