SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧, ૪૨૧ | પણ જીવનનાં મહત્વના અંગો જેવા કે ચિત્ત, બુદ્ધિ, મન, પ્રાણ ઈન્દ્રિયો વગેરે બધાવિકૃત થઈ ગયાં હોય, વિકૃતિના અધ્યાસથી ટેવાયેલાં હોય, ત્યાં આ વાત સાધક વિચારે તોયે સહસા હૃદયગ્રાહ્ય ન થાય. એટલે જ પ્રથમ અહીં દર્શાવેલ છે કે પદાર્થો, ઉપયોગિતાની દષ્ટિએ જ વાપરી શકાય અને ઉપયોગિતાનું ભાન તો સહજ રીતે થાય. જ્યાં સહજતા હોય ત્યાં ઉશ્કેરાટ ન હોય, ઉદીરણાયે ન હોય. આવા સંસ્કારો વિચાર અને ક્રિયા દ્વારા જેમ જેમ ઘડાતા જાય તેમ તેમ નૈસર્ગિક જીવન બનતું જાય, નૈસર્ગિક જીવનની સાધના કરાવે એ ધર્મ અને નૈસર્ગિક જીવન જિવાડે એ સંયમ. (ઉદ્દેશક ૬, સૂત્ર ૪) ઉપયોગિતાની દષ્ટિએ દેહરૂપી સાધનનો જે સંયમીએ ઉપયોગ કર્યો છે તેને એ સાધનજીર્ણ થયે મોહ ન હોય એ સ્વાભાવિક છે. અણસણ એ એક છેલ્લી કસોટી છે. જીવનસાધનામાં એ સાધકે કેટલું મેળવ્યું એ આ પ્રસંગથી સહેજે મપાઈ રહે છે પણ સત્યાર્થી, આત્મલક્ષી, વીર અને ધીર એવા વિશેષણો વાપરી એવા જ પુરુષો તે પરીક્ષામાં પાર ઊતરે છે અને તેવા સાધકને અણસણ શ્રેયસાધક બને છે બીજાને નહિ, એમ સૂત્રકારે કહ્યું છે. એનો સારાંશ એ છે કે અણસણથી મૃત્યુને ભેટવું એ જેને સહજ હોય તે જ એનું શરણ લે. (ઉદ્દેશક ૭, સૂત્ર ૧) વસ્ત્રત્યાગ કરો કે ધારણ કરો, માત્ર તે ક્રિયા તો સાધન છે, તેનું ક્ષણે ક્ષણે ભાન રહેવું ધટે. વસ્ત્ર ધારણ કરવાં જ જોઈએ, નહિ તો આદર્શન ગણાય, તેમ જ વસ્ત્ર ત્યાગવાં જ જોઈએ તો જ મુક્તિ મળે, આ બન્ને આગ્રહોમાં સત્યનો અપલાપ છે. તેથી જ સૂત્રકાર કહે છે કે, વસ્ત્ર ત્યાગ કે વસ્ત્રધારણ એ માત્ર બાહ્ય વ્યવહાર તો એક સાધન માત્ર છે. જેમ જેમ ભૂમિકા ફરે તેમ તેમ તેમાં પલટો થાય એ સ્વાભાવિક છે, થવો પણ જોઈએ, એને એક જ સ્વરૂપે પકડી રાખવામાં ઊલટું ધ્યાન હણાય છે. માટે કહ્યું છે કે સાધકને ક્યારેક વસ્ત્ર હોય ક્યારેક અચલ થાય, બંને ધર્મો આત્માને હિતકારી છે. આ જાણી જ્ઞાની કોઈ સ્થિતનું દુઃખ ન કરે.-(ઉત્તરા. અ.ર.) દા. ત. જે સાધક સમાજની ચાલી આવતી રૂઢિને વશ થઈને કે પ્રશંસા ખાતર કે એવા બીજા કોઈ કારણને વશ થઈને વસ્ત્ર ત્યાગી શકે છે પણ અભિમાન કે કદાગ્રહ ત્યાગી શકતો નથી, એ સાધક આ જાતનો બાહ્ય ત્યાગ કર્યાથી કઈ શાંતિ મેળવી શકવાનો? સારાંશ કે બાહ્ય ત્યાગ આંતરિક ઉપાધિ ઘટાડવાની દષ્ટિએ ઉપયોગી છે. આંતરિક ઉપાધિ તો સમજ અને શક્તિપૂર્વક કરાયેલા ત્યાગથી જ ઘટી શકે. એટલે જ્યાં સુધી તેવી સ્થિતિ રહેતી હોય ત્યાં સુધી જ ત્યાગ પથ્ય બને છે અને શક્તિ કે સમજ વિનાનો ત્યાગ પ્રાયઃ દંભ, માયા અને પતનના કારણભૂત બની રહે છે, આ વાત ચિંતનીય છે. (ઉદ્દેશક ૭, સુત્ર ૩) સુત્રકાર પ્રતિજ્ઞા પર ભાર મૂકતા કહે છે કે પ્રતિજ્ઞા એ સંકલ્પબળ વધારવાનું પ્રબળ સાધન છે. સાધકની સાધનામાં પ્રતિજ્ઞા એ સહચરી જેવું કાર્ય કરે છે. રખે એ કોઈ પ્રતિજ્ઞાને બંધનરૂપ માનીને અવગણે! જે સાધકો પ્રતિજ્ઞાને પરતંત્રતા માની દૂર રહ્યા છે, તેમાંના અપવાદ બાદ કરીએ તો તે લગભગ સ્વચ્છંદતા અને ઉશૃંખલતાનાં ચક્રોમાં ફસાઈને સ્વતંત્ર નહિ પણ પ્રકૃતિ અધીન બની પતન પામ્યા છે. પણ આટલું સાંભળી કોઈ સમજ્યા વિના ગમે તે જાતની પ્રતિજ્ઞા લઈ સંતોષ ન માને, પણ એને સમજીને સ્વીકારે; એટલા ખાતર ઉપર પ્રતિજ્ઞાનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. જો કે ઉપરની પ્રતિજ્ઞા તો ભિક્ષુ અને શ્રમણ સાધકને અનુલક્ષીને છે, પરંતુ તેમાંથી ભાવ એ નીકળે છે કે પ્રત્યેક સાધકે એવી પ્રતિજ્ઞા લેવી જોઈએ કે જે પ્રતિજ્ઞાથી વૃત્તિ પર કાબૂ આવે અને વિકાસ થાય. સૂત્રકારે એમ પણ કહી દીધું છે કે પ્રતિજ્ઞાનું ફળ ઉધાર નથી, રોકડું છે. જે જાતની પ્રતિજ્ઞા કરી હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy