SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રુત સેવાનો સત્કાર શ્રુતાધાર (મુખ્યદાતા) માતુશ્રી વિજયાબેન માણેકચંદ શેઠ માતુશ્રી વિજ્યાબેન દાદા ડુંગરસિંહજી પરિવારના તપસ્વી પૂ. શ્રી જશ-જય-માણેક-ઉત્તમપ્રાણ-રતિગુરુદેવના એવં સતીવૃંદના સંસ્કારથી સિંચિત થયેલા એક આદર્શ સન્નારી હતા. ઉચ્ચ પ્રકારના ગૃહસ્થાશ્રમી બનીને, શ્રાવક ધર્મનું પાલન કરતાં છ પનોતા કુલદીપક અને એક કુલદીપિકાના માતા બનવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું હતું. ૪૦ વર્ષ પાણીનો ત્યાગ તથા રોજ પાંચ દ્રવ્યનું સેવન જેવા અનેક વ્રત અંગીકાર કર્યા હતા. દાદા ત્રિભોવનજી મહારાજ સાહેબના ધાર્મિક તથા આધ્યાત્મિક વારસાને સાચવવામાં અ. સૌ. જયશ્રીબેન આર. દોશી, દિલસુખભાઈ, વિનોદભાઈ, ચંદ્રકાંતભાઈ, નરેનભાઈ, મુકેશભાઈ, દિલિપભાઈ વગેરે કુટુંબીજનો ખુબજ પ્રયત્નશીલ છે. જીવદયા પ્રેમી દિલાવરદિલા શ્રીયુત શ્રી દિલસુખભાઈ શેઠ તથા દઢ મનોબળી, ઉત્સાહી કાર્યકર શ્રી ચન્દ્રકાન્તભાઈ શેઠે સામાજિક ક્ષેત્રે અનોખી પ્રગતિ હાંસલ કરી છે. સેવાકીય ક્ષેત્રે અગ્રગણ્ય સ્થાન ધરાવતું શ્રી મહાવીર સેવા ટ્રસ્ટ અને તે ટ્રસ્ટ દ્વારા થતી અનેકવિધ પ્રવૃત્તિઓ જ શેઠ પરિવારનું પ્રતીક છે. સેવાકીય ક્ષેત્રની બે ડઝન સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હોવા ઉપરાંત શ્રી ચંદ્રકાન્તભાઈ શેઠ ‘ગુરુપ્રાણ આગમ બત્રીસી' ના પ્રકાશનમાં પાયાના પથ્થર સમા છે. તેઓએ આગમ પ્રકાશનમાં અદ્ભુત યોગદાન આપી, તેઓ અપૂર્વ શાસનસેવા કરી રહ્યા છે. આગમ પુનઃ પ્રકાશનમાં શ્રુતાધાર બનીને તેઓ પૂ. ગુરુપ્રાણ તથા તપસ્વી ગુરુદેવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિને પ્રગટ કરી છે. શ્રી રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘને ભારતના નકશામાં પ્રથમ હરોળમાં મૂકવામાં તેમનો પ્રમુખ ફાળો છે. ૭૩ સંત-સતીઓના અભૂતપૂર્વ ચાતુર્માસનો અલભ્ય લાભ લઈને તથા દીક્ષાઓના લાભ લઈને સંઘને સાચા અર્થમાં મોટો બનાવ્યો છે. રાજકોટમાં આરાધનાભવન તથા શેઠ ઉપાશ્રયનું નિર્માણ કરીને સંત સતીજીઓની સેવા કરી ગુરુભક્તિ પ્રદર્શિત કરી છે તે માટે આપને અભિનંદન સહ ધન્યવાદ. શેઠ પરિવારની ગોંડલ સંપ્રદાય પ્રત્યેની ઉચ્ચભાવનાની તથા શાસન પ્રત્યે સેવાના અભિગમની અમો અનુમોદના કરીએ છીએ. આપનો પરમાર્થ ભાવ પ્રતિદિન પ્રગતિશીલ બને, શાસનને આપનો અધિકતમ લાભ મળતો રહે, આપની શ્રુતભક્તિ આપને ભગવાન બનાવે એ જ શુભકામના. ગરપ્રાણ પ્રકાશન PARASDHAM
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy