SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન -૫: ઉદ્દેશક- ૩ તિર્યશ્લોકમાં એકેન્દ્રિય વગેરે જાતિની અપેક્ષાએ બાદર જીવોનું કથન સૂત્રકારે કર્યુ છે. કાયની અપેક્ષાએ ત્યાં છ કાય હોય છે. પાંચમું સ્થાન હોવાથી પાંચના ગ્રહણ માટે પાંચ જાતિથી કથન કર્યું છે. બાદર અગ્નિ તથા બાદર વાયુના પાંચ-પાંચ પ્રકાર સૂત્રાર્થથી સ્પષ્ટ છે. અચિત્ત વાયુ - |१५ पंचविहा अचित्ता वाउकाइया पण्णत्ता, तं जहा- अक्कते, धंते, पीलिए, सरीराणुगते, समुच्छिमे । ભાવાર્થ :- અચિત્તવાયુના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આક્રાન્તવાયુ– જોર-જોરથી ભૂમિ ઉપર પગ પછાડવાથી ઉત્પન્ન વાયુ (ર) માત વાયુ- શંખાદિ ફૂંકવાથી ઉત્પન્ન થતો વાયુ (૩) પીડિત વાયુ- ભીના વસ્ત્રાદિને ઝાટકવાથી ઉત્પન્ન થતો વાયુ (૪) શરીરાનુગત વાયુ- ઉચ્છવાસ, અપાન અને ઓડકાર આદિ દ્વારા શરીરમાંથી નીકળતો વાયુ (૫) સંમૂર્છાિમ વાયુ– પંખાના ચાલવાથી ઉત્પન્ન થતો વાયુ. વિવેચન : પૂર્વોક્ત સૂત્રમાં પાંચ સચિત્ત વાયુનું કથન કર્યું હતું, પ્રસ્તુત સૂત્રમાં પાંચ પ્રકારના અચિત્ત વાયુનું કથન છે. સૂત્રોક્ત પાંચ પ્રકારના વાયુ ઉત્પત્તિ સમયે અચિત્ત હોય છે. વાયુનું શસ્ત્ર વાયુ જ છે. અચિત્તવાયુથી સચિત્ત વાયુની વિરાધના થાય છે. તે વાયુ ઉત્પન્ન થાય ત્યારે અચિત્ત હોય છે પછી તે સચિત્ત પણ થઈ જાય છે. નિર્ણયના પાંચ પ્રકાર: १६ पंच णियंठा पण्णत्ता, तं जहा- पुलाए, बउसे, कुसीले, णियंठे, सिणाए । ભાવાર્થ :- નિગ્રંથના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પુલાક– નિઃસાર ધાચકણની જેમ ચારિત્રને લબ્ધિ પ્રયોગ વડે નિઃસાર કરનારા નિગ્રંથો. (૨) બકુશ- ચારિત્રના ઉત્તર ગુણમાં દોષ લગાડનારા નિગ્રંથો. (૩) કુશીલ–તેના બે ભેદ છે– (૧) મૂલગુણ અને ઉત્તરગુણ બંનેમાંથી કોઈમાં પણ દોષ લગાડનાર પ્રતિસેવના કુશીલ કહેવાય છે. (૨) કોઈપણ પ્રકારે દોષ સેવન ન કરનારા નિગ્રંથો કષાયકુશીલ કહેવાય છે. (૪) નિગ્રંથ- મોહનીય કર્મનો ક્ષય કે ઉપશમ કરનારા વીતરાગી નિગ્રંથો. ૧૧માં તથા ૧૨મા ગુણસ્થાનવર્તી સાધુ. (૫) સ્નાતક- ચાર ઘાતિકર્મોનો ક્ષય કરનારા ૧૩-૧૪માં ગુણસ્થાનવર્તી જિન. १७ पुलाए पंचविहे पण्णत्ते, तं जहा- णाणपुलाए, दसणपुलाए, चरित्तपुलाए, लिंगपुलाए, अहासुहुमपुलाए णाम पंचमे ।
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy