________________
ખરું પૂછો તો આ એક વિશિષ્ટ શૈલી ગણાય. જૈન આગમ રચનાની અનેક વિધિઓ છે. જૈનદર્શન કે જૈન આગમ પોતાની રીતે પ્રરૂપણાનો વિશિષ્ટ માર્ગ અપનાવે છે. ભગવતી આદિકેટલાંક શાસ્ત્રો પ્રશ્નોત્તર રૂપે છે. કેટલાંક શાસ્ત્રો ઉપદેશાત્મક છે, કેટલાંક વિધિ નિષેધાત્મક છે, કેટલાંક કથા - ઘટના રૂપે સંગ્રહિત છે, તો સ્થાનાંગ, સમવાયાંગ સંખ્યાની ગોઠવણી કરે છે. ઘણા શાસ્ત્ર ગદ્યમય છે, તો ચાર પાંચ શાસ્ત્ર પદ્યની પ્રમુખતાએ છે. આ જ કારણે પ્રસ્તુત શાસ્ત્રમાં લક્ષિત વિષયનું કેન્દ્રબિંદુનું એકથી દસ સંખ્યામાં ક્રમ બદ્ધ વિભાજન કરી, બધાં બિંદુઓને સ્વતંત્ર રીતે વર્ણવ્યા છે. આ બિંદુઓ (વિષય) માં દ્રવ્યને સ્પર્શતાં, ક્ષેત્રને સ્પર્શતા એ જ રીતે કાળ અથવા સમયને લક્ષી તેને સ્પર્શતા બિંદુઓ પ્રરૂપિત કર્યા છે. જ્યારે ભાવ બિંદુઓનું બધાં બિદુઓમાં ઘણું પ્રાધાન્ય છે. જૈન દર્શન સમ્રગ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સાથે જકડાયેલું છે અને વિશ્વચક્રના કારણરૂપ કે કાર્યરૂપ બધાં બિંદુઓ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભાષક છે. આ બધાં બિંદુઓમાં પદાર્થનો સ્વભાવ, રૂપ, રંગ, પરમાણુની સંખ્યા, પિંડીભૂત પરમાણુનું કાર્ય, જીવ અજીવનું સંયુક્ત કાર્ય, પદાર્થની પરિવર્તનશીલતા, દ્રવ્ય, ગુણ પર્યાયને લગતા બધાં કેન્દ્રબિંદુઓ સહજ રીતે ગ્રંથિત કરેલા છે. આ ગ્રંથનમાં કોઇપણ પ્રકારના ક્રમનું કે આગળ પાછળનાં સંબંધનું અવલંબન લેવામાં આવ્યું નથી.
જ્યારે આપણે “ઠાણાંગ સૂત્ર”નું અધ્યયન કરીએ, ત્યારે એક પછી એક ઠાણાઓ આકાશમાં ઉડતાં ભિન્ન - ભિન્ન પ્રકારનાં પક્ષીની જેમ આપણને દૃષ્ટિ ગોચર થતાં જાય છે અને એક વિશેષ પ્રકારનું ક્ષેય સંબંધી કુતૂહલ ઉત્પન્ન થતું જાય છે, જેમકે નવમે ટાણે આનવ વસ્તુનું પ્રરૂપણ થયું તો હવે બીજી શું વસ્તુ આવશે? આપણું મન જાણે જિજ્ઞાસાવશ પ્રફુલ્લિત થઇ જાય છે.
અનુમાન એમ થાય છે કે પ્રભુ વીતરાગની વાણીને ઘણાં આચાર્યોએ, ઉપાધ્યાયોએ સાંભળી હોય અને તે જ્ઞાન, પરંપરામાં ઘણા આચાર્યો અને સંતોના સમૂહમાં ઊતરી આવ્યું હોય. આ બધું જ્ઞાન એકત્રિત કરવા માટે તે આચાર્ય ભગવંતોની ખાસ સ્વાધ્યાય સભા ભરાઇ હોય, ગોઠવાઇ હોય અને તેમાં જે જે સંતો અને આચાર્યોને જે જે સંખ્યામાં ભિન્ન ભિન્ન વિષયને લગતાં ઠાણાઓ અર્થાત્ કેન્દ્રબિંદુઓ મનમાં ઉપસ્થિત હોય પછી તે બધાં જ્ઞાન પ્રકારોને જેમ જેમ આચાર્ય ભગવંતો બોલતા ગયા તેમ તેમ તે સ્થાનો સંકલિત કરી
G 28
)