SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાંથી અપ્રસ્તુત અર્થનો નિષેધ કરીને પ્રસ્તુત અર્થને ગ્રહણ કરવામાં આવે છે. આ શૈલી ન્યાયશાસ્ત્રમાં પ્રશસ્ત માનવામાં આવી છે. દ્વિતીય ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિઓનું નિર્માણ કર્યું છે. નિર્યુક્તિઓ સૂત્ર અને અર્થનો નિશ્ચિત અર્થ બતાવતી વ્યાખ્યા છે. નિશ્ચયથી અર્થનું પ્રતિપાદન કરનાર યુક્તિ તે નિર્યુક્તિ છે. જર્મન વિદ્વાન શારપેન્ટિયરે નિયુક્તિની પરિભાષા કરતા લખ્યું છે કે નિર્યુક્તિ શાસ્ત્રના પ્રધાન ભાગનું કેવળ અનુક્રમણિકાનું કામ કરે છે. તે વિસ્તારવાળી સર્વ ઘટનાઓનો સંક્ષેપથી ઉલ્લેખ કરે છે. ડૉકટર ધાટકે એ નિર્યુક્તિઓને ત્રણ ભાગમાં વિભક્ત કરેલ છે– (૧) મૂળ નિર્યુક્તિઓ, જેમાં કાળના પ્રભાવથી કંઈપણ જોડાયું નથી, જેમ આચારાંગ અને સૂયગડાંગની નિયુક્તિઓ. (૨) જેમાં મૂળ ભાષ્યોનું મિશ્રણ થઈ ગયું છે, છતાં પણ તે વ્યવચ્છેદ્ય છે, જેમ દશવૈકાલિક અને આવશ્યક સૂત્ર આદિની નિયુક્તિઓ. (૩) જેને આજ કાલ ભાષ્ય કે બૃહદ્ભાષ્ય કહે છે તે નિર્યુક્તિઓ છે. જેમાં નિર્યુક્તિ અને ભાષ્યમાં એટલું મિશ્રણ થઈ ગયું છે કે તે બંનેને અલગ અલગ કરી શકાય તેમ નથી. જેમ કે બૃહત્કલ્પ, વ્યવહાર અને નિશીથ આદિની નિયુક્તિઓ. આ વર્ગીકરણ વર્તમાનમાં જે નિર્યુક્તિ સાહિત્ય ઉપલબ્ધ છે તેના આધારે કરેલ છે. દશ આગમોની નિયુક્તિઓની રચના થઈ છે. તે આ પ્રમાણે છે(૧) આવશ્યક (૨) દશવૈકાલિક (૩) ઉત્તરાધ્યયન (૪) આચારાંગ (૫) સૂત્રકૃતાંગ (૬) દશાશ્રુતસ્કંધ (૭) બૃહત્કલ્પ (૮) વ્યવહાર (૯) સૂર્યપ્રજ્ઞપ્તિ (૧૦) ઋષિભાષિત. ઉત્તરાધ્યયન નિયુક્તિ પછી અને સૂત્રકૃતાંગની નિર્યુક્તિની પહેલાં આચારાંગ નિર્યુક્તિની રચના થઈ છે. તેમાં સહુથી પ્રથમ સિદ્ધોને નમસ્કાર કરીને આચાર, અંગ, શ્રુત, અંધ, બ્રહ્મ, ચરણ, શસ્ત્રપરિજ્ઞા, સંજ્ઞા અને દિશા પર નિક્ષેપ દૃષ્ટિથી ચિંતન કર્યું છે. ચરણના છ નિક્ષેપ છે, દિશાના સાત નિક્ષેપ છે અને શેષ ચાર- ચાર નિક્ષેપ છે. આચારના પર્યાયવાચી એકાર્થક શબ્દોનો ઉલ્લેખ કરતા આચારાંગના મહાભ્યનું પ્રતિપાદન કર્યું છે. આચારાંગના નવ જ અધ્યયનનો સાર સંક્ષેપમાં કહ્યો છે. શસ્ત્ર અને પરિજ્ઞા આ શબ્દો પર નામ, સ્થાપના આદિ નિક્ષેપોથી ચિંતન કર્યું છે. 3 480 Je Education International Frivate & Pertena Use On www.jainerary
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy