SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ ] શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) ભાવાર્થ :-તે સાધુનું સૂત્રોચ્ચારણ, સૂત્રાનુસાર પ્રરૂપણ તેમજ સૂત્રનું અધ્યયન શુદ્ધ છે, જે શાસ્ત્રોક્ત તપનું અનુષ્ઠાન કરે છે, જે શ્રુત ચારિત્રરૂપ ધર્મને સમ્યકરૂપે જાણે છે અથવા જે ઉત્સર્ગના સ્થાને ઉત્સર્ગમાર્ગની અને અપવાદમાર્ગના સ્થાને અપવાદની પ્રરૂપણા કરે છે અથવા હેતુગ્રાહ્ય અર્થની હેતુથી અને આગમગ્રાહ્ય અર્થની આગમથી અથવા સ્વસમયની સ્વસમયરૂપે તેમજ પરસમયની પરસમયરૂપે પ્રરૂપણા કરે છે, તે જ પુરુષ આદેય વચનવાળા છે. તે જ શાસ્ત્રોનો અર્થ અને તદનુસાર આચરણ કરવામાં કુશળ હોય છે. તે અવિચાર પૂર્વક કાર્ય કરતા નથી. તે જ ગ્રંથમુક્ત સાધક સર્વજ્ઞકથિત સમાધિની વ્યાખ્યા કરી શકે છે. વિવેચન : આ અધ્યયનનો ઉપસંહાર કરતાં શાસ્ત્રકારે દશ ગાથાઓમાં ગુરુકુળવાસી સાધુ દ્વારા આચરિત ધર્મકથા અને ભાષા સંબંધી કેટલાક વિધિ–નિષેધ સૂત્રો રજૂ કર્યા છે. તે આ પ્રમાણે છે (૧) સાધુ પોતાની શક્તિ, પરિષદ અથવા વ્યક્તિ તથા પ્રતિપાદ્ય વિષયને સમ્યરૂપે જાણીને ધર્મનો ઉપદેશ આપે (૨) તે એવો ધર્મોપદેશ આપે કે જેનાથી સ્વપરને કર્મપાશથી મુક્ત કરી શકે (૩) પ્રશ્ન સાથે સંબંધિત વાતોને સારી રીતે વિચારી તેનો પૂર્વાપર અવિરુદ્ધ અને સંગત(યોગ્ય) ઉત્તર આપે (૪) પ્રશ્નોનો ઉત્તર આપતી વખતે શાસ્ત્રના યથાર્થ અર્થને છુપાવે નહિ (૫) શાસ્ત્રની સિદ્ધાંત વિરુદ્ધ વ્યાખ્યા ન કરે (૬) તે સર્વશાસ્ત્રજ્ઞતાનો ગર્વ ન કરે અને પોતાને બહુશ્રુત કે મહાતપસ્વી રૂપે પ્રસિદ્ધ ન કરે (૭) તે મંદબુદ્ધિ શ્રોતાની હાંસી-મજાક ન કરે (૮) કોઈ પ્રકારના આશીર્વાદ ન આપે. કારણ કે તેની પાછળ જીવહિંસા અથવા પાપબુદ્ધિની સંભાવના છે (૯) વિવિધ હિંસાજનક મંત્રપ્રયોગ કરીને પોતાના વાસંયમને દૂષિત ન કરે (૧૦) ધર્મકથા કરીને જનતા પાસેથી કોઈ પદાર્થના લાભ, સત્કાર કે પૂજા-પ્રતિષ્ઠા આદિની આકાંક્ષા(ઈચ્છા) ન કરે (૧૧) અસાધુ ધર્મોનો(ખોટા ધર્મનો) ઉપદેશ ન આપે, એવો ઉપદેશ આપનારની પ્રશંસા પણ ન કરે (૧૨) હાસ્યજનક કોઈપણ ચેષ્ટા ન કરે, કારણ કે ઘણું કરીને હાંસી અન્યને દુઃખિત કરે છે, જે પાપબંધનું કારણ છે (૧૩) સારભૂત વાત હોવા છતાં પણ તે કોઈના ચિત્તને દુઃખી કરનારી હોય તો તેવી વાત ન કહે (૧૪) વ્યાખ્યાનના સમયે ભૌતિક લાભ આદિથી નિરપેક્ષ (નિઃસ્પૃહ) તેમજ કષાયરહિત થઈને રહે (૧૫) સૂત્રાર્થના સંબંધમાં નિઃશંકિત હોવા છતાં પણ ગર્વ ન કરે, શાસ્ત્રના ગૂઢ શબ્દોની વ્યાખ્યા કરવાના સમયે અન્ય સંભવિત અર્થો પ્રકટ કરે (૧૬) પદાર્થોની વ્યાખ્યા વિભજ્યવાદ (નય, નિક્ષેપ, સ્યાદ્વાદ પ્રમાણ આદિ) દ્વારા વિશ્લેષણ સહ કરે (૧૭) સાધુ બે જ ભાષાઓનો પ્રયોગ કરે–સત્ય અને અસત્યામૃષાવ્યવહાર ભાષા](૧૮) રાગદ્વેષ રહિત થઈને ધનવાન અને નિર્ધનને સમભાવથી ધર્મનું કથન કરે (૧૯) વિધિપૂર્વક શાસ્ત્ર કે ધર્મની વ્યાખ્યા કરવા છતાં કોઈ વ્યક્તિ તેને વિપરીત સમજે તો સાધુ તેને મૂઢ, જડબુદ્ધિ અથવા મૂર્ખ કહીને તરછોડે નહિ, અપમાનિત, વિડમ્બિત કે દુઃખિત ન કરે (૨૦) થોડા શબ્દોમાં કહી શકાય તેવી વાતને નિરર્થક શબ્દોનો આડંબર કરીને વધારે નહિ (૨૧) સંક્ષેપમાં કહેવાથી ન સમજાય તેવી વાતને વિસ્તારથી કહે (રર) ગુરુ પાસેથી સાંભળીને પદાર્થોને સારી રીતે જાણીને સાધુ આજ્ઞા–શુદ્ધ વચનોનો પ્રયોગ કરે (૨૩) પાપનો વિવેક રાખીને નિર્દોષ વચન બોલે (૨૪) તીર્થકરોક્ત આગમોની વ્યાખ્યા પ્રથમ ગુરુ પાસેથી જાણી–અભ્યાસ કરી, પશ્ચાત્ તે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy