SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદન અનુભવ ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા અન્ય દાર્શનિકોના અભિપ્રાયનું વિશપણે દર્શન કરાવીને સાધકને આત્મદર્શનમાં સ્થિર કરતું શ્રી સૂયગડાંગ સૂત્ર દ્વાદશાંગીમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. પ્રકાશને જાણતા પહેલા અંધકારની જાણકારી જરૂરી છે. પુણ્યનો સ્વીકાર કરતા પહેલા પાપસ્થાનનું જ્ઞાન અનિવાર્ય છે. સંવર કે નિર્જરાની આરાધના પહેલા આશ્રવનો ત્યાગ જરૂરી છે તે જ રીતે સર્વ ભાવિક ભાવોથી દૂર થઈને સ્વભાવમાં સ્થિર થવા માટે કટિબદ્ધ થયેલા સાધકોને અન્ય દાર્શનિકોના અભિપ્રાયો, તેની ખૂટતી કડીઓ અને વીતરાગ દર્શનની વિશિષ્ટતા જાણવી અનિવાર્ય છે. જ્યારે પ્રકાશની અનુભૂતિ થાય ત્યારે અંધકાર સહેજે છૂટી જાય તેમ વીતરાગદર્શનની પૂર્ણતાની અનુભૂતિ થાય ત્યારે સાધકનો ઝૂકાવ સહજ પણે તેમાં થઈ જાય છે, પરંતુ તેમાં આવશ્યકતા છે– સ્વદર્શન અને પરદર્શનના યથાર્થ જ્ઞાનની... સાધકોની શ્રદ્ધાની દઢતામાં અને ચારિત્રની સ્થિરતામાં સહાયક બની શકે તેવા શ્રી સૂયગડાંગ સૂત્ર ભાગ-રના સંપાદનમાં સ્વ-પર દર્શનની માન્યતાને યથાર્થ રૂપે વાચકો સમક્ષ પ્રગટ કરવાનું લક્ષ નજર સમક્ષ રાખ્યું છે. બીજો શ્રુતસ્કંધ કદમાં નાનો છે, પરંતુ દાર્શનિક દષ્ટિએ અત્યંત મહત્ત્વનો છે. તેમાં પ્રાયઃ પર્દર્શનના ભાવો સમાયેલા છે. આગમના સૂત્રો તથા ગાથા અત્યંત સંક્ષિપ્ત હોવાથી કેવળ શબ્દાર્થ કે ભાવાર્થથી વાચકો સૂત્રકારના આશયને સજી શકતા નથી. અમે શ્રી અભયદેવસૂરિ કૃત વૃત્તિનું અવલોકન કરીને અને પૂર્વ પ્રકાશિત આચાર્યોના પ્રકાશનોના આધારે પ્રાયઃ દરેક સૂત્રોને ષદર્શનના અભ્યાસ પૂર્વક સંદર્ભ સહિત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જેથી જૈન ધર્મની અને અન્ય દર્શાનિકોની વાસ્તવિકતા યથાર્થ રૂપે પ્રગટ થઈ જાય છે. છઠ્ઠા “આÁકીય અધ્યયનમાં આર્દ્રકુમારના પૂર્વભવ સહિતનું કથાનક વ્યાખ્યા ગ્રંથના આધારે આપ્યું છે. મૂળપાઠનું સંશોધન કરતાં ભિન્ન-ભિન્ન પ્રતોમાં ક્યાંક પાઠ ભેદ જણાય છે. જેમ કે પ્રથમ પુંડરીક અધ્યયનમાં અધર્મપક્ષનું અનુસરણ કરનારા જીવોની ભવપરંપરાનું કથન છે. તેમાં ઘણી પ્રતોમાં મૂકત્તા તમૂત્તા, ગાફમૂત્તા...આ પ્રકારનો પાઠ ઉપલબ્ધ છે, પરંતુ એક જ ભાવના સૂચક ત્રણ શબ્દોને જોતાં ઘનમૂત્તા ની સાથે પછીના બે શબ્દો જોડાઈ ગયા હોય. તેમ લાગે છે, કારણ કે દશવૈકાલિક સૂત્રમાં પણ કિલ્વીષી દેવ ભવાંતરમાં મૂક બકરાપણે જન્મ ધારણ કરે છે. તે પ્રમાણે કથન છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય પ્રકાશિત સૂયગડાંગ સૂત્રના પ્રસ્તુત 48 IT Jain Edation Int l El Private Persona Japan ww.janbrary.org
SR No.008754
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages286
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy