________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૪
વિવેચન :
ક્રોધાદિ કષાય કર્મ બંધના કારણ છે અને કર્મ શરીરની ઉત્ત્પત્તિનું કારણ છે. આ રીતે કારણના કારણમાં કારણનો ઉપચાર કરી ક્રોધાદિને શરીરની ઉત્ત્પત્તિનું કારણ કહ્યું છે. પૂર્વના બે સૂત્રોમાં ઉત્ત્પત્તિનો અર્થ શરીરનો પ્રારંભ કરવો છે અને નિવર્તિત પદનો અર્થ શરીરની નિષ્પત્તિ અર્થાત્ પૂર્ણતા છે. આ રીતે બંને શબ્દ ભિન્ન ભિન્ન અર્થ ધરાવે છે.
૫૪૫
ધર્મના ચાર દ્વાર :
૨ પત્તાન્તર ધમ્મારા, પળત્તા, તે ના- ધંતી, મુત્તી, અાવે, મવે । ભાવાર્થ :- ધર્મના ચાર દ્વાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ક્ષમાભાવ (૨) નિર્લોભતા (૩) સરલતા (૪) મૃદુતા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્ર ધર્મક્ષેત્રમાં પ્રવેશ કરવાના ચાર દ્વાર કહ્યા છે. અહીં દ્વારનો અર્થ છે—ધર્મનો પ્રારંભ. વ્યવહાર દષ્ટિથી જીવને ધર્મનો પ્રારંભ ગુરુદર્શન, પ્રભુસ્મરણ, પ્રભુવાણીમાં આસ્થા, સામાન્ય તત્ત્વજ્ઞાન અને તેની શ્રદ્ધાથી થાય છે.
ચાર ગતિના આયુષ્ય બાંધવાના કારણો ઃ
| ११३ चउहिँ ठाणेहिं जीवा णेरइयाउयत्ताए कम्मं पकरेंति, तं जहामहारंभयाए, महापरिग्गहयाए, पंचिदियवहेणं, कुणिमाहारेणं ।
ભાવાર્થ :- ચાર કારણે જીવ નરકાયુ બાંધે છે, તે આ પ્રમાણે છે– (૧) મહા આરંભથી—અમર્યાદિત હિંસાથી (૨) મહાપરિગ્રહથી—અમર્યાદિત સંગ્રહથી (૩) પંચેન્દ્રિય જીવોનો વધ કરવાથી (૪) કુણિમ આહાર–માંસ ભક્ષણ કરવાથી.
११४ चउहिँ ठाणेहिं जीवा तिरिक्खजोणियाउयत्ताए कम्मं पकरेंति, तं जहामाइल्लयाए, णियडिल्लयाए, अलियवयणेणं, कूडतुलकूडमाणेणं ।
ભાવાર્થ :- ચાર કારણે જીવ તિર્યંચાયુ બાંધે છે, તે આ પ્રમાણે છે– (૧) માયાચારથી, માનસિક કુટિલતા, કપટથી (૨) અતિમાયા દ્વારા બીજાને ઠગવાથી (૩) અલીક વચન-અસત્ય વચનથી (૪) ફૂટતુલા ફૂટમાનથી(ઓછુ—વધુ તોળવાથી, માપવાથી).
११५ चउहिँ ठाणेहिं जीवा मणुस्साउयत्ताए कम्मं पकरेंति, तं जहा