SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન- ૭. [ ૧૯૩] વિવેચન : ચોથા સ્થાનના બીજા ઉદ્દેશક સૂત્ર-૨૧ થી ૨૫માં ચાર પ્રકારની વિકથા કહી છે. તેમાં મૃદુકારુણિકી, દર્શનભેદિની, ચારિત્રભેદિની, આ ત્રણ ભેદ સહિત સાત પ્રકારની વિકથાનું અહીં કથન છે. તેના અર્થ સૂત્રાર્થથી સ્પષ્ટ છે. આચાર્ય-ઉપાધ્યાયના અતિશય :७९ आयरिय-उवज्झायस्स णं गणंसि सत्त अइसेसा पण्णत्ता, तं जहाआयरिय- उवज्झाए अंतो उवस्सयस्स पाए णिगिज्झिय-णिगिज्झिय पप्फोडेमाणे वा पमज्जेमाणे वा णाइक्कमइ । आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स उच्चारपासवणं विगिंचमाणे वा विसोहेमाणे वा णाइक्कमइ । आयरिय-उवज्झाए पभू इच्छा वेयावडियं करेज्जा, इच्छा णो करेज्जा । आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स एगरायं वा दुरायं वा एगओ वसमाणे णाइक्कमइ । आयरिय-उवज्झाए बाहिं उवस्सयस्स एगरायं वा दुरायं वा ए गओ वसमाणे णाइक्कमइ । उवकरणाइसेसे । भत्तपाणाइसेसे ।। ભાવાર્થ - ગણમાં આચાર્ય અને ઉપાધ્યાયના સાત અતિશય(વિશેષ અધિકાર) છે, તે આ પ્રમાણે છે (૧) આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયમાં પગની ધૂળ ખંખેરે કે પ્રમાર્જિત કરે તો સમાચારીનું ઉલ્લંઘન થતું નથી.(સામાન્ય શ્રમણોને ઉપાશ્રયની બહાર પ્રમાર્જન કરવાનું હોય છે.) (૨) આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયમાં ઉચ્ચાર-પ્રસવણનો વ્યુત્સર્ગ અને વિશોધન કરે તો સમાચારીનું ઉલ્લંઘન થતું નથી. (૩) આચાર્ય અને ઉપાધ્યાય સમર્થ હોય તો પણ બીજા સાધુની વૈયાવચ્ચ ઇચ્છાનુસાર કરે અથવા ન પણ કરે, (૪) આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયમાં એક રાત અથવા બે રાત એકલા રહે તો સમાચારીનું ઉલ્લંઘન થતું નથી. (૫) આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયની બહાર એક અથવા બે રાત એકલા રહે તો સમાચારીનું ઉલ્લંઘન થતું નથી. (૬) આચાર્ય અને ઉપાધ્યાયના ઉપકરણ વિશેષતાવાળા હોય (૭) આચાર્ય ઉપાધ્યાયના ભોજન પાણી વિશેષતા યુક્ત હોય. વિવેચન : સ્થાન-૫, ઉદ્-૨, સૂત્ર-દરમાં આચાર્યના પાંચ અતિશયનું નિરૂપણ છે. અહીં ઉપકરણ અતિશય અને ભોજન પાણીના અતિશય સહિત સાત અતિશયનું કથન છે. ૩વરણારૂ – ઉપકરણ અતિશય. આચાર્ય, ઉપાધ્યાયના વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણો સામાન્ય સાધુઓથી વર્ણ અને મૂલ્યની અપેક્ષાએ શ્રેષ્ઠ–શ્રેષ્ઠતમ હોય છે અને પરિમાણની અપેક્ષાએ પણ પરિપૂર્ણ હોય છે.
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy