SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ The . ગુરુદેવ! આચાર પાળવા લાગે છે ઈષ્ટ, જેવો આમ્રરસ લાગે મિષ્ટ. અધ્યયન તેરમું: પરક્રિયા સપ્તિકા - બંને મિત્રોએ આચાર આમ્રવૃક્ષનું નિરીક્ષણ કર્યું. તેની અનુપ્રેક્ષા કરીને જોયું તો કાચી કેરી મોટી થઈ ગઈ હતી. તેના રસનું પરિવર્તન થઈ રહ્યું હતું. ગુરુદેવની શિક્ષાથી શિક્ષિત થયેલા બંને સર્વવિરતિ અણગાર સ્વાધ્યાય સિવાય કાંઈજ કરતા નહતા તેથી આમ્રવૃક્ષ નિર્વિઘ્ન વૃદ્ધિ પામ્યું. તેઓ હવે કેરી પાકવાની રાહ જોઈ રહ્યા હતા. આજે ગુરુદેવ ક્યા ઉપદેશનું રસપાન કરાવશે તે જિજ્ઞાસા લઈને જયણાપૂર્વક ગુરુદેવ પાસે આવીને વિનયપૂર્વક ચરણોમાં બેસી ગયા. ગુરુદેવ બોલ્યા- આજે તમોને ઉચ્ચકક્ષાનું પરક્રિયા વિષયક જ્ઞાન દેવું છે. સંસાર છોડવો સહેલો છે પણ સંસારીના સંબંધો છોડવા મુશ્કેલ છે. તમે સંસારનો ત્યાગ કર્યો ત્યારે નિર્ણય કર્યો હતો કે હું કોઈની સેવા લઈશ નહીં. - સાધુ-સાધ્વીનો શિરસ્તો છે કે બીજા દ્વારા પોતાના માટે કરાતી કર્મજનકક્રિયાની ઇચ્છા ન કરે કે બીજા પાસે કહીને પણ ન કરાવે. કદાચ કોઈ ગૃહસ્થ પગને સાફ કરે, પગ દબાવે, માલિશ કરે, તેલ, ઘી આદિ ચોપડે, મસળે, ચૂર્ણથી ઉબટન, લેપ કરે, ઠંડા કે ગરમ પાણીથી પગ ધૂએ વગેરે કોઈપણ ક્રિયા ગૃહસ્થ કરે તો તે કલ્પતું નથી. સાધુ તે ક્રિયામાં આસ્વાદિત થાય નહીં, વચનથી કહે નહીં, કાયા પર થતાં આવા કામની, સ્પર્શેન્દ્રિયના મુલાયમ સ્પર્શની મોજ માણે નહીં, કારણ કે મંતા BT વહુનોદના વર્ણાદિ સ્પર્શે બહુ લોભામણા હોય છે. તે લોભની જાળમાં ફસાઈ જવાય, તો અનર્થ સરજાય છે. જેમ ખેતરમાં થયેલા પાકને તીડ ખાઈ જાય છે. તેમ આચાર આમ્રવૃક્ષના ફળોને સુકુમારતાના દોષરૂપી તીડ ખાઈ જાય છે. ગૃહસ્થને આધીન બનેલો સાધક મોહોત્પાદક સ્પર્શોથી આસક્ત થઈ જાય. ત્યારે ગૃહસ્થો તેમના શરીર પર હાર, મુકુટ આદિ અલંકારો પહેરાવી શરીરને શણગારે છે, સાધુ જીવનમાં ન કલ્પ તેવી ક્રિયાઓ કરે છે, માટે તે સાધક! આવી કોઈ ક્રિયાને મનથી ઇચ્છવી નહીં, વચનથી કહેવું નહીં અને કાયાથી તેવું આચરણ કરવું નહીં. બીજું વિશેષમાં પગમાં કાંટો લાગ્યો હોય, પગમાં ઘાવ પડ્યો હોય, મેલ જામ્યો હોય, માથામાં જૂ, લીખ પડી જાય તો ગુહસ્થના ખોળામાં સૂઈને, શસ્ત્રક્રિયા કરાવવી નહીં, ગૃહસ્થ ઘણા જ લાડ લડાવીને આ ક્રિયાઓ કરે, તોપણ તેમ કરાવે નહીં. આ છે મુનિ જીવનમાં સમાધિ પ્રાપ્ત કરવાની સામગ્રી. તમે તેને અપનાવશો એટલે આમ્રફળ પાકવા લાગશે. આ પ્રમાણે શિષ્યોને આચારનું ભાન કરાવ્યું. શિષ્યો અવાક્ થઈ ગયા. ક્યારેય ( ). 45 / નાયક, થરા of B & Besson Use www.ainelibrandt
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy