SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અલગ છું. મેં જ પોતે જડ સાથે સંધિ કરી છે. તેથી પરિભ્રમણ થાય છે. આવું શસ્ત્રનું જ્ઞાન કર્યા પછી અસ્તિત્વનો બોધ થાય છે. પોતે જ કર્મ બાંધે છે. તેથી આત્મા કર્તા થયો. તે જ લોકમાં રહીને કર્મ બાંધે છે તેથી લોકમાં રહેનારો થયો. કર્મના આશ્રવે ક્રિયા કરતો રહે છે તેવો બોધ આત્માવાદી, લોકવાદી, કર્મવાદી, ક્રિયાવાદીનો થાય છે. ત્યારે તે સંવરમાં આવવાનો નિર્ણય કરે છે. સંવરમાં આવવા માટે છકાયનું સ્વરૂપ સમજે તેની વાતો આ સૂત્રમાં આવેલ બહુ બહુ નાના નાના વાક્યો અને વિરાટ અર્થવાળી સુક્તિઓને અવધારે છે. અરેરે, મારા સમાન સર્વ જીવોને સુખ પ્રિય છે. તેઓ શરીર ધારણ કરીને નાની નાની કાયામાં રહેલા છે. હું મોટી કાયામાં રહ્યો છું, મને મન મળ્યું છે, મારે વિચાર કરવો પડે. મને શરીરરૂપ મહેલ મળ્યો તે કોઈના નાના ઝૂંપડાનો નાશ કરવા માટે નથી. અત્યાર સુધી આ મહેલની મરામત માટે નાના ઝૂંપડાને કચડી નાખ્યા છે. તારા અવયવો શસ્ત્ર બની બીજાનો નાશ કરવા માટે નથી પણ અભયદાન આપી તેમાંથી તરી જવાનું છે. આ જ્ઞાન કર્યા પછી સાધક આગળ વધે છે. કર્મ સંધિકાળનો મર્મ જાણી પોતાના યોગનું શસ્ત્ર બનાવી જીવોનો નાશ નહીં કરતાં કર્મનો નાશ કરે છે. અર્થાત્ યોગનો ઉપયોગ કરી, લોક વિજય માટે કટિબદ્ધ થાય છે. માટે બીજું અધ્યયન 'લોકવિજય'નું આપ્યું. લોકવિજયના ઉપાયો બતાવ્યા. આસક્તિ તોડ, અશરણનો બોધ પ્રાપ્ત કર, પ્રમાદ ત્યાગ, અરતિ લોભનો ત્યાગ, અભિમાનનું નિરસન, પરિગ્રહની મૂર્છાનો ત્યાગ થાય તો જ લોકનો વિજય થાય. જેઓને લોકવિજય કરવો હોય તેઓએ સહનશીલતા કેળવવી પડે. તેથી ઠંડી, ગરમી, આકુળતા, વ્યાકુળતા, વ્યથા, કથા કરવાનો ત્યાગ યમ નિયમમાં ઉત્થાન કરવું. ઠંડી-ગરમી સહન કરવી તેથી ત્રીજા અધ્યયનનું નામ 'શીતોષ્ણીય' આપ્યું. જાગૃતિપૂર્વક ક્રિયા કરતાં સમતામાં રહેવું પડે તે ગુણ કેળવાય તો જ સમદર્શી બનાય છે તેથી ચોથા અધ્યયનનું નામ 'સમ્યક્ત્વ' આપ્યું. સમકિત પ્રગટ થયા પછી જ લોકના સારભૂત એવા આત્માની શ્રદ્ધા થાય છે અને પછી જબરો પુરુષાર્થ શસ્ત્ર પ્રયોગનો કર્મ સાથે કરે છે. જેથી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે. તે જ લોકનો સાર છે માટે પાંચમું 'લોકસાર' અધ્યયન આપ્યું છે. જે લોકનો સાર પામે છે તે બાંધેલા કર્મ ઉદયમાં આવતા તથા નહીં આવેલાની ઉદીરણા કરીને સમભાવે જ્ઞાતા દૃષ્ટા બનીને ધૂત–કર્મને ખંખેરી નાંખે છે માટે પછીના અધ્યયનનું નામ 'ધૂત' રાખ્યું અને ખંખેરવાની કેવી કેવી ક્રિયા કરાય તેને માટે અતિ તીક્ષ્ણ પ્રજ્ઞા કરવી પડે છે. 30 Personal "Woolnel bangjo |
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy