SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ] શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) વિવેચન : - પ્રસ્તુત સૂત્રમાં અધર્મપક્ષીની મનોવૃત્તિ તેની પ્રવૃત્તિ અને તેના પરિણામનું દિગ્દર્શન છે. વૃત્તિ-પ્રવૃતિ :- સામાન્ય કોટિના સર્વ મનુષ્યોનો અધર્મપક્ષમાં સમાવેશ થાય છે. તેઓ મોટી-મોટી આકાંક્ષાઓ રાખે છે. મહારંભી, મહાપરિગ્રહી અને અધર્મિષ્ઠ હોય છે. અઢારેય પાપસ્થાનોમાં આસક્ત રહે છે. સ્વભાવથી નિર્દય, દંભી, દગાબાજ, દુરાચારી, છળકપટમાં નિપુણ, અતિક્રોધી, અતિમાની, અતિસાહસી અને અતિરૌદ્ર હોય છે. નાની-નાની વાતમાં ક્રોધ કરીને પોતાનાં સ્વજનો અને અનુચરોને ભયંકર દંડ આપે છે. તે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ગાઢ આસક્ત અને કામ-ભોગોમાં રચ્યા-પચ્યા રહે છે. પરિણામ:- તે આ લોકમાં સદા દુઃખ, શોક, સંતાપ, માનસિક ક્લેશ, પીડા, પશ્ચાત્તાપ આદિથી ઘેરાયેલા રહે છે, અનેક પ્રાણીઓ સાથે વેર બાંધીને, વિષયભોગમાં અધિકાધિક આસક્ત બની કુકર્મ સંચિત કરીને પરલોકમાં જાય છે. ત્યાં નીચેની નરક ભૂમિમાં તેનો નિવાસ થાય છે, જ્યાં નિદ્રા, ધૃતિ, મતિ, રતિ, શ્રુતિ, બોધિ આદિ બધું લુપ્ત થઈ જાય છે. અસહ્ય વેદનાઓ અને યાતનાઓમાં જ તેનું દીર્ઘકાલીન જીવન વ્યતીત થાય છે. ત્યાર પછી પણ ચિરકાળ સુધી તે સંસારમાં પરિભ્રમણ કરે છે. બીજું સ્થાન ધર્મપક્ષ વૃત્તિ, પ્રવૃત્તિ, સુપરિણામ:५४ अहावरे दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिज्जइ इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहीणं वा संतेगइया मणुस्सा भवंति, तं जहा- अणारंभा अपरिग्गहा धम्मिया धम्माणुगा धम्मिट्ठा जाव धम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति, सुसीला सुव्वया सुप्पडियाणंदा सुसाहू सव्वाओ पाणाइवायाओ पडिविरया जावज्जीवाए जाव जे यावण्णे तहप्पगारा सावज्जा अबोहिया कम्मंता परपाणपरियावणकरा कज्जति ततो वि पडिविरया जावज्जीवाए । ભાવાર્થ :- ત્યાર પછી બીજા ધર્મપક્ષનું વિવરણ આ પ્રમાણે છે- આ મનુષ્યલોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશાઓમાં રહેતા કેટલાક પુરુષો ધર્મપક્ષને સ્વીકારે છે. તેમનો જીવન વ્યવહાર આ પ્રકારનો હોય છે, જેમ કે તેઓ અનારંભી અને અપરિગ્રહી, ધાર્મિક, ધર્મનું જ અનુસરણ કરનારા, ધર્મપ્રિય, ધર્મનું જ કથન કરનારા, ધર્મને જ ઉપાદેય રૂપે જોનારા, ધર્મમાં વિશેષ રૂપે તલ્લીન રહેનારા, ધર્મમાં આનંદ માનનારા, ધર્મનું સમ્યક આચરણ કરનારા, ધર્મ દ્વારા જ પોતાનું જીવન ચલાવનારા, સુશીલ, સવતી, આત્મ પરિતુષ્ટ અને શ્રેષ્ઠ જીવન જીવનારા હોય છે. તેઓ જીવન પર્યત પ્રાણાતિપાત યાવત મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢારે પાપોથી સર્વથા નિવૃત્ત હોય છે તથા તેવી અન્ય પણ સાવધકારી, બોધિબીજ નાશક, અન્ય પ્રાણીઓને પરિતાપજનક હોય તેવી સર્વ ક્રિયાઓથી જીવનપર્યત દૂર રહે છે. ५५ से जहाणामए अणगारा भगवंतो इरियासमिया भासासमिया एसणासमिया आयाणभंडमत्तणिक्खेवणासमिया उच्चार-पासवण-खेल-जल्ल-सिंघाण-पारिट्ठावणिया समिया मणसमिया वइसमिया कायसमिया मणगुत्ता वइगुत्ता कायगुत्ता गुत्ता गुत्तिर्दिया गुत्तबंभयारी अकोहा अमाणा अमाया अलोभा संता पसंता उवसंता परिणिव्वुडा अणासवा अगंथा छिण्णसोया णिरुवलेवा कंसपाई व मुक्कतोया, संखो इव णिरंगणा, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008754
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages286
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy