SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ લખાયેલા આ મૂળ જૈન આગમોમાં કે આ શ્રુતસ્કંધમાં જ્યાં ત્યાગની સ્થાપના કરે છે, ત્યાં નિગ્રંથમત, નિગ્રંથમુનિ, નિગ્રંથોના આચાર વિચાર એ શબ્દોનો પ્રયોગ જોવા મળે છે. ક્યાંય પણ જૈન શબ્દ નથી. જૈનમુનિઓ નિગ્રંથો તરીકે ઓળખાતા હતા અને સ્વયં મુનિઓ પણ પોતાને નિગ્રંથ કહેતા હતા પરિગ્રહ વગરના આ મુનિઓ ખરેખર નિગ્રંથ હતા અને કોઈ પણ ભૌતિક પદાર્થોના પ્રભાવમાં આવ્યા વિના પોતાના ત્યાગમાં રમણ કરતા, ત્યાગ માર્ગનો અને દયા ધર્મનો ઉપદેશ આપતા હતા. આમજનતા શ્રમણોને જૈન તરીકે ઓળખતી નહીં, પરંતુ નિગ્રંથો તરીકે ઓળખાતી હતી. તે જમાનામાં સંતો જ્યારે શહેરમાં પધારતા ત્યારે તે શહેરની બહારના ભાગમાં કોઈ બગીચા કે ઉધાનમાં કે યક્ષવાટિકામાં ઉપાશ્રય(નિવાસ) કરતા હતા. તે સમયે ઉપાશ્રય શબ્દ પણ કોઈ વિશેષ સ્થાન કે આજના “સ્થાનકમાટે વપરાતો ન હતો. ખરેખર કાયમી નિવાસને આશ્રમ કહેવામાં આવે છે અને થોડા સમય માટે માંગેલા આશ્રયને ઉપાશ્રય કહેવામાં આવે છે. આ કારણે જ શાસ્ત્રોમાં સાધુ-સાધ્વીના અલ્પકાલીન આશ્રય સ્થાન ઉપાશ્રય કહેવામાં આવ્યા છે, ભલે ને તે ગૃહસ્થોના ઘર હોય કે દુકાન અથવા ધર્મશાળા હોય કે ઉદ્યાનશાળા હોય, તે સર્વેય સ્થાનો માટે “ઉપાશ્રય’ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. વિહાર કરતા સંતોના નગરમાં આવવા પર તે નગરની ધર્મિષ્ટ અને ભાવુક જનતા ત્યાગી મહાત્માઓ તરીકે તેઓના દર્શન કરવા જતી, ત્યારે સંતો-નિગ્રંથો પણ શુદ્ધ ત્યાગ માર્ગ અને દયા ધર્મનો ઉપદેશ આપતા, ખુલ્લે આમ અંધશ્રદ્ધાનો કે નાસ્તિકવાદનો વિરોધ કરી, નિશ્ચિત આત્મવાદની સ્થાપના કરતાં હતાં, તેમજ લોક-પરલોક વિષે તથા સમસ્ત જીવરાશિ વિષે એક વ્યવસ્થિત વૈજ્ઞાનિક રીતથી સમજાવતા હતા. તે સાંભળી, વિચારીને ઘણા સરલ જીવો નિગ્રંથ મુનિઓની શ્રદ્ધા કરી વિશેષ પ્રકારના વ્રતો લેતા હતા, જેને શ્રમણોપાસક તરીકે ઓળખવામાં આવતા હતા. આ શ્રુતસ્કંધના બધા અધ્યયનોમાં અજ્ઞાનવાદ, અક્રિયાવાદ, હિંસાવાદનો સ્પષ્ટ નિરોધ કરી શુદ્ધ આસ્તિક માર્ગની સ્થાપના કરી છે અને એ પણ સ્પષ્ટ કર્યું છે કે નિગ્રંથો કોઈ પદાર્થ લેવા માટે કે સુખ મેળવવા માટે કે પરલોકમાં ઊંચીગતિ મળે એવા આશયથી ઉપદેશ ન આપે, ધર્મનું આખ્યાન ન કરે, પરંતુ ફક્ત કર્મની નિર્જરાના હેતુથી અને ખાસ કરીને પાપાશ્રવને રોકવા માટે, તેમજ શ્રોતાઓ પણ પાપાશ્રવથી મુક્ત થાય એ લક્ષ સામે રાખીને ઉપદેશ દેતા હતા. આવા નિગ્રંથોની આ શાસ્ત્રમાં ભૂરિ-ભૂરિ પ્રશંસા કરવામાં આવી છે. ખરેખર ! આ આગમની એક-એક પંક્તિમાં વીતરાગ માર્ગની ભવ્યતા ઝળકે છે અને જેમ રેતીના ઢગલામાં મોતી પડ્યા હોય તો નિરાળા ચમકે છે, તે જ રીતે આ ભાવો નિરાળા અધ્યાત્મ ત્યાગ અને વૈરાગથી ભરેલા ઝળકે છે અર્થાત્ મનને સ્પર્શ કરી જાય છે. બધા આગમોમાં અનંત તીર્થકરોની વાણીનો અને શાશ્વત G 25 ) Janication Intern For Private & Personal Use Only www.jainelibreorg
SR No.008754
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages286
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy