SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રમાં તુલનાત્મક સાધનાપક્ષ : તથાગત બુદ્ધ સાધનાના ઉષાકાળમાં ઉગ્રતમ તપસાધના કરતા રહ્યા પરંતુ તેનાથી તેને આનંદની પ્રાપ્તિ થઈ નહિ. તેથી તેઓ ઉગ્ર તપસાધનાનો ત્યાગ કરીને ધ્યાનનું આલંબન લીધું. તેનો અભિમત એ બની ગયો કે ઉગ્ર તપસાધના ધ્યાન સાધનામાં બાધક છે. આચારાંગમાં પ્રભુ મહાવીરની ધ્યાન સાધનાનું જે શબ્દચિત્ર મળે છે તે ઘણું જ કઠોર હતું. પ્રભુ મહાવીર ચાર–ચાર માસ સુધી એક જ જગ્યાએ સ્થિર થઈને સાધના કરતા હતા. તેઓએ છ મહિના સુધી આહાર–પાણી ગ્રહણ કર્યા ન હતા. છતાં તેઓની તે સાધના ધ્યાનમાં બાધક નહિ પરંતુ સાધક હતી. પ્રભુ મહાવીર હંમેશાં ધ્યાન સાધનામાં લીન રહેતા હતા. તેઓએ તેમની શ્રમણ સંઘની જે આચારસંહિતા અપનાવી તે પણ અત્યંત ઉગ્ર તપસાધના યુક્ત હતી. શ્રમણના અશન, વસન(વસ્ત્ર), પાત્ર, નિવાસ સ્થાનના વિષયમાં આ નિયમો બતાવ્યા કે શ્રમણના નિમિત્તે જો કોઈ વસ્તુ બનાવવામાં આવી હોય કે જૂની વસ્તુના નવા સંસ્કાર કર્યા હોય અર્થાત્ તેને વ્યવસ્થિત કરી હોય તો પણ તે સાધુને ગ્રાહ્ય નથી. તે ઉદ્દિષ્ટ ત્યાગી છે.(પોતાના ઉદ્દેશ્યથી બનાવેલી ન હોવી જોઈએ). જો તેને અનુદિષ્ટ મળી જાય અને ઉપયોગી હોય તો તેને ગ્રહણ કરી શકે છે. જૈન સાધુ અન્ય બૌદ્ધ અને વૈદિક પરંપરાના ભિક્ષુઓની જેમ કોઈના ઘરનું ભોજનનું નિમંત્રણ પણ સ્વીકારતા નથી. બૌદ્ધ સાહિત્યમાં બૌદ્ધ શ્રમણોના માટે જગ્યાએ જગ્યાએ આવાસના કારણરૂપ વિહારોના નિર્માણનું વર્ણન છે. વૈદિક પરંપરાના તાપસોના માટે આશ્રમોની વ્યવસ્થા બતાવી છે પરંતુ જૈન શ્રમણોને માટે કોઈ પણ પ્રકારના નિવાસ-સ્થાનના નિર્માણનો નિષેધ કર્યો છે. જો તેના નિમિત્તે નિર્માણ થયું હોય તો તેમાં શ્રમણ રહી શકતા ન હતા. બૌદ્ધ ભિક્ષુઓના માટે વસ્ત્ર ગ્રહણ કરવું અનિવાર્ય હતું. શ્રમણોના માટે ખરીદ કરીને ગૃહસ્થ જો વસ્ત્ર આપતા તો તેને તથાગત બુદ્ધ સહર્ષ સ્વીકારતા હતા. બુદ્ધ શ્રમણોના નિમિત્તે આપવામાં આવેલા વસ્ત્રોને ગ્રહણ કરવાનું યોગ્ય માન્યું હતું. પરંતુ જૈન શ્રમણો તેના નિમિત્તે બનાવેલ–ખરીદેલ વસ્ત્રને ગ્રહણ પણ કરી શકતા ન હતા તેમજ બહુમૂલ્ય ઉત્કૃષ્ટ–શ્રેષ્ઠ વસ્ત્રોને ગ્રહણ કરતા નહતા. ઉનાળાદિમાં વસ્ત્ર ધારણની આવશ્યકતા ન હોય તો તે વસ્ત્ર પહેરતા નહિ. જો જરૂરત હોય તો લજ્જા નિવારણ માટે = 45 Je Education International Frivate & Pertena Use On www.jainerary
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy