SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ છે. તીર્થકર ભગવાન કેવળ અર્થ રૂપે જ ઉપદેશ આપે છે અને ગણધર જ તેને બીજાંકુરમાં પરિણમન કરી વિશાળ દ્વાદશાંગીનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ શાસન માટે સૂત્રબદ્ધ કરે છે. આગમ સાહિત્યની જે પ્રમાણિકતા છે તેનું મૂળકારણ ગણધરકૃત છે માટે નહિ પરંતુ તેના મૌલિક ઉદ્ગમ રૂપ તીર્થકરની વીતરાગતા અને સર્વજ્ઞતા કારણ છે. ગણધર તો કેવળ દ્વાદશાંગીની જ રચના કરે છે, પરંતુ કાલાંતરે આવશ્યકતા પ્રમાણે અંગબાહ્ય આગમોની રચના સ્થવિરો કરે છે. તીર્થકરના ઉપદેશ, શ્રવણ તેમજ અનુપ્રેક્ષણથી ગણધરોને દ્વાદશાંગી શ્રુતની ઉપલબ્ધિ ક્ષયોપશમથી થઈ જાય છે. તેઓને જ ગણધર પદથી વિભૂષિત કરાય છે. પ્રાપ્ત કરેલ જ્ઞાનના આધારે શાસનયોગ્ય દ્વાદશાંગીની રચના તેઓ કરે છે. તે જ શિષ્ય પરંપરામાં ચાલે છે. તે આગમ સાહિત્ય અંગપ્રવિષ્ટના રૂપમાં વિશ્રુત થાય છે. આ રીતે દ્વાદશાંગી ગણધરકૃત પણ કહેવાય છે. સ્થવિરના બે ભેદ છે– (૧) ચૌદપૂર્વી (૨) દશપૂર્વી. તેઓ સૂત્ર અને અર્થની દષ્ટિથી અંગ સાહિત્યના પૂર્ણ જ્ઞાતા હોય છે. તેઓ જે કાંઈ રચના કરે છે કે કાંઈ પણ કહે છે તેમાં કિંચિત્ માત્ર વિરોધ હોતો નથી. આચાર્ય સંઘદાસગણીનો મત છે કે જે તીર્થકર કહે છે તેને શ્રુતકેવળી પણ તે જ રૂપે કહી શકે છે. કેવળજ્ઞાની સંપૂર્ણ તત્ત્વને પ્રત્યક્ષ જાણે છે, તો શ્રુતકેવળી શ્રુતજ્ઞાન દ્વારા પરોક્ષરૂપે જાણે છે, આ બંને વચ્ચેનું અંતર છે. તે શ્રુતકેવળી પણ નિયમથી સમ્યગ્દષ્ટિ છે તેથી પણ તેઓના વચન પ્રમાણિક હોય છે. આજે જેને આપણે આગમ કહીએ છીએ. તેને પ્રાચીન કાળમાં ગણિપિટક' કહેવામાં આવતું હતું. તેમાં સંપૂર્ણ દ્વાદશાંગીનો સમાવેશ થઈ જાય છે. ભગવાન મહાવીર પછીના ઘણા સમય બાદ અંગ, ઉપાંગ, મૂળ, છેદ, આ રીતના ભેદો કરવામાં આવ્યા છે. જ્યારે લખવાની પરંપરા ન હતી ત્યારે આગમોને સ્મરણના આધારે ગુરુ પરંપરાથી સુરક્ષિત રાખવામાં આવતા હતા. ભગવાન મહાવીર પછી લગભગ એક હજાર વર્ષ સુધી 'આગમ' સ્મૃતિ પરંપરાએ ચાલ્યા. સ્મૃતિ ઓછી થવા લાગી તેમજ ગુરુપરંપરાનો વિચ્છેદ તથા બીજા પણ અનેક કારણોથી ધીરે ધીરે આગમજ્ઞાન લુપ્ત થવા લાગ્યું. ત્યારે દેવર્ધિગણી ક્ષમાશ્રમણે શ્રમણોનું સંમેલન બોલાવ્યું અને લુપ્ત થતાં આગમજ્ઞાનને Je Education International Frivate & Pertena Use On www.jainerary
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy