SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ] શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ ભાવાર્થ :- નાવમાં બેઠેલા સાધુને નાવિક કહે કે– હે આયુષ્યમાન શ્રમણ ! આ નાવમાં ભરેલા પાણીને તમો હાથથી, પગથી, વાસણથી કે પાત્રથી તેમજ પાણી કાઢવાના ઉપકરણ વિશેષથી નૌકામાંથી ઉલેચી બહાર કાઢો. સાધુ નાવિકના આ વચનોનો સ્વીકાર કરે નહિ, પરંતુ મૌન રહે. १८ से णं परो णावागओ णावागयं वएज्जा- आउसंतो समणा ! एवं ता तुम णावाए उत्तिग हत्थेण वा पाएण वा बाहुणा वा ऊरुणा वा उदरेण वा सीसेण वा काएण वा णावा उस्सिचणण वा चेलण वा मट्टियाए वा कुसपत्तएण वा कुविदेण वा पिहेहि । णो से तं परिण्णं परिजाणेज्जा, तुसिणीओ उवेहेज्जा । શબ્દાર્થ :- સપત્તળ = કુશપત્ર-ડાભથી વિવેક = કમળપત્રથી ઉપદદિ = ઢાંકી ધો. ભાવાર્થ :- નાવમાં બેઠેલા સાધુને નાવિક કહે કે- હે આયુષ્યમાન શ્રમણ ! નાવમાં આ છિદ્ર પડ્યું છે તેને તમો તમારા હાથથી, પગથી, ભુજાથી, જાંઘથી, પેટથી, મસ્તકથી કે શરીરથી અથવા તો નાવના પાણીને ઉલેચવાના સાધનથી, વસ્ત્રથી, માટીથી, ડાભથી કે કમળપત્રથી ઢાંકી દ્યો. સાધુ નાવિકના આ કથનનો સ્વીકાર કરે નહિ પરંતુ મૌન રહે. | १९ से भिक्खू वा भिक्खुणी वा णावाए उत्तिंगेण उदगं आसवमाणं पेहाए, उवरुवरि णावं कज्जलावेमाणं पेहाए, णो पर उवसंकमित्तु एवं बूया- आउसंतो गाहावइ ! एयं ते णावाए उदयं उत्तिंगेण आसवइ, उवरुवरिं वा णावा कज्जलावेइ। एयप्पगारं मणं वा वायं वा णो पुरओ कटु विहरेज्जा । अप्पुस्सुए अबहिलेस्से एगंतगएणं अप्पाणं विओसेज्ज समाहीए । तओ संजयामेव णावासंतारिमे उदए आहारियं रीएज्जा । શબ્દાર્થ :- નવાણ = નાવનો ખ = છિદ્રમાંથી સર્વ = પાણીને આપવાનું પાપ = આવતું જોઈને ૩૧રવરિં = ઉત્તરોત્તર આવતા પાણીથી ગાવું = નાવને જનાવેલા = ભરાતી, ડૂબતી પણ = જોઈને પરં = બીજા ગૃહસ્થની વસમિg = પાસે જઈને ખરં = આ પ્રમાણે નાં વા વાય = મન કે વચનને પુરો ટુ ગોવિદા = મુખ્ય કરીને વિચરણ કરે નહિ અનુસુણ = શરીર કે ઉપકરણ પર મમત્વ રાખ્યા વિના અસ્તેિ = જેની વેશ્યા સંયમથી બહાર નથી પણM = રાગ, દ્વેષ રહિત થઈને ખાખ = આત્માને, મમત્વ ભાવને નિરેન્દ્ર = છોડીને સહs = રત્નત્રયમાં લીન થઈને. ભાવાર્થ:- નાવમાં બેઠેલા સાધુ કે સાધ્વી નાવના છિદ્રમાંથી આવતા પાણીને જોઈને, ઉત્તરોત્તર આવતા પાણીથી નાવને ભરાતી જોઈને, નાવિક પાસે જઈને આ પ્રમાણે કહે નહિ કે- હે આયુષ્યમ– ગૃહસ્થ ! તમારી આ નાવમાં છિદ્રમાંથી પાણી આવી રહ્યું છે, નાવ પાણીથી ઉત્તરોત્તર ભરાઈ રહી છે. આ પ્રમાણે મન કે વચનનો પ્રયોગ કર્યા વિના, શરીર તથા ઉપકરણો પરના મમત્વ ભાવને છોડીને, પોતાની લેશ્યાને–આત્મ પરિણામોને સંયમબાહ્ય પ્રવૃત્તિમાં જોડે નહીં અર્થાતુ સંયમ ભાવમાં સ્થિર રહીને, રાગ-દ્વેષથી રહિત થઈને, દેહરાગ છોડીને, સમાધિભાવમાં સ્થિત થાય, આ રીતે નાવ દ્વારા પાર કરવા યોગ્ય પાણીને યતનાપૂર્વક પાર કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy