SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ | શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) | છે અને કપાયરહિત તે સુસાધક વીતરાગ પુરુષોની જેમ ઝંઝટ રહિત છે. जे यावि अप्पं वसुमं ति मंता, संखाय वायं अपरिक्ख कुज्जा । ___ तवेण वा हं सहिए त्ति मंता, अण्णं जणं पस्सइ बिंबभूयं ॥ શબ્દાર્થ -વસુi = સંયમી અને જ્ઞાની, કરણ = પરીક્ષા કર્યા વિના જ, વિમૂયં = પાણીમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબની જેમ નિરર્થક ગણે છે. ભાવાર્થ :- જે પોતાને સંયમી,જ્ઞાની માનીને, પોતાની પરીક્ષા કર્યા વિના જ કોઈની સાથે વાદમાં ઊતરે અથવા પોતાની પ્રશંસા કરે કે હું મહાન તપસ્વી છું, આ પ્રકારના અભિમાનથી મત્ત બનેલ સાધુ અન્યને પાણીમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબની જેમ નિરર્થક-તુચ્છ સમજે છે. एगंतकूडेण उ से पलेइ, ण विज्जइ मोणपयंसि गोत्ते । जे माणणद्वेणं विउक्कसेज्जा, वसुमण्णतरेण अबुज्झमाणे ॥ શબ્દાર્થ :- તે પ્રાંત જૂજ = પૂર્વોક્ત અહંકારી સાધુ એકાન્તરૂપે મોહમાં ફસાઈને, પત્તેઙ = સંસારમાં ભ્રમણ કરે છે, મોણપતિ નોરે વિજ = તે અભિમાની સંયમમાં અથવા સર્વજ્ઞના મતમાં નથી. મારે વિડદરા = જે માન પૂજા આદિ માટે પોતાના જ્ઞાન તપ આદિના વખાણ કરે, સન્માન પામીને મદ કરે છે, તે પણ સર્વજ્ઞ માર્ગના અનુગામી નથી, વસુમUUતરેખ અgફાવે = તે સંયમી હોવા છતાં અજ્ઞાની–મૂર્ખ છે. ભાવાર્થ :- અહંકારી સાધુ એકાંતે મોહયુક્ત બની સંસારમાં ભ્રમણ કરે છે. તે સર્વજ્ઞ પ્રણીત માર્ગના અનુગામી નથી. જે માન-સન્માન માટે પોતાના ગુણોની પ્રશંસા કરે છે તથા સંયમી હોવા છતાં પણ મૂર્ખ છે, પંડિત નહીં. - जे माहणे खत्तिय जाइए वा, तहुग्गपुत्ते तह लेच्छई वा । जे पव्वइए परदत्तभोई, गोत्ते ण जे थब्भइ माणबद्धे । શબ્દાર્થ ત પુરે = જે ઉગ્ર પુત્ર છે, તદ છઠ્ઠ ના = તેમજ જે લેચ્છક (લિચ્છવી) એટલે કે ક્ષત્રિય વિશેષ છે, જે પધ્વરૂપ પત્તોડું = જે દીક્ષા લઈને બીજા દ્વારા આપેલો આહાર કરે છે, જે માણબદ્ધ ગોતે ણ થલ્મઈ = જે અભિમાનપ્રાપ્ત થઈને ગોત્રનો ગર્વ કરતા નથી, તે જ સાચા સાધુ છે. ભાવાર્થ :- જે બ્રાહ્મણ, ક્ષત્રિય, ઉગ્ર પુત્ર, લિચ્છવી દીક્ષિત થઈ ગૃહસ્થ દ્વારા આપેલા આહારનું સેવન કરનાર છે, જે અભિમાનયોગ્ય સ્થાનોમાં પણ[પૂર્વની જ્ઞાતિ સંબંધિત|ઉચ્ચ ગોત્રનો મદ કરતા નથી, તે જ સર્વજ્ઞ કથિત યથાતથ્ય ચારિત્રમાં પ્રવૃત્ત સાધુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy