SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૨: ઉદ્દેશક-૧ ૧૦૧ | पधोवेज्ज वा; णो तत्थ ऊसढं पगरेज्जा, तं जहा- उच्चारं वा पासवणं वा खेलं वा सिंघाणं वा वंतं वा पित्तं वा पूई वा सोणियं वा अण्णयरं वा सरीरावयवं । केवली बूया- आयाणमेयं । से तत्थ ऊसढं पगरेमाणे पयलेज्ज वा पवडेज्ज वा, से तत्थ पयलमाणे पवडमाणे वा हत्थं वा जाव सीसं वा अण्णयरं वा कायंसि इंदियजायं लूसेज्जा, पाणाणि वा भूयाणि वा जीवाणि वा सत्ताणि वा अभिहणेज्ज वा जाव ववरोवेज्ज वा। अह भिक्खूणं पुव्वोवदिट्ठा एस पइण्णा जाव जं तहप्पगारे उवस्सए अंतलिक्खजाए णो ठाणं वा सेज्ज वा णिसीहियं वा चेएज्जा । શબ્દાર્થ :- સંતતિઉગાલિ = આકાશ જાત, ચોતરફ ખુલ્લા આકાશવાળા, પાળીકે દિવાલવિનાના, છત રૂપ સ્થાનમાંગલ્ય આહા હું હં = કોઈ વિશેષ પરિસ્થિતિ વિના, સામાન્ય રીતે. સિથ = કોઈ કારણથી તે ગ્રહણ કરી લીધું હોય તો મોવિયા વા સોવિયા = પ્રાસુક ઠંડા પાણીથી કે ગરમ પાણીથી નો ૩છોત્તેજ઼ વા થોરા = ધુએ નહિ કે વારંવાર સાફ કરે નહિ રઢ નો પરેજા = શરીરનું ઉત્સર્જન કૃત્ય અર્થાત્ મળ-મૂત્ર આદિ વિસર્જન કરે નહિ ૩ષાર = વડીનીત પાસવ= લઘુનીત હેત = કફલિયાખ = લીંટ વૉ = વમન પિત્ત = પિત્ત પૂરું = પરુ પર્સન = લપસી જાય કે પવન = પડી જાય. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ઉપાશ્રયના વિષયમાં એમ જાણે કે આ ઉપાશ્રય, થાંભલા ઉપર છે, વાંસના માંચડા ઉપર છે, બીજા-ત્રીજા આદિ માળ ઉપર છે અથવા પ્રાસાદની ઉપર કે મહેલની ઉપર છે અથવા આવા પ્રકારની કોઈ પણ ઊંચાઈ ઉપર ચારે તરફથી ખુલ્લું સ્થાન છે, તો ત્યાં કોઈ વિશેષ કારણ વિના સાધુ-સાધ્વી સ્થાન ગ્રહણ કે શયનાસયન આદિ કરે નહિ. કદાચ કોઈ અનિવાર્ય કારણવશ તેવા સ્થાનમાં રહેવું પડે તો ત્યાં સાધુ-સાધ્વી પ્રાસુક ઠંડા પાણીથી કે ગરમ પાણીથી હાથ, પગ, આંખ, દાંત કે મુખ એકવાર કે વારંવાર ધુએ નહિ; મળ-મૂત્રાદિનો ત્યાગ કરે નહિ; તેમજ ત્યાં કફ, નાકનો મેલ, વમન, પિત્ત, પરુ, લોહી વગેરે શરીરના કોઈ પણ અવયવના મેલનો ત્યાગ કરે નહિ. કેવળી ભગવાને કહ્યું છે કે– આ સર્વ કર્મબંધનું કારણ છે. સાધુ ઉપરથી મળ ત્યાગાદિ કરવા જતા લપસી જાય કે પડી જાય, ઉપરથી લપસવાના કે પડવાના કારણે તેના હાથ, પગ, મસ્તક કે શરીરના કોઈ પણ અવયવ કે ઇન્દ્રિય પર ચોટ લાગે, પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોની હિંસા થાય યાવત તે જીવો પ્રાણ રહિત થઈ જાય, તેથી તીર્થકરોએ સાધુ, સાધ્વીને માટે પહેલાંથી જ આ પ્રતિજ્ઞા યાવતુ ઉપદેશ આપ્યો છે કે આ પ્રકારના ઊંચા અને ચોતરફથી ખુલ્લા સ્થાનમાં સાધુ-સાધ્વીઓએ રહેવું નહિ, શયન-આસન વગેરે કરવા નહિ. વિવેચન : - પ્રસ્તુત સૂત્રમાં સાધુને વિશેષ કારણ વિના ઊંચાઈ પર આવેલા, ચોમેર ખુલ્લા સ્થાનમાં રહેવાનો નિષેધ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy