SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ જેમ યુદ્ધના મેદાનમાં શૂરવીર યોદ્ધો શત્રુ પક્ષના હાથી પર શસ્ત્ર પ્રહાર કરે છે અને હાથી તે પ્રહારોને સહન કરીને અંતે વિજય પ્રાપ્ત કરે છે. જેમ વાયુના પ્રબળ વેગથી પર્વત ચલિત થતો નથી, તે જ રીતે સાધુ કોઈ પણ પરીષહને અકલુષિત ચિત્તથી પ્રશાંત ભાવથી સહન કરીને પ્રતિકૂળ પરિસ્થિતિમાં અકંપ રહીને વિજયને પ્રાપ્ત થાય છે. જે સહન કરે છે, તે જ સફળ થાય છે. ૩૪ તહાશય મિચ્છુ :- તથાભૂત ભિક્ષુ એટલે અનિત્યાદિ ભાવનાથી ભાવિત થઈને ગૃહબંધનથી મુક્ત, આરંભ પરિગ્રહના ત્યાગી તથા અનંત– એકેન્દ્રિયાદિ પ્રાણીઓ પ્રત્યે સંયમશીલ, અદ્વિતીય, જિનાગમના રહસ્યના જાણનાર, વિદ્વાન તેમજ એષણાથી યુક્ત વિશુદ્ધ આહારાદિથી જીવન નિર્વાહ કરનાર સાધુ. ચૂર્ણિકારના મતાનુસાર તીર્થંકર, ગણધર આદિ પૂર્વાચાર્યોના માર્ગે જે ગમન કરે છે, તે તથાગત કહેવાય છે. મળત સંગઃ- અનંત સંયત. સાધુ એકેન્દ્રિયાદિ અનંત જીવોની રક્ષામાં પ્રયત્નશીલ હોવાથી તે અનંત સંયત છે અથવા અનંત ચારિત્ર પર્યાયોથી યુક્ત હોવાથી અનંત સંયત છે. તહવ્વાäિ નળેહિં દીલિપ્ :- અસંસ્કારી, કલુષિત હૃદયવાળા, દરિદ્ર, અનાર્ય વગેરે બાળ જીવો સાધકને નિંદિત કે વ્યથિત કરે. સસદ્ાતા તિતિવદ્ પાણિ ઃ– બાળ જીવો અત્યંત પ્રબળતાથી કઠોર કે તીવ્ર, અમનોજ્ઞ શબ્દાદિના પ્રહાર કરે, આક્રોશપૂર્વક દુઃખો આપે, અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો આપે, તો આત્મજ્ઞાની મુનિ તેના પ્રત્યે મનથી પણ દ્વેષ કરે નહિ, અકલુષિત મનથી અર્થાત્ શાંત ચિત્તથી સહન કરે. પોતાના પૂર્વકૃત કર્મનું ફળ છે એમ સમજી સમતામાં સ્થિત રહે. સમભાવથી શુદ્ધિઃ ૪ : Jain Education International उवेहमाणे कुसलेहिं संवसे, अकंतदुक्खी तस थावरा दुही । अलूसए सव्वसहे महामुणी, तहाहि से सुस्समणे समाहिए ॥ શબ્દાર્થ :- વેદમાળે = ઉપેક્ષા કરતા અર્થાત્ મધ્યસ્થ ભાવનું આલંબન લેતાં, પરીષહ– ઉપસર્ગોને સહન કરતાં લત્તેäિ = ગીતાર્થ સાધકોની સાથે સંવસે = રહે મતદુવúી દુઃખ જેને અપ્રિય લાગે છે તેવા જુદી = દુ:ખી જીવોને અતૂસણ્ = કોઈ પણ પ્રકારે પરિતાપ નહિ આપતા સવ્વસદે = સર્વ પ્રકારના પરીષહાદિને સહન કરે તા હિ = તેથી જ સે મહામુળી = તે મહામુનિ સુક્ષ્મમળે – શ્રેષ્ઠ શ્રમણ સમાહિ - કહેલા છે. = = ભાવાર્થ:- પરીષહ, ઉપસર્ગોને સહન કરતા અથવા મધ્યસ્થ ભાવનું અવલંબન લેતા તે મુનિ અહિંસાદિ પ્રયોગમાં કુશળ, ગીતાર્થ મુનિઓની સાથે રહે. ત્રસ તેમજ સ્થાવર સર્વ પ્રાણીઓને દુઃખ અપ્રિય લાગે છે, તેથી તે દુઃખી જીવોને કોઈપણ પ્રકારનો પરિતાપ આપ્યા વિના પૃથ્વીની જેમ સર્વ પ્રકારના પરીષહ, ઉપસર્ગોને સહન કરે છે, તેથી તે મહામુનિને સુશ્રમણ-શ્રેષ્ઠ શ્રમણ કહ્યા છે. ५ શબ્દાર્થ : વિજ્ર = સમયજ્ઞ ર્ = વિનયવાન અપુત્તર = શ્રેષ્ઠ ધન્મય = ધર્મપદ—યતિધર્મમાં પ્રવૃત્તિ કરનારા વિળીયતહસ્ય = તૃષ્ણાને દૂર કરનાર ફ્લાયઓ = ધર્મધ્યાન કરનાર સમાધિયસ્સ = विऊ गए धम्मपयं अणुत्तरं, विणीयतण्हस्स मुणिस्स झायओ । समाहियस्सग्गिसिहा व तेयसा, तवो य पण्णा य जसो य वड्ढइ ॥ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy