SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપકાર કર્યો લિપિકાળ લાવી. આગમ લખ્યા અને સાચવ્યા, તો આજે આપણી પાસે આવ્યા, આપણે તો ફક્ત તેમાંથી ઉદઘાટિત કરીને વીરમાર્ગમાં વિરતિની ગોદમાં સમાવવા માટેનો પ્રયત્ન પુરુષાર્થ કરવાનો છે. આજે તો કોમ્પ્યુટર યુગ આવી પહોંચ્યો છે. નાનકડો આ પ્રયત્ન પણ અમારી જેવા સામાન્ય વ્યક્તિને માટે પર્વતનો ભાર ઉપાડવા બરાબર લાગે છે. હતું તેમાંથી જ વાનગી રૂપે નવનીત સર્જાય તેમ આગમ પુસ્તકારૂઢ થઈને આપ સમક્ષ આવે છે. જરૂર આપણને ઉપકારનું નિમિત્ત બનીને ઉપાદાન શુદ્ધ કરાવીને તારશે તેવી ભાવનાથી સહેતુક અલ્પ પ્રયાસ થયો છે. પ્રસ્તુત સૂત્રમાં દ્રવ્યાનુયોગ મુખ્ય છે. દ્રવ્ય છ છે તેમાં જીવદ્રવ્યની મુખ્યતા છે. જીવદ્રવ્યમાં પણ માનવ પર્યાયનું જીવદ્રવ્ય અત્યંત મહત્ત્વતા ધરાવે છે. આજે પણ ધારે અને ધ્યાનમાં ધરબાઈ જાય તો એકાવતારી બની શકે, આ કલિયુગ પણ સત્યુગ બની શકે તેવો સુઅવસર છે. આ તો અણખેડેલું જાંગડ વનરાયનું જંગલ છે. વટેમાર્ગુ જંગલને જોઈ ડરી જાય તો પાછો ફરે પણ તે જ નિર્ભય બની અંદર પ્રવેશે તો સુંદર વૃક્ષો, તેના ફળો, માનવ જીવનની પુષ્ટિ દરેક રીતે કરી શકે તેવું છે. નીડર મુસાફર તે પૂરા જંગલને જોઈ બુદ્ધિમત્તા પૂર્વક તેનું વર્ગીકરણ કરે તો જંગલને મંગલ મહા ઉદ્યાનના રૂપમાં બનાવી શકે. જિંદગીભર સુખી થાય અને સર્વ મુસાફરો માટે વિશ્રાંતિ ગૃહ બનાવી દે. તેવી જ રીતે આ સૂત્રમાં માનવોની ખોપડીમાં ભરેલા કર્મના કઠિનતમ ભાવો અજ્ઞાનદશાના ઓળાઓ ઉતરેલ છે, તેઓનું જીવન જંગલ જેવું બન્યું છે. તેઓ માટે વીતરાગ પરમાત્માએ સ્વરૂપમાં પ્રવેશ કરી આપ્ત પુરુષ બની આગમનું આરામગૃહ આપણને અર્પણ કર્યું છે. સાવધાન બનો તો તમારું જીવન જંગલમાંથી નીકળી આરામગૃહ બની જશે. આ "આગમ" ફક્ત આદર્શ નમૂનો છે તમારે તેમ કરી તરવાનું છે. તો ચાલો ખોલીએ "આગમ" સૂયગડાંગ સૂત્ર. પહેલો જ અભ્યાસ, સમય નામનો છે. સમય = શિક્ષા, શાસન, ભેદવિજ્ઞાન. પહેલી ગાથામાં ઉપદેશ આપ્યો વુન્નતિ તિઽકૃિષ્ના બોધ પામો, બંધન તોડો. સ્વમાં વસો પરથી ખસો. જેને તમે જુઓ છો ધઠારો છો મઠારો છો તે તમે નથી. બહારથી અંદર આવો પુરુષાર્થ ઉપાડો અંદર આવવા માટે. વચ્ચે કર્મોના થરના થર જામી ગયા છે તેને વિદારી નાંખો, ઉખેડી નાંખો. "વૈતાલીય" છૂટું પાડો, છૂટું પાડવા તમારા આચરણનાં સાધનો લાવો. દસ પ્રકારની સમાચારીથી કુડા કચરા કાઢો. 27 sona "Woolnel bangjo |
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy