SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ | ૧૮૦ | શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ બ્રહ્મચર્યનો ભંગ મોહવશ થાય છે. મોહ આત્યંતર પરિગ્રહ છે તેથી જ બ્રહ્મચર્યભંગને અપરિગ્રહવ્રતના ભંગનું કારણ સમજવામાં આવે છે. આ દષ્ટિકોણથી જ કહ્યું છે કે પરિગ્રહથી વિરક્ત વ્યક્તિઓમાં જ વાસ્તવમાં બ્રહ્મચર્ય હોય છે. શરીર અને વસ્તુઓ પ્રત્યે જેને મમતા છે, તે ઈન્દ્રિય સંયમરૂપ બ્રહ્મચર્યનું પાલન કરી શકતા નથી તેમજ અહિંસાદિ અન્ય વ્રતોના આચરણરૂપ બ્રહ્મચર્યનું પાલન કરી શકતા નથી, ગુરુકુળવાસ રૂપ બ્રહ્મચર્યમાં રહી શકતા નથી અને તે આત્મા–પરમાત્મા રૂપ બ્રહ્મમાં વિચરણ કરી શકતા નથી. પરમg:- આ શબ્દના વૃત્તિકારે બે અર્થ કર્યા છે– (૧) જેની પાસે પરમજ્ઞાનરૂપી ચક્ષુ–નેત્ર છે તે પરમચક્ષુ (૨) પરમ-મોક્ષ ઉપર જ જેની દષ્ટિ કેન્દ્રિત થઈ છે તે પણ પરમચક્ષુ છે. પરિણામોથી બંધ-મોક્ષ : ४ से सुयं च मे अज्झत्थयं च मे, बंधपमोक्खो अज्झत्थेव । શબ્દાર્થ :- મે = મારા, અ લ્ય = અનુભવેલ છે, ચિંતન કરેલ છે, વંધનો = બંધનથી છુટકારો, બંધ અને મોક્ષ, અફઘેવ = અધ્યાત્મથી જ, પરિણામોથી જ. ભાવાર્થ :- મેં જ્ઞાની ગુરુઓ પાસેથી સાંભળ્યું છે, અધ્યવસિત-અનુભવિત કર્યું છે કે કર્મોનો બંધ અને મોક્ષ આત્મપરિણામોથી, અધ્યવસાયની મુખ્યતાથી જ થાય છે. વિવેચન :વયમોવો અાવ –આ સૂત્રાશમાં શાસ્ત્રકારે મન મનુષ્યનાં વાર વધુ મોક્ષયોઃ આ પ્રચલિત ઉક્તિને શબ્દશઃ સાર્થક કરેલ છે. તે ભાવ આ શબ્દોમાં વ્યક્ત થયા છે કે મેં સર્વજ્ઞો પાસેથી સાંભળીને, વિચારીને, અનુભવ કરીને જાણ્યું છે કે જીવોને કર્મબંધ અને કર્મમુક્તિ આત્મ પરિણામોથી જ થાય છે, વિચારોથી જ થાય છે. આત્મ પરિણામ એ સૂક્ષ્મ દષ્ટિ છે અને તેને જ સ્થલ દષ્ટિથી ચિંતન મનન કહે છે. ચિંતન-મનન મનરૂપ સાધનથી થાય છે. શુભાશુભ આત્મપરિણામ એકેન્દ્રિયાદિ સર્વ જીવોને મનના સાધન વિના આત્મ પરિણતિથી હોય છે. વ્યવહારદષ્ટિ અથવા સ્થલ દષ્ટિએ ચિંતન-મનન અને આત્માના પરિણામને અલગ અલગ સમજવા કઠિન હોવાથી બંનેનો સમન્વય કરાય છે. એક અપેક્ષાએ મનયોગના અભાવમાં એકેન્દ્રિયાદિને આત્માના અધ્યવસાયો પરિણામોથી અને કાયયોગના માધ્યમથી અથવા વિગલેન્દ્રિયાદિ જીવોને વચનયોગના માધ્યમથી પણ અલ્પ કર્મબંધ થાય છે. અહીં ઉક્ત સૂત્રમાં ગણધર પ્રભુએ પોતાના માટે મેં શબ્દનો પ્રયોગ કર્યો છે અને ચિંતન તથા આત્મ પરિણામો બંને માટે અત્થ શબ્દનો પ્રયોગ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy