SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અભિગમ ગોંડલ ગચ્છ શિરોમણી પૂ. શ્રી જયંતમુનિજી મ.સા. “આચારાંગ સૂત્રના બંને શ્રુતસ્કંધોનો સુમેળ પરમ પવિત્ર શ્રી પ્રથમ અંગ આચારાંગ સત્ર ઉપર જે કાંઈ વિચારાત્મક સામગ્રી છે, તે અહીં પ્રસ્તુત કરતાં તત્ત્વચિંતન માટે ઘણી ઉપયોગી થશે તેવી ધારણા છે. હાલ તુરંત દ્વિતીય શ્રુતસ્કંધ ઉપર લખવાનું છે, પરંતુ તે પહેલા એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉદ્ભવે છે તેની વિવેચના જરૂરી છે. પ્રથમ શ્રુતસ્કંધ અને દ્વિતીય શ્રુતસ્કંધ, બંને ખંડોમાં ખરેખર કોઈ મેળ ખાતો પરિસંવાદ નથી. બંનેના વિષય ભિન્ન છે, આંતર-બાહ્ય પરિસ્થિતિને સ્પર્શતી બંનેની નિરૂપણા લગભગ વિભિન્ન છે, ભાષામાં પણ ઘણો જ ભેદ દેખાય છે, પ્રાચીનતા અને અર્વાચીનતા જેવી ઝલક દેખાય છે, તેથી સહજ પ્રશ્ન થાય છે કે આ બંને વિભિન્ન વિષયોને પ્રથમ અંગમાં જ કેમ સ્થાન આપવામાં આવ્યું? અને બંને આચારાંગ તરીકે કેમ ખ્યાતિ પામ્યા? પ્રશ્નનો પ્રત્યુત્તર ઘણો જ ઊંડો છે, જેથી થોડો તલસ્પર્શી વિચાર કરીશું આખી જૈન સાધના, જૈન દર્શન કે નિગ્રંથ પ્રવચન બે ધારામાં પ્રવાહિત થયેલું છે, આવ્યંતર સાધના એટલે કષાયાદિક વિભાવોની વિમુક્તિ અને બાહ્ય સાધના એટલે સંપૂર્ણ રહન સહન, હલન-ચલન, બોલ-ચાલ, આહાર-પાણી, ભોજન આદિની વ્યવસ્થા, નિહાર અને વિહાર બંનેના નિયમો અને ઉપનિયમો. આગમ ગ્રંથોમાં તેના ઉપર સૂમ દષ્ટિપાત કરી, ઝીણામાં ઝીણી ક્રિયાઓ માટે વ્યવસ્થિત આદેશ–પ્રત્યાદેશનો ઉપદેશ કરવામાં આવ્યો છે. ખરું પૂછો તો બાહ્ય ક્રિયાઓ એ દેહાદિક યોગ સંબંધી ક્રિયાઓ છે જ્યારે આત્યંતર પરિણતિ શુદ્ધ કે અશુદ્ધ આત્મદ્રવ્ય સાથે જોડાયેલી સ્વાભાવિક કે વૈભાવિક પર્યાયો છે. બંને ક્રિયાઓ સાથે કોઈ મેળ જણાતો નથી. કડકમાં કડક સાધ્વાચાર પાળવા છતાં, તીવ્ર કાષાયિક ભાવોને કારણે આવા મહાત્માઓ દુર્ગતિ પામે છે જ્યારે કેટલાક સાધક આત્માઓ સહજ ભાવે શુદ્ધ પરિણતિનું અવલંબન કરી ઊર્ધ્વગતિ પામે છે, આવું હોવા છતાં જૈન દર્શનમાં કે જૈન શાસ્ત્રોમાં આચારકાંડ ઉપર ભારોભાર વજન આપવામાં આવ્યું છે અને શાસ્ત્રોના સેંકડો ચેહર આચારકાંડના સૂક્ષ્મ નિયમ-ઉપનિયમથી ભરેલા છે. આ દ્વિતીય શ્રુતસ્કંધ પણ તેમાંનો 22 Janication Intern For Private & Personal Use Only www.jainelibreorg
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy