SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન -૫ઃ ઉદ્દેશક- ૩ [ ૮૭ ] (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) શરીર મુક્ત જીવાસ્તિકાય (આ ચાર અરૂપી છે.) (૫) રૂપી હોવા છતાં સૂક્ષ્મ એવા પરમાણુ યુગલ (૬) શબ્દ (૭) ગંધ (૮) વાયુ (૯) આ જીવ જિન થશે કે નહીં અને (૧૦) આ જીવ સર્વ દુઃખનો અંત કરશે કે નહીં. સૂત્રકારે પ્રસ્તુત સૂત્રમાં તથા સ્થાન-૬, સૂત્ર-૪; સ્થાન-૭, સૂત્ર-૭૬; સ્થાન-૮, સૂત્ર-ર૯ અને સ્થાન-૧૦, સૂત્ર-૧૦૧માં તે તે સ્થાનાનુસાર તેનું કથન કર્યું છે. મહા નારકાવાસઃ| २८ अहोलोए णं पंच अणुत्तरा महइमहालया महाणिरया पण्णत्ता, तं जहाकाले, महाकाले, रोरुए, महारोरुए, अप्पइट्ठाणे । ભાવાર્થ :- અધોલોકમાં પાંચ અનુત્તર, મહતિમહાન મહાનરકાવાસા છે, તે આ પ્રમાણે છે– (૧) કાલ (૨) મહાકાલ (૩) રૌરુક (૪) મહારૌરુક (૫) અપ્રતિષ્ઠાન. વિવેચન સૂત્રોક્ત પાંચે ય નરકાવાસ સાતમી નરકના છે. સાતમી નરકમાં આ પાંચ જ નરકાવાસ હોય છે. તે અપુરા સર્વોત્કૃષ્ટ વેદનાવાળા હોય છે. તેનાથી અધિક વેદનાવાળા અન્ય કોઈ નરકાવાસ નથી, તેથી તેને અનુત્તર કહ્યા છે. મદમહાનિયા- તેનો ક્ષેત્ર વિસ્તાર વિસ્તૃત છે. તેમાં ચાર નરકાવાસનો ક્ષેત્ર વિસ્તાર અસંખ્યાત યોજન અને અપ્રતિષ્ઠાન નરકાવાસન ક્ષેત્ર વિસ્તાર અલ્પ હોવા છતાં વેદના, સ્થિતિ, અવગાહનાની અપેક્ષાએ મહાન છે. મહા વિમાન :| २९ उड्डलोए णं पंच अणुत्तरा महइमहालया महाविमाणा पण्णत्ता, तं जहाવિનવે, વેગવંતે, કયતે, અપરાણિ, સબસિદ્ધ ભાવાર્થ - ઊર્ધ્વલોકમાં પાંચ અનુત્તર, મહતિમહાન, મહાવિમાન છે, તે આ પ્રમાણે છે (૧) વિજય (૨) વૈજયંત (૩) જયંત (૪) અપરાજિત (૫) સર્વાર્થસિદ્ધ. વિવેચન : | ઊર્ધ્વલોકમાં આ પાંચ અનુત્તર દેવવિમાન છે. ત્યાંના દેવોની સંપદા અને આયુષ્ય સર્વોત્કૃષ્ટ છે તેથી તે અનુત્તર કહેવાય છે. તેનું ક્ષેત્ર પ્રમાણ પણ વિસ્તૃત છે. સત્વ આશ્રી પુરુષના પ્રકાર :|३० पंच पुरिसजाया पण्णत्ता, तं जहा- हिरिसत्ते, हिरिमणसत्ते, चलसत्ते,
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy