SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૪] શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) મૂછિત બને છે, એવુડ = હિંસાદિ પાપોથી નિવૃત્ત નથી, પર= તે મનુષ્યો, નોરં = મોહને, ગતિ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- હે પુરુષ! પાપકર્મથી ઉપરત-નિવૃત્ત થઈ જા, મનુષ્ય જીવન નાશવંત છે. જે માનવ આ સંસારમાં ફસાઈ જાય છે તથા વિષય ભોગોમાં મૂછિત બને છે અને પાપોથી નિવૃત્ત નથી થતા તેઓ મોહનીય કર્મનો સંચય કરે છે. जययं विहराहि जोगवं, अणुपाणा पंथा दुरुत्तरा । अणुसासणमेव पक्कमे, वीरेहिं सम्मं पवेइयं ॥ શબ્દાર્થ :- નચર્ય = હે પુરુષ ! યત્નાવાન બની,નોર્વ = સમિતિ અને ગુપ્તિથી ગુપ્ત થઈ, વિદાદિવિચરણ કર !, પુષT = સૂક્ષ્મ પ્રાણીઓથી યુક્ત, વંથા = માર્ગ, કુત્તર = ઉપયોગ વિના દુસ્તર હોય છે, પુલસાનેવ = શાસ્ત્રોક્ત રીતથી જ, પવને = સંયમનું અનુષ્ઠાન કરવું જોઈએ, વાર્દિક અરિહંતોએ, સમ = સમ્યક્ પ્રકારે, પવે = આ જ બતાવ્યું છે. ભાવાર્થ :- હે પુરુષ! તું યત્નાપૂર્વક, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત થઈ વિચરણ કર. સૂક્ષ્મ પ્રાણીઓથી યુક્ત માર્ગને ઉપયોગ કે યતના વિના પાર કરવો દુષ્કર, દૂસ્તર છે. શાસન-જિન પ્રવચનને અનુરૂપ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સંયમ માર્ગમાં પરાક્રમ કર ! બધા રાગદ્વેષ વિજેતા વીર અરિહંતોએ સમ્યક્ પ્રકારે આ જ બતાવ્યું છે. विरया वीरा समुट्ठिया, कोहाकायरियाइपीसणा । पाणे ण हणंति सव्वसो, पावाओ विरयाऽभिणिव्वुडा ॥ શબ્દાર્થ - વિરલ = જે હિંસા આદિ પાપોથી વિરત–નિવૃત્ત છે, વીરા = કર્મને દૂર કરવામાં જે વીર છે, સમુકિયા = આરંભને ત્યાગીને સંયમમાં સમુપસ્થિત છે, લોહારિયા = જે ક્રોધ અને કાતરિક-માયા આદિને દૂર કરનારા છે, માત્રુડા = તે પુરુષો મુક્તજીવ જેવા શાંત છે. ભાવાર્થ :- જે હિંસા આદિ પાપોથી વિરત છે, જે કર્મોને વિદારણ–વિનષ્ટ કરવામાં વીર છે, ગૃહ–આરંભ-પરિગ્રહ આદિનો ત્યાગ કરી સંયમપાલનમાં સમુસ્થિત–ઉધત છે. જે ક્રોધ અને માયા આદિ કષાયો તથા પરિગ્રહોને દૂર કરનારા છે; જે સર્વથા મન, વચન, કાયાથી પ્રાણીઓનો ઘાત કરતા નથી તથા જે પાપથી નિવૃત્ત છે; તે પુરુષ મુક્ત જીવની સમાન શાંત છે. વિવેચન : - આ ત્રણ ગાથાઓમાં સાધુઓને પાપકર્મથી દૂર રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. તેમાં પાપકર્મથી નિવૃત્તિ માટે નિમ્નોક્ત બોધસૂત્ર છે– ૧. જીવન નાશવંત છે, એથી પાપકર્મોથી દૂર રહો ! ૨. વિષયાસક્ત મનુષ્ય હિંસા આદિ પાપો કરી, મોહમૂઢ બની, કર્મસંચય કરે છે. ૩. સમિતિ, ગુપ્તિથી યુક્ત થઈ પ્રવૃતિ કરવાથી પાપકર્મનો બંધ થતો નથી. ૪. જે હિંસા આદિ પાપો તથા ક્રોધાદિ કષાયોથી વિરત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy