SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ | સ્થાન-૪: ઉદ્દેશક-૧ ૩૧૯ ઉપશાંત કરી દે તે ઉપશાંત ક્રોધ છે. અનુપશાંત ક્રોધ - કાયાથી કે વચનથી પ્રગટ થતાં ક્રોધને અનુપશાંત ક્રોધ સમજવો. આ રીતે માન, માયા અને લોભનું સ્વરૂપ સમજવું. કર્મપ્રકૃતિના ચય-ઉપચય આદિ :३८ जीवा णं चउहिं ठाणेहिं अट्ठकम्मपगडीओ चिणिंसु, तं जहा- कोहेणं, माणेणं, मायाए, लोभेणं । एवं जाव वेमाणियाणं । ___ एवं चिणंति एस दंडओ, एवं चिणिस्संति एस दंडओ, एवमेएणं तिण्णि दंडगा । एवं उवचिणिंसु उवचिणंति उवचिणिस्संति, बंधिसु बंधंति बंधिस्संति, उदीरिंसु उदीरंति उदीरिस्संति, वेदेंसु वेदेति वेदिस्संति, णिज्जरेंसु, णिज्जरेंति णिज्जरिस्सति जाव वेमाणियाणं । ભાવાર્થ :- જીવે ચાર કારણોથી આઠ કર્મપ્રકૃતિઓનો ભૂતકાળમાં સંચય કર્યો હતો, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધથી (૨) માનથી (૩) માયાથી (૪) લોભથી. આ રીતે વૈમાનિક સુધીના સર્વ દંડકોના જીવોએ ભૂતકાળમાં કર્મ સંચય કર્યો છે. તે જ રીતે સર્વ દંડકવર્તી જીવો ચાર કારણે કર્મ સંચય કરે છે અને કરશે. આ રીતે સંચયના ત્રણ આલાપક થયા. તે જ રીતે વૈમાનિક સુધીના સર્વ દંડકવાળા જીવોએ આઠ કર્મ પ્રકૃતિઓનો ઉપચય કર્યો હતો, કરે છે અને કરશે; બંધ કર્યો હતો, કરે છે અને કરશે; ઉદીરણા કરી હતી, કરે છે અને કરશે; વેદન કર્યું હતું, કરે છે અને કરશે; નિર્જરા કરી હતી, કરે છે અને કરશે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં કર્મની ચયાદિ અવસ્થાઓનું ત્રણકાળ આશ્રી નિરૂપણ છે. જીવ આઠે કર્મનો બંધ કોઈ પણ કષાયથી કરે છે. જીવે કષાયના કારણે જ કર્મ બંધ કર્યો હતો, કરે છે અને કરશે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચે કર્મબંધના કારણ છે. અહીં શાસ્ત્રકારે કષાયની પ્રધાનતાથી કથન કર્યું છે. ચાર-ચાર પડિમાઓ :|३९ चत्तारि पडिमाओ पण्णत्ताओ,तं जहा- समाहिपडिमा, उवहाणपडिमा, विवेगपडिमा, विउस्सग्गपडिमा । ભાવાર્થ :- પ્રતિમા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) સમાધિ પ્રતિમા (૨) ઉપધાન
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy