SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૨ : ઉદ્દેશક-૩ अण्णयरं संथारगं ? तहप्पगारं संथारगं सयं वा णं जाएज्जा परो वा से देज्जा, फासुयं एसणिज्जं त्ति मण्णमाणे लाभे संते पडिगाहेज्जा । पढमा पडिमा । શબ્દાર્થ:જ્ઞૐ = ઇક્કડ નામના ઘાસનો સંથારો રુઢિળ = વાંસની છાલમાંથી બનેલો જંતુયં = તૃણમાંથી બનેલો પરત્ન = જેનાથી ફૂલાદિ ગૂંથવામાં આવે છે તેવું ઘાસ મોરનું = મોરપીંછ તખનું = ઘાસ વિશેષ(સોરĪ = કોમળ ઘાસ વિશેષ) સં - દુર્વામાંથી બનેલો ત્ત્તતં = ઘાસ વિશેષ પિપ્પલનું = પીપળાના પાનનો સંથારો પલાતમેં = પરાળનો સંથારો. = = ૧૩૧ ભાવાર્થ:- સાધુ કે સાધ્વીએ શય્યા-સ્થાન અને સંસ્તારક સંબંધી દોષોને છોડીને આ ચાર પ્રતિમાઓથી– અભિગ્રહોથી સંસ્તારકની એટલે દર્ભાદિ ઘાસની કે પાટ આદિની ગવેષણા કરવી જોઈએ. આ ચાર પ્રતિમાઓમાં પહેલી પ્રતિમા આ પ્રમાણે છે– સાધુ કે સાધ્વી પોતાના સંથારા-પથારી માટે આવશ્યક અને યોગ્ય(સૂકું) ઘાસ આદિના નામોલ્લેખ સાથે અભિગ્રહ ધારણ કરીને તેની યાચના કરે, જેમ કે– ઇક્કડ નામનું ઘાસ વિશેષ, કઢિણક-વાંસની છાલથી બનેલ સંથારો, જંતુક નામના ઘાસનો સંથારો, પરક-જેનાથી ફૂલાદિ ગૂંથવામાં આવે છે તેનો સંથારો, મોરગ-મોરપીંછથી બનેલો સંથારો, તેમજ તૃણ, કુશ, શર નામના ઘાસનો સંથારો(જેનો કૂચ બને છે.), પીપળાના પાનનો સંથારો અથવા પરાળનો સંથારો. આ ઘાસ આદિમાંથી જેને ગ્રહણ કરવાનો અભિગ્રહ કર્યો છે તે ઘાસનું નામ લઈને ગૃહસ્થને કહે કે– હે આયુષ્યમાન સગૃહસ્થ ભાઈ કે બહેન ! તમે મને આ સંથારામાંથી કોઈ સંથારો આપશો ? આ પ્રમાણે સંસ્તારકની સ્વયં યાચના કરે અથવા ગૃહસ્થ યાચના કર્યા વિના જ આપે તો સાધુ તેને પોતાની પ્રતિમા । અનુસાર પ્રાસુક અને એષણીય જાણીને ગ્રહણ કરે છે. આ પ્રથમ પ્રતિમા-પ્રતિજ્ઞા છે. १९ अहावरा दोच्चा पडिमा से भिक्खू वा भिक्खुणी वा पेहाए संथारगं जाएज्जा, तं जहा- गाहावई वा जाव कम्मकरिं वा । से पुव्वामेव आलोएज्जाआउसो ! ति वा भगिणी ! ति वा दाहिसि मे एत्तो अण्णयरं संथारगं ? तहप्पगारं संथारगं सयं वा णं जाएज्जा परो वा से देज्जा; फासुयं एसणिज्जं जाव કિશાહેન્ગા । લેન્ગ્વા ડિમા । ભાવાર્થ:- બીજી પ્રતિમા આ પ્રમાણે છે– સાધુ કે સાધ્વી સામે દેખાતા ઘાસ આદિને ગ્રહણ કરવાનો અભિગ્રહ ધારણ કરીને તેની યાચના કરે, જેમ કે– ગૃહસ્થના યાવત્ નોકરાણીના મકાનમાં રાખેલા સંથારાને જોઈને પહેલેથી જ આ પ્રમાણે યાચના કરે કે હે આયુષ્યમાન ગૃહસ્થ ભાઈ કે બહેન ! તમે મને આ(સામે દેખાતા) ઘાસ આદિમાંથી કોઈ ઘાસ આદિ આપશો ? આ રીતે પોતાના અભિગ્રહ પ્રમાણે સંથારાની સ્વયં યાચના કરે અથવા દાતા યાચના કર્યા વિના જ આપે, તો તેને પોતાની પ્રતિજ્ઞા અનુસાર પ્રાસુક તેમજ એષણીય જાણીને ગ્રહણ કરે. આ બીજી પ્રતિમા છે. Jain Education International २० अहावरा तच्चा पडिमा से भिक्खू वा भिक्खुणी वा जसुवस्सए संवसेज्जा जे तत्थ अहासमण्णागए, तं जहा- इक्कडे वा जाव पलाले वा, तस्स लाभे संवसेज्जा, तस्स अलाभे उक्कुडुए वा णेसज्जिए वा विहरेज्जा । तच्चा पडिमा । ભાવાર્થ:- ત્યાર પછી ત્રીજી પ્રતિમા આ પ્રમાણે છે– સાધુ કે સાધ્વી જે ઉપાશ્રયમાં રહે, તે For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy