SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન—૫ ઃ આચારશૃત ઉત્થાનિકા : પાંચમુ અધ્યયન : આચારમ્રુત आदाय बंभचेरं च, आसुपणे इमं वरं । अस्सि धम्मे अणायारं, णायरेज्ज कयाइ वि ॥ શબ્દાર્થ :- આવાય = ગ્રહણ કરીને, સ્વીકાર કરીને વંશવેR = બ્રહ્મચર્યને આસુપળે = આશુપ્રજ્ઞ, કુશાગ્ર બુદ્ધિવાન રૂમ વડું = આ વચનોને અલ્સિ ધર્મો = આ ધર્મમાં અગયાર = અનાચારનું ળ = નહીં આરેખ્ખ = સેવન કરે. ભાવાર્થ :- કુશાગ્ર બુદ્ધિવાન સાધક આ અધ્યયનમાં કથિત વચનોને તથા બ્રહ્મચર્યને ધારણ કરીને આ જિનેશ્વર પ્રરૂપિત ધર્મમાં સ્થિત રહીને કદાપિ અનાચારનું સેવન ન કરે ॥૧॥ વિવેચનઃ Jain Education International પ્રસ્તુત ગાથામાં અનાચારોના ત્યાગની પવિત્ર પ્રેરણા આપી છે. आसुपण्णे:ì:-આશુપ્રજ્ઞ, કુશાગ્ર બુદ્ધિમાન. જેમ હંસની ચાંચ ક્ષીર-નીરનો ભેદ કરે, તેમ જે જડ-ચૈતન્યનો, સત્-અસત્નો, હેય-ઉપાદેયનો વિવેક કરી શકે તે કુશાગ્રબુદ્ધિવાન કહેવાય છે. તેવા સાધકો જ હેય તત્ત્વનો ત્યાગ અને ઉપાદેય તત્ત્વનો સ્વીકાર કરીને આત્મભાવમાં સ્થિર થઈ શકે છે. વંશવેર :- બ્રહ્મચર્ય. બ્રહ્મષિ, આત્મનિ પતિ કૃતિ બ્રહ્મચર્યઃ । આત્મ સ્વરૂપમાં વિચરણ–રમણ કરવું, તે બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યની પ્રાપ્તિ માટેના મુખ્ય ચાર ઉપાયોને પણ બ્રહ્મચર્ય કહે છે. ३ ૧૩૭ સત્યં બ્રહ્મ, તો બ્રહ્મ:, બ્રહ્મ રૂન્દ્રિયનિગ્રહઃ । सर्वभूतदया ब्रह्म, एतद् ब्रह्मलक्षणः ॥ d અર્થ– સત્ય, તપ, ઇન્દ્રિયનિગ્રહ અને સમસ્ત જીવો પ્રત્યે દયાભાવ, આ ચાર ગુણોની આરાધનાથી સાધક ક્રમશઃ વિભાવથી દૂર થઈને બ્રહ્મ સ્વરૂપી આત્મભાવમાં સ્થિર થાય છે, તેથી તે ચાર ગુણો બ્રહ્મચર્ય રૂપ છે. આ નિગ્રંથ પ્રવચનમાં સ્થિત થયેલા કુશાગ્ર બુદ્ધિવાન સાધકો આત્મભાવમાં સ્થિર થવા માટે આ અધ્યયનમાં કથિત ઉપદેશનો તથા બ્રહ્મચર્યનો સ્વીકાર કરીને અનાચારનો ત્યાગ કરે. એકાંતવાદ-અનાચાર : २ अणाइयं परिण्णाय, अणवदग्गे ति वा पुणो । सासयमसासए वा, इइ दिट्ठि ण धारए ॥ एहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जइ । एहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए ॥ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008754
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages286
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy