SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૪] શ્રી ઠાણાગ સૂત્ર-૧ | વિપુલમતિ મન:પર્યવશાનઃ-માનસિક ચિંતનના પુગલોને, વિવિધ પર્યાયોને વિશેષ રૂપથી જાણે તે. કેવળજ્ઞાન – જ્ઞાનાવરણ કર્મનો સર્વથા ક્ષય થવાથી ત્રિલોક અને ત્રિકાલવર્તી સમસ્ત દ્રવ્યો અને તેના સમસ્ત ગુણપર્યાયોને એક સાથે જાણનારું જ્ઞાન તે કેવળજ્ઞાન. આ સૂત્રમાં દ્વિતીય સ્થાનના કારણે પાંચ જ્ઞાનના ઉત્તરોત્તર બે-બે ભેદોનું નિરૂપણ છે. તે બે ભેદોનું સ્વરૂપ પ્રાયઃ ભાવાર્થથી સ્પષ્ટ છે. પદમ અપહમ સમય:- સયોગી, અયોગી, કેવળજ્ઞાનમાં પ્રથમ સમયના જ્ઞાનને પ્રથમ સમય કેવળ જ્ઞાન અને પ્રથમ સમયને છોડી શેષ સમયના જ્ઞાનને અપ્રથમસમય કેવળજ્ઞાન કહે છે. વિરમ આવહ્મ સમય:- સયોગી, અયોગી કેવળજ્ઞાનમાં અંતિમ સમયના જ્ઞાનને ચરમ સમય કેવળ જ્ઞાન અને અંતિમથી પૂર્વના સર્વ સમયના જ્ઞાનને અચરમ સમય કેવળજ્ઞાન કહે છે. શ્રુત-ચારિત્રરૂપ દ્વિવિધ ધર્મ :२८ दुविहे धम्मे पण्णत्ते तं जहा- सुयधम्मे चेव, चरित्तधम्मे चेव । सुयधम्मे दुविहे पण्णत्ते, तं जहा- सुत्तसुयधम्मे चेव, अत्थसुयधम्मे चेव । चरित्तधम्मे दुविहे पण्णत्ते, तं जहा- अगारचरित्तधम्मे चेव, अणगारचरित्तधम्मे चेव । ભાવાર્થ :- ધર્મના બે પ્રકાર છે, યથા– (૧) શ્રતધર્મ = દ્વાદશાંગ શ્રુતનો અભ્યાસ, સ્વાધ્યાય કરવો, (૨) ચારિત્રધર્મ = સમ્યકરૂપે વ્રત, સમિતિ આદિનું આચરણ કરવું. શ્રતધર્મના બે પ્રકાર છે, યથા- (૧) સૂત્ર શ્રુતધર્મ = મૂળ સૂત્રોનું અધ્યયન કરવું.(૨) અર્થ શ્રતધર્મ = સૂત્રોના અર્થનું અધ્યયન કરવું. ચારિત્રધર્મના બે પ્રકાર છે, યથા-(૧) અગાર ચારિત્રધર્મ-શ્રાવકોના અણુવ્રત આદિ. (૨) અણગાર ચારિત્રધર્મ-સાધુઓના મહાવ્રત આદિ. વિવેચન : ધર્મ - આત્મ વિકાશનો જે માર્ગ, પ્રર્વતન તે ધર્મ. પ્રસ્તુત સૂત્રમાં ધર્મના બે પ્રકાર કહ્યા છે– કૃતધર્મ અને ચારિત્રધર્મ. શ્રત એટલે જ્ઞાન અને ચારિત્ર એટલે આચરણ. તેના ભેદ-પ્રભેદ સુત્રપાઠથી સ્પષ્ટ છે. સંયમના બે બે ભેદ :२९ दुविहे संजमे पण्णत्ते, तं जहा- सरागसंजमे चेव, वीयरागसंजमे चेव । सरागसंजमे दुविहे पण्णत्ते, तं जहा- सुहुमसंपराय सरागसंजमे चेव,
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy