SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-ર/ઉદ્દેશક–૩ ૧૨૩ | ૩ન્વેદિ પુસાર ખ:- બુદ્ધિમાન, દૂરદર્શી સાધકને કામત્યાગ માટે બે વાતોની પ્રેરણા આપી છે– (૧) સાધુએ પહેલેથી જ સાવધાન થઈને આ કામભોગોથી પોતાની જાતને દૂર રાખવી જોઈએ. (૨) કદાચિત્ પૂર્વે ભોગવેલા કામભોગ સ્મરણપટમાં આવી જાય અથવા ક્યારેક કામવાસના મનમાં ઉત્પન્ન થઈ જાય તો વિલંબ વિના તેના પર નિયંત્રણ કરવું જોઈએ. આત્માને આ રીતે અનુશાસિત (પ્રશીક્ષિત) કરવો જોઈએ કે "હે આત્મન્ ! હિંસા આદિ પાપકર્મોના કારણે પુણ્યહીન બનીને વળી કામભોગોનું સેવન કરીને અથવા કામભોગોની અભિલાષા કરીને નવાં કર્મો શા માટે બાંધે છે? તેનું દુષ્પરિણામ ભોગવવું અત્યંત દુ:ખદાયક છે. આ રીતે મનમાં કામના વિચારો આવતાં જ તેને દૂર કરી દે. પાપી જીવોની ગતિ તેમજ મનોદશા - जे इह आरंभणिस्सिया, आयदंड एगंत लूसगा। गंता ते पावलोगयं, चिररायं आसुरियं दिसं ॥ શબ્દાર્થ :- આમળસિયા = આરંભમાં–પાપકારી કાર્યમાંઆસક્ત, માથલંડ = આત્માને દંડ દેનારા, પ્રાંત તૂT = એકાંતરૂપે પ્રાણીઓના હિંસક છે, પાવન જયં = પાપલોક એટલે પાપફળ દાયી સ્થાન-નરકમાં, વિરરાય = લાંબાકાળ માટે, મતી = જાય છે, સાસરિય વિસ = આસુરી દિશા, દૂર દુઃખી પ્રાણીઓની દિશામાં જાય છે. ભાવાર્થ :- આ લોકમાં જે મનુષ્ય આરંભમાં આસક્ત, આત્માને દંડ દેનાર તેમજ એકાંત રૂપે હિંસક છે, તે લાંબાકાળ માટે આસુરી દિશા-કૂર અને દુઃખી પ્રાણીઓની દિશામાં અને પાપલોક–પાપફળદાયી સ્થાન(નરક)માં જાય છે. ण य संखयमाहु जीवियं, तह वि य बालजणे पगब्भइ । पच्चुप्पण्णेण कारियं, के दर्छ परलोगमागए ॥ શબ્દાર્થ :- નવિય = જીવનને, ન સંવયં = સંસ્કાર કરવા યોગ્ય નથી, સંધાય નહીં, જોડાય નહીં, તૂટેલું જીવન સાંધી શકાતું નથી, આદુ = સર્વજ્ઞોએ કહ્યું છે, તદવિ ય = તોપણ, વાતનો = મૂર્ખજન, પાછમ = પાપ કરવામાં ધૃષ્ટતા કરે છે. તેઓ કહે છે કે, વુિપણ રિય = મને તો વર્તમાન સુખ સાથે પ્રયોજન છે. ભાવાર્થ :- સર્વજ્ઞ પુરુષોએ કહ્યું છે આ જીવન સંસ્કૃત કરવા(જોડવા) યોગ્ય નથી, છતાં અજ્ઞાની મનુષ્ય પાપ કરવામાં ધૃષ્ટતા કરે છે. તેઓ કહે છે– વર્તમાન સુખ સાથે જ અમારે પ્રયોજન છે, પરલોકને જોઈને કોણ આવ્યું છે? વિવેચન : આ બે ગાથાઓમાંથી પહેલી ગાથામાં આરંભજીવી અથવા આરંભાશ્રિત સાધકોની દશાનું અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy