SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ આગમના અનુવાદનું કામ સોંપવા માટે પૂજ્ય ગુરુભગવંતો તથા ગુરુણીમૈયાઓએ મારી પસંદગી કરી તે બદલ હું મારી જાતને ધન્ય માનું છું. જોકે તીર્થકર કથિત, ગણધર રચિત, ગહન, અર્થપૂર્ણભાવોથી ભરપૂર આગમને યથાર્થ રૂપે સમજવા તેમના ભાવોને પામવા કે અનુવાદ કરી ગુર્જરી ભાષામાં રૂપાંતરિત કરવામાં હું અલ્પમતિ ઘણી જ નાની પડું, મારી બુદ્ધિ ટુંકી પડે, મારો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ વામણો જ પૂરવાર થાય, છતાં ગુરુજનોનું સોપેલું કામ પૂર્ણ કરવાનો મેં પ્રયાસમાત્ર કર્યો છે. વર્તમાને ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના ઉપલક્ષ્ય એક ભગીરથ જ્ઞાનયજ્ઞ આરંભાયો છે. ગોંડલ ગચ્છના ધબકતા પ્રાણ સમા સૌરાષ્ટ્ર કેસરી, સમન્વયકારી સંતરત્ન પૂજ્યપાદ ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે આ ભગીરથ જ્ઞાનયજ્ઞના મંડાણ થયા. મમ અનંત ઉપકારી, સંયમદાતા, તપસમ્રાટ, પૂજ્યપાદ ગુર્ભગવંત સ્વ. પૂ. રતિલાલજી મ.સા., ગુજરાત કેસરી વાણીભૂષણ પૂજ્યપાદ ગુરુભગવંત ગિરીશમુનિ મ.સા. આદિ સંતોની પાવન નિશ્રામાં, તેઓશ્રીની પ્રેરણા, માર્ગદર્શન તથા સાથ સહકારથી આ મહાન કાર્યનો દઢ સંકલ્પ થયો. આ દઢ સંકલ્પધારી, ઉદારતા, વિશાળતા અને ગંભીરતાના ત્રિવેણી સંગમ સમા વિશાળ પરિવાર ધારકમમ ઉપકારી ગુણીમૈયા પૂજ્યવરા મુક્તાબાઈ મહાસતીજી તથા સિદ્ધાંતનિષ્ઠ સતત ક્રિયાશીલ, વાત્સલ્યમૂર્તિ શિષ્યાવંદના લાડીલા મમ ગુણીમૈયા પૂજ્ય "સાહેબજી"(લીલમબાઈ મહાસતીજી) તથા આગમ પ્રકાશન માટે ભેખ ધરનારા, ધરખમ પુરુષાર્થ કરનારા મમ વડીલ ગુરુભગિની પૂજ્ય ઉષાબાઈ મ.સ. તથા તેમના પ્રેરણાબળે આ ભગીરથ કાર્યને સહર્ષ વધાવી લઈ, ત્રિયોગથી સાથ સહકાર આપનાર સમસ્ત મુક્તલીલમ' પરિવાર! કોના કોના નામ લખું? સર્વ સાધ્વીવૃંદના હૈયાનો એક જ નાદ સંભળાય છે કે "ગુરુપ્રાણના નામે આગમ પ્રકાશન થાય." બહોળા પરિવારના સર્વ સાધ્વીજીઓની યોગ્યતા અનુસાર સિદ્ધાંતોની સોપણી થઈ, સૌ કામે લાગ્યા, અનુવાદ થવા લાગ્યા પરંતુ સૌથી મહત્વનું કાર્ય છે સંપાદન કાર્ય ! આગમો માટે સંપૂર્ણ સંયમી જીવન સમર્પિત કરી દેનાર, અપ્રમત્તભાવે, અપૂર્વ 1 42 Je Education International Frivate & Pertena Use On www.jainerary
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy