SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-રઉદ્દેશક-૧ ઘરે આવ ! તારા વિના અમે કેટલાં દુઃખી છીએ, તે તો તું જો. તું અમને દુઃખી કરીને ક્યું સ્વર્ગ મેળવીશ? સંયમથી વિચલિત કરવાનો આ એક ઉપાય છે. શાસ્ત્રકાર આ શબ્દોમાં વ્યક્ત કરે છે. ગર્ યતિ પુત્તરણ સાધુની સંસાર પક્ષે પત્ની રડી રડીને કહેવા લાગે- હે નાથ ! હે હૃદયેશ્વર ! હે પ્રાણવલ્લભ! તમારા વિના આખું ઘર સૂનું સૂનું લાગે છે. બાળકો તમારા વિના રડી રહ્યાં છે, જ્યારે જુઓ ત્યારે તમારા નામનું જ રટણ કર્યા કરે છે, તેઓને તમારા વિના જરાય ગમતું નથી. મારા માટે નહીં પણ આ નાનાં બાળકો પર દયા કરીને ઘરે ચાલો ! તમે ઘરે રહેશો તો આપના ઘરડાં માતાપિતાનું દિલ પણ ભર્યું ભર્યું રહેશે. તે સાધુની પત્ની અશ્નપૂર્ણ આંખોથી ગદ્ગદ્ થઈને કહે કે, "આપ ઘરે નહીં આવો તો હું અહીં જ પ્રાણત્યાગ કરીશ. તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. આટલા નિષ્ફર ન બનો" અથવા તેના ઘરડાં સ્વજનો રોઈ રોઈને કહે કે બેટા! એકવાર તો ઘરે આવ ! કુલદીપક પુત્રવિના ઘરમાં બધે અંધારું છે. અમારો વંશ, કુલ અથવા ઘર સૂનાસૂના છે. માત્ર એક પુત્રની અમારી મનોકામના પૂર્ણ કર !" ઉપસર્ગનો ત્રીજો પ્રકાર ન નિ ય જાઉં તાવિયા :- સાધુના સ્વજનો પ્રલોભનો ભર્યા મધુર શબ્દોમાં કહે કે તું અમારી વાત માનીને ઘરે ચાલ્યો આવ! અમે તારી સુખ સુવિધામાં પણ કચાશ રાખશું નહીં. તારી સેવામાં કાંઈ ખામી રહેશે નહીં. ઉત્તમોત્તમ નૃત્ય, ગાયન, વાદન, રંગરાગ આદિથી તારી પ્રસન્નતામાં વધારો કરશું. સુંદર, રસવંતા, સ્વાદિષ્ટ ખાનપાનથી તને સંતુષ્ટ કરશું. મનગમતા સુગંધિત પદાર્થોને કારણે તારા મનમાં જરા પણ કંટાળો આવશે નહિ, એક એકથી ચડિયાતી, સ્વર્ગની અપ્સરા જેવી, સુંદરીઓ તારી સેવામાં તત્પર રહેશે. તારા ઉપભોગ માટે બધા પ્રકારની સામગ્રીઓ એકઠી કરી આપીશું. ઉપસર્ગનો ચોથો પ્રકાર ન વેળાદિ વધવું ઘર - પ્રાર્થના પ્રલોભનથી સાધુ જ્યારે ડગે નહિ ત્યારે કૌટુંબિકજનો ભયનું અસ્ત્ર છોડે છે, તેને ડરાવે, ધમકાવે, મારે, પીટે અને બળજબરી કરી, દોરડાથી બાંધીને ઘરે લઈ જાય અથવા વચનબદ્ધ કરીને કે સ્વજનવર્ગ પોતે વચનબદ્ધ થઈ તેને ઘરે લઈ જાય છે. ઉપસર્ગનો પાંચમો પ્રકાર નેતિ ય... ગરિ પોષ - આટલું કર્યા પછી પણ જ્યારે સંયમી વિચલિત ન થાય તો સ્વજનવર્ગ શિખામણ આપતા કહે છે કે, માતાપિતા તેમજ પરિવારને દુઃખી, વિપત્ર, આર્થિક મુશ્કેલીયુક્ત તેમજ પાલનપોષણના અભાવમાં ત્રસ્ત બનાવી સાધુ બની જવું, એ ધર્મ નથી, પણ પાપ છે. તમે તો પ્રત્યક્ષદર્શી છો, ઘરની બધી પરિસ્થિતિનો તમને ખ્યાલ છે. તારા વિના આ ઘર બિલકુલ નષ્ટ થઈ જશે. તું દૂરદર્શી, સૂક્ષ્મદર્શી છો, જરા બુદ્ધિથી વિચાર કે તારા દ્વારા થતાં પાલન પોષણના અભાવમાં અમારી કેવી દુર્દશા થઈ જશે? આ સમયમાં દીક્ષા લઈ તેં આ લોક પણ બગાડ્યો, આ લોકનું કોઈપણ સુખ તે ન અનુભવ્યું અને હવે માતાપિતા તેમજ પરિવારના પાલન પોષણના પ્રથમ કર્તવ્યથી વિમુખ થઈને ! પરલોક પણ બગાડી રહ્યો છે. દુઃખી પરિવારનું પાલનપોષણ કરવું તે તારો પ્રથમ ધર્મ છે. આ પુણ્યના લાભને છોડીને પરલોકનું સુખ તને કેમ મળશે? તેથી ઘરમાં રહીને અમારું પાલન પોષણ કર ! આ અને આ પ્રકારના અનેક અનુકુળ ઉપસર્ગ સાધુને સંયમમાર્ગથી, સાધુપણાથી વિચલિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy