SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૩/ઉદ્દેશક-૪) ૧૮૩ | બતાવતાં કહે છે– વૈષયિક સુખને જ સુખ માની તમે વિવિધ સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં, આલીશાન બંગલાઓ બાંધવામાં, સુખ સાધનોને મેળવી લેવાની તલપ અને ધૂનમાં અહિંસા મહાવ્રતને તો નેવે મૂકી દીધું છે. વાતવાતમાં જીવહિંસાનો આશરો લો છો ! પોતાને દીક્ષિત તેમજ ભિક્ષાશીલ કહીને ગૃહસ્થો જેવું જ આચરણ કરો છો ! અસત્ય ભાષણમાં પ્રવૃત્ત થાઓ છો. સુખવૃદ્ધિ માટે અદત્ત-ચોરીનો આશ્રય લો છો. હાથી, ઘોડા, ઊંટ, જમીન, આશ્રમ આદિને પોતાની માલિકીમાં રાખો છો, તેના પર મમત્વ રાખીને પરિગ્રહનું સેવન પણ કરો છો. સુખપ્રાપ્તિની ધુનમાં રતિ-યાચના(કામની માગણી) કરનારી સ્ત્રીઓ સાથે કામસેવન પણ કરવું સંભવિત છે અને સુખસાધન આદિ મેળવવાની ધૂનમાં બેઈમાની પણ કરો છો. આ રીતે સર્વ પ્રસિદ્ધ પાંચે પાપશ્રવોમાં પ્રવૃત તમારે સંયમ ક્યાં રહ્યો? વાસના તૃપ્તિરૂપ સુખકર ઉપસર્ગ : एवमेगे उ पासत्था, पण्णवैति अणारिया । इत्थीवसं गया बाला, जिणसासणपरम्मुहा ॥ શબ્દાર્થ :- સ્થીનાં જય = સ્ત્રીના વશમાં રહેનારા, નિલીલા પરબ્યુ = જિનશાસનથી પરા મુખી, કોઈ પાર્થસ્થ. ભાવાર્થ :- સ્ત્રીઓના વશમાં રહેલાં, અજ્ઞાની, જિનશાસનથી પરાક્રમુખ અનાર્ય એવા કેટલાક પાર્થસ્થ આ રીતે (નિમ્નોક્ત ગાથાઓમાં કહેવામાં આવશે તેવી વાતો) કહે છે. १० जहा गंडं पिलागं वा, परिपीलेज्ज मुहुत्तगं । एवं विण्णवणित्थीसु, दोसो तत्थ कुओ सिया ॥ શબ્દાર્થ :- નદી = જેવી રીતે, હું = ફોડકી, પિતા વ = અથવા ફોડકાને, મુદત્તક = મુહૂર્તભર (થોડીવાર), પરિવર્તન્ન = દબાવવાથી, વિUણવત્થી = સમાગમની પ્રાર્થના કરનારી સ્ત્રીની સાથે સમાગમ કરવાથી, તલ્થ = આ કાર્યમાં, વસો = દોષ, વરુઓ લિયા ? = ક્યાંથી હોઈ શકે? ભાવાર્થ :- જેવી રીતે ફોલ્લા-ફોલ્લીને દબાવીને તેમાથી પરુ આદિ કાઢી નાંખવાથી મુહૂર્ત માત્રમાં– થોડીવારમાં જ શાંતિ થઈ જાય છે, તેવી રીતે સમાગમની પ્રાર્થના કરનારી સ્ત્રીઓની સાથે સમાગમ કરવાથી થોડીવારમાં જ શાંતિ થઈ જાય છે, આ કાર્યમાં દોષ શું હોઈ શકે ? जहा मंधादए णाम, थिमियं भुंजइ दगं । __ एवं विण्णवणित्थीसु, दोसो तत्थ कुओ सिया ॥ શબ્દાર્થ :- = જેવી રીતે, મંધાતા ગાન = ગાડર, થિનિ= હલાવ્યા વિના, રજ= પાણી, મુંગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy