SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ ] શ્રી ઠાણાગ સૂત્ર-૧ જે હી મન સત્ત્વ હોય છે તે મનમાં સત્ત્વ જાળવી રાખે છે પરંતુ તેના શરીરમાં રોમાંચ, કંપન વગેરે લક્ષણો પ્રગટ થઈ જાય છે. આ રીતે બન્નેમાં ભિન્નતા છે. ચલ સત્વ :- જે વ્યક્તિ શક્તિશાળી હોય પરંતુ શક્તિ પ્રદર્શનના પ્રસંગે શિથિલ બની જાય, ધૈર્યથી વિચલિત થઈ જાય, અસ્થિર બની જાય; તે ચલ સત્ત્વવાળા કહેવાય છે. સ્થિર સત્ત્વ :- જેની શક્તિઓ પાછળ ઉત્સાહનો મહાસાગર લહેરાતો હોય. પરીષહ–ઉપસર્ગોની સામે તે અડગ ઊભા રહે. પોતાનું પૌરુષ બતાવે, ક્યારે ય ગભરાય નહીં, તે સ્થિર સર્વ કહેવાય છે. શય્યા, વસ્ત્ર, પાત્ર આદિની પડિમાઓ :८३ चत्तारि सेज्जपडिमाओ पण्णत्ताओ । चत्तारि वत्थपडिमाओ पण्णत्ताओ। चत्तारि पायपडिमाओ पण्णत्ताओ । चत्तारि ठाणपडिमाओ पण्णत्ताओ । ભાવાર્થ :-ચાર આપ્યા પડિમા–પ્રતિજ્ઞા કહી છે. ચાર વસ્ત્ર પ્રતિજ્ઞા કહી છે. ચાર પાત્ર પ્રતિજ્ઞા કહી છે. ચાર સ્થાન પ્રતિજ્ઞા કહી છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાધકના વિવિધ અભિગ્રહોનું સૂચન છે. કિનારો (ત્તિના) – પ્રતિજ્ઞા, સંકલ્પ, નિશ્ચય, અભિગ્રહ, વિશેષ નિયમ વગેરે અર્થમાં અહીં હિમા શબ્દનો પ્રયોગ છે. સાધનાને પરાકાષ્ટાએ લઈ જવા સાધકના વિવિધ પ્રકારના સંકલ્પ અથવા નિશ્ચયને પ્રતિમા–પ્રતિજ્ઞા કહે છે. પ્રસ્તુત સૂત્રમાં શય્યા, વસ્ત્ર, પાત્ર અને સ્થાનની ચાર-ચાર પ્રતિજ્ઞાઓનો નિર્દેશ છે. તેનું વિસ્તૃત વર્ણન આચારાંગ સૂત્ર શ્રુતસ્કંધ-૨ માં છે. જીવ સ્પષ્ટ અને કાશ્મણયુક્ત ચાર-ચાર શરીર :८४ चत्तारि सरीरगा जीवफुडा पण्णत्ता, तं जहा- वेउव्विए, आहारए, तेयए, कम्मए । ભાવાર્થ :- ચાર શરીર જીવ–સ્પષ્ટ કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) વૈક્રિય શરીર (૨) આહારક શરીર (૩) તૈજસ શરીર (૪) કાર્મણ શરીર. ८५ चत्तारि सरीरगा कम्मुम्मीसगा पण्णत्ता, तं जहा- ओरालिए, वेउव्विए, आहारए, तेयए ।
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy