SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૨/ઉદ્દેશક-૩ _. [ ૧૨૯ ] १५ શબ્દાર્થ :- માવાપુલાલ = ભગવાનના અનુશાસન એટલે કે આજ્ઞાને, સર્વે = સત્ય, સંયમ, તલ્થ = તે સંયમમાં, ૩વક્રમ = ઉદ્યોગ-ઉદ્યમ, વિનયમછરે = મત્સર રહિત થઈને, ૩૪ = ભિક્ષા, આદર = લાવે. ભાવાર્થ :- ભગવાનના અનુશાસન અર્થાત્ આજ્ઞા સાંભળીને તેમાં કહેલા સત્ય સિદ્ધાંતમાં અથવા સંયમમાં પરાક્રમ કરે. ભિક્ષુ સર્વત્ર મત્સર રહિત થઈને શુદ્ધ આહાર ગ્રહણ કરે. सव्वं णच्चा अहिट्ठए, धम्मट्ठी उवहाणवीरिए । गुत्ते जुत्ते सया जए, आय-परे परमायतट्ठिए ॥ શદાર્થ-દિકુ સર્વજ્ઞોક્ત સંવરનો આશ્રય લે, થમ્સદ્દી ધર્મનું પ્રયોજન રાખે, ૩વહીનવરિપ = તપમાં પોતાનું પરાક્રમ પ્રસરાવે, ગુરે નુત્તે = ગુપ્તિથી યુક્ત રહે, મન, વચન, અને કાયાથી ગુપ્ત રહે, બાયપર = પોતાના અને બીજાના વિષયમાં, ના = યત્ન કરે, પરમાતા = મોક્ષની અભિલાષા રાખે. ભાવાર્થ :- સાધુ બધા પદાર્થોને જાણી સર્વજ્ઞ કથિત સંવરનો આશ્રય લે. ધર્માર્થી રહે, તપ (ઉપધાન)માં પોતાની શક્તિ જોડે. મન, વચન, કાયાની ગુપ્તિથી યુક્ત રહે, સદા સ્વ–પર કલ્યાણના વિષયમાં અથવા આત્મપરાયણ થઈને યત્ન કરે અને પરમ આયત–મોક્ષના લક્ષ્યમાં સ્થિર થાય. વિવેચન : આ બન્ને માથામાં મોક્ષયાત્રી સાધુ માટે અગિયાર આચરણસૂત્રો બતાવ્યાં છે– (૧) સર્વશે કહેલા અનુશાસન એટલે કે શિક્ષા, આગમ અથવા આજ્ઞાને સાંભળે (૨) તે મુજબ સત્ય (સિદ્ધાંત અથવા સંયમ)માં પરાક્રમ કરે (૩) સર્વત્ર મત્સર રહિત-રાગદ્વેષ રહિત અથવા ક્ષેત્ર, ગૃહ, ઉપાધિ, શરીર આદિ પદાર્થોમાં લિપ્સા-આસક્તિ રહિત થઈ રહે (૪) શુદ્ધ ભિક્ષાચર્યા કરે (૫) હેય-શેય–ઉપાદેયને જાણીને સર્વજ્ઞકથિત સંવરનો જ આધાર લે (૬) ધર્મ સાથે જ પોતાનું પ્રયોજન રાખે (૭) તપસ્યામાં પોતાની શક્તિનો પ્રયોગ કરે (૮) ત્રણ ગુપ્તિઓથી યુક્ત થઈને રહે (૯) હંમેશાં યત્નશીલ રહે (૧૦) આત્મપરાયણ અથવા સ્વપરહિતમાં રત રહે (૧૧) પરમ આયત મોક્ષ રૂપ લક્ષ્યમાં દઢ રહે. સોશ્વ મવપુસસ :- મોક્ષયાત્રીને માટે સર્વપ્રથમ ભગવાનનું અનુશાસન શ્રવણ કરવું જરૂરી છે. ભગવાન મોક્ષના પરમ અનુભવી માર્ગદર્શક છે, તેઓ જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ યશ, શ્રી, સમગ્ર ઐશ્વર્ય તેમજ મોક્ષ આ છ વિભૂતિઓથી યુક્ત છે. તેઓ વીતરાગ તેમજ સર્વજ્ઞ છે, તેઓ નિષ્પક્ષ થઈને વાસ્તવિક મોક્ષમાર્ગ બતાવે છે. તેમની આજ્ઞાઓ અથવા શિક્ષાઓ (અનુશાસન) આગમોમાં સંગૃહિત છે. તેથી ગુરુ અથવા આચાર્ય પાસેથી તેમનું પ્રવચન (આગમ)સાંભળવું તે સૌપ્રથમ જરૂરી છે, સાંભળ્યા પછી જ સાધક શ્રેય–અશ્રેયનું જ્ઞાન કરી શકે છે. ત્તેિ તત્ય જુવનં :- સર્વજ્ઞોક્ત સત્ય-સંયમમાં પરાક્રમ કરે. જો શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy