SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૩: ઉદ્દેશક ૩ વા, १५ ते णं आमोसगा सयं करणिज्जं ति कट्टु अक्कोसंति वा जाव उद्दवेंति , वत्थं वा पायं वा कंबल वा पायपुंछणं वा आच्छिदेज्ज वा अवहरेज्ज वा, परिट्ठवेज्ज वा, तं णो गामसंसारियं कुज्जा, णो रायसंसारियं कुज्जा, णो परं उवसंकमित्तु बूया- आउसंतो गाहावई ! एए खलु आमोसगा उवगरणपडियाए सयं करणिज्जं ति कट्टु अक्कोसंति वा जाव परिट्ठवेंति वा । एयप्पगारं मणं वा वइं वा णो पुरओ कट्टु विहरेज्जा । अप्पुस्सुए जाव समाहीए तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । ભાવાર્થ -- ચોર પોતાની પ્રવૃત્તિ અનુસાર સાધુને આક્રોશ વચન કહે યાવત્ માર મારે, તેનો વધ કરવાનો પ્રયત્ન કરે અથવા સાધુના વસ્ત્ર, પાત્ર, કંબલ કે પાદપ્રોંચ્છનને ઝૂંટવી લે, ફાડી નાંખે, ફેંકી દે, તોપણ સાધુ ગામમાં જઈને લોકોને કે રાજાદિને ફરિયાદ કરે નહિ. તેમજ કોઈ ગૃહસ્થ પાસે જઈને પણ કહે નહિ કે હે આયુષ્યમાન ગૃહસ્થ ! આ ચોરોએ પોતાની દુષ્પ્રવૃત્તિ પ્રમાણે મારા ઉપકરણો ઝૂંટવી લેવા માટે મને માર્યો છે અને ઉપકરણાદિ દૂર ફેંકી દીધા છે. આવા વિચારો સાધુ મનમાં લાવે પણ નહિ, વચનથી તેને પ્રગટ કરે નહિ પરંતુ ઉત્સુકતા રહિત થઈને યાવત્ સમાધિ ભાવમાં સ્થિર થઈને યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. વિવેચનઃ ૧૭ પ્રસ્તુત સૂત્રોમાં ગ્રામાનુગ્રામ વિચરણ પ્રસંગે આવતી વિવિધ પરિસ્થિતિઓનું દિગ્દર્શન છે. પ્રાચીન કાલમાં વાહન વ્યવહારની વ્યવસ્થા અલ્પ હોવાથી એક ગામથી બીજા ગામમાં જવા માટે ઘણી વાર ગાઢ–વિકટ જંગલોને પસાર કરવા પડતા હતા. તે જંગલોમાં હિંસક પશુઓ તથા ચોર-ડાકુઓનો ભય રહેતો હતો, તેથી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં સાધુને પણ વિહારમાં હિંસક પશુઓ કે ચોર-ડાકુઓના ઉપદ્રવો થતાં હતા. માર્ગમાં હિંસક પશુઓ કે ચોર-ડાકુ સામે આવે, ત્યારે સાધુ પોતાની સંયમ મર્યાદામાં સાવધાન રહે, ભયભીત બને નહીં, સાવધપ્રવૃત્તિ કરે નહીં, વિરોધ કે ફરિયાદ આદિ કરે નહીં, પરંતુ સહનશીલ બનીને સંયમ ભાવમાં અને સમભાવમાં જ લીન રહે. પ્રસ્તુત સૂત્ર સાધુતાની ઉત્કૃષ્ટ સાધનાનું પરિચાયક છે. સાધુ સ્વયં નિર્ભય હોય છે અને સર્વ જીવોને અભયદાન આપે છે. સાધક સ્વયં અહિંસક ભાવમાં જેમ જેમ પરિપકવ થાય છે, તેમ-તેમ તેના અંતરમાં ભય સંજ્ઞાનો ક્રમશઃ નાશ થાય છે. જ્યારે સાધુમાં સંપૂર્ણ અહિંસક ભાવ પ્રગટ થાય, સર્વ જીવો પ્રતિ મૈત્રી ભાવ સાકાર થાય ત્યારે તે પૂર્ણતઃ નિર્ભય બની જાય છે. સર્વ સાધુઓ હિંસાના સંપૂર્ણ ત્યાગી હોવા છતાં તેમની સાધનાનું સ્તર એક સમાન હોતું નથી. સ્થવિરકલ્પી સાધુઓ પોતાની સમાધિ અને ક્ષમતાનો વિચાર કરીને પરિસ્થિતિ પ્રમાણે યથાયોગ્ય નિર્ણય લઈ શકે છે. શ્રી દર્શવકાલિક સૂત્રમાં પણ કહ્યું છે કે– Jain Education International साणं सूइयं गाविं, दित्तं गोणं हयं गयं । સડિમ્ભ તહ બુદ્ધ, પૂરો પરિવન્ત્ર્ ॥ –દશવૈકાલિક સૂત્ર અધ્યયન—૫/૧૨. સાધુ વિહાર સમયે માર્ગની જાણકારી મેળવીને જંગલી પશુઓ આદિના ભયથી તે ભયજનક માર્ગને છોડી દે છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy