SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ | શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ કિંદોરો, મુગટ, રત્નની માળાઓ આદિઆભૂષણો પ્રભુને પહેરાવ્યા. ત્યારપછી ગૂંથેલી, વેષ્ટિત કરેલી, ભરીને બનાવેલી, એક બીજાને જોડીને બનાવેલી આ ચાર પ્રકારની પુષ્પોની માળાઓથી ભગવાનને કલ્પવૃક્ષની સમાન અલંક્ત કર્યા. ત્યારપછી ઇન્દ્ર બીજીવાર મોટો વૈક્રિય સમુઘાત કર્યો, વૈક્રિય સમુઘાત કરીને એક હજાર પુરુષો દ્વારા વહન કરી શકાય તેવી ચંદ્રપ્રભા નામની શિબિકાની રચના કરી. તે શિબિકા વરુ, હરણ, બળદ, અશ્વ, નર, મગરમચ્છ, પક્ષી, વાનર, હાથી, – મૃગવિશેષ, સરભ- અષ્ટાપદ, ચમરીગાય, વાઘ, શાર્દૂલસિંહ આદિના ચિત્રો તથા વનલતા આદિ લતાઓના ચિત્રોથી ચિત્રિત, યંત્રો દ્વારા ફરતા અનેક વિદ્યાધર યુગલો(પુતળીઓ)થી શોભિત, રત્નોના હજાર કિરણોથી સુશોભિત, સૂર્યની જ્યોતિ સમાન દેદીપ્યમાન હતી. તેનું ચમકતું રૂપ અત્યંત શોભનીય, વર્ણનીય હતું. તે હજાર રૂપોથી સંપન્ન દેદીપ્યમાન તથા અત્યંત દેદીપ્યમાન હતી. તેનું તેજ આંખોને આંજી દે તેવું હતું. તે શિબિકા મોતીઓ અને મોતીઓની માળાઓથી યુક્ત, તપાવેલા સોનાના શ્રેષ્ઠ તોરણથી શોભાયમાન; હાર, અર્ધહાર આદિ આભૂષણોથી શણગારેલી અને અત્યંત દર્શનીય હતી. તેના પર પદ્મલતા, અશોકલતા, કુંદલતા આદિ તથા અન્ય અનેક પ્રકારની વનલતાઓ ચિત્રિત હતી. તે શિબિકા શુભ, સુંદર, કમનીય રૂપવાળી હતી. તેનો ઉપરનો ભાગ પંચરંગી અનેક મણિઓ, ઘંટાઓ અને પતાકાઓથી શોભિત હતો. આ પ્રમાણે તે શિબિકા સ્વયં શુભ, સુંદર, કમનીય, મનને પ્રસન્ન કરનાર, દર્શનીય અને અતિ સુંદર હતી. ० सीया उवणीया जिणवरस्स, जरमरणविप्पमुक्कस्स । ओसत्तमल्लदामा, जलथलयदिव्वकुसुमेहिं ॥ શબ્દાર્થ -નિપવરસ્ત = જિનેશ્વર માટે નરમરજિપમુસ= જરા અને મરણથી મુક્ત થવા માટે સીયા = શિબિકા ૩વળીયા = લાવવામાં આવી ગતિ-થતબદિં = જળ અને સ્થળમાં ઉત્પન્ન થનાર દિવ્ય પુષ્પો સત્તમત્તલામ = ગૂંથેલી માળાઓ બાંધી. ભાવાર્થ :- જરા, મરણથી મુક્ત જિનેશ્વર ભગવાન માટે શિબિકા લાવવામાં આવી. તે શિબિકા જળ અને સ્થળમાં ઉત્પન્ન થયેલા દિવ્ય પુષ્પો અને વૈક્રિય લબ્ધિથી બનાવેલી પુષ્પ માળાઓથી સુશોભિત હતી. २४ सिबियाए मज्झयारे, दिव्वं वररयणरूवचेवइयं । सीहासणं महरिहं, सपादपीठं जिणवरस्स ॥ શબ્દાર્થ :- વરરયળનવેવર્થ = શ્રેષ્ઠ રત્નોથી પ્રતિબિંબિત મરિ = બહુ મૂલ્યવાન સારું = પાદ પીઠિકા સહિતનું. ભાવાર્થ :- શિબિકાના મધ્યભાગમાં તીર્થકર ભગવાન માટે પાદપીઠ સહિત એક સિંહાસન બનાવ્યું હતું. તે સિંહાસન દિવ્ય, ઉત્તમ, રત્નોથી ચમકી રહ્યું હતું. स आलइयमालमउडो, भासुरबोंदी वराभरणधारी । खोमयवत्थणियत्थो, जस्स य मोल्लं सयसहस्सं ॥ શબ્દાર્થ :- મારફ મીનીડો = માળાઓ અને મુકુટથી અલંકૃત હોવાથી ભાશુરવી = જેનું શરીર દેદીપ્યમાન થઈ રહ્યું છે વર મરાધાર = શ્રેષ્ઠ આભૂષણોને ધારણ કરેલ હોયવસ્થfણયન્હો = સુતરાઉ વસ્ત્રો ધારણ કરેલા મોન્સ સાઇલ્સ = જેનું મૂલ્ય એક લાખનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy