SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ | શીતોષ્ણીય અધ્ય-૩, ઉ: ૪ [ ૧૩૭ ] णिरयदंसी से तिरियदंसी जे तिरियदंसी से दुक्खदंसी । से मेहावी अभिणिवट्टेज्जा कोहं च माणं च मायं च लोभं च पेज्जं च दोसं च मोहं च गब्भं च जम्मं च मारं च णरगं च तिरियं च दुक्खं च । શબ્દાર્થ :- જે = જે, જોહલી = ક્રોધને અનર્થકારી જુએ છે, રે તે, નાગવંતી = માનને અનર્થકારી જુએ છે, મળવદ્Mા = ત્યાગી દે, જેન્ન = રાગને, તો = દ્વેષને. ભાવાર્થ :- જે ક્રોધદર્શી હોય અર્થાત્ ક્રોધને અનર્થકારી સમજે છે, તે માનદર્શી હોય છે. જે માનદર્શી હોય છે, તે માયાદર્શી હોય છે. જે માયાદર્શી હોય છે, તે લોભદર્શી હોય છે. જે લોભદર્શી હોય છે, તે રાગદર્શી હોય છે. જે રાગદર્શી હોય છે, તે દ્રષદર્શી હોય છે. જે દ્રષદર્શી હોય છે, તે મોહદર્શી હોય છે. જે મોહદર્શી હોય છે, તે ગર્ભદર્શી હોય છે. જે ગર્ભદર્શી હોય છે, તે જન્મદર્શી હોય છે. જે જન્મદર્શી હોય છે તે મૃત્યુદર્શી હોય છે, જે મૃત્યુદર્શી હોય છે, તે નરકદર્શી હોય છે. જે નરકદર્શી હોય છે, તે તિર્યંચદર્શી હોય છે. જે તિર્યંચદર્શી હોય છે, તે દુઃખદર્શ–દુઃખના સ્વરૂપને જાણનાર હોય છે. તેથી મેધાવી પુરુષ જ્ઞાન દ્વારા, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, ગર્ભ, જન્મ, મૃત્યુ, નરક, તિર્યચ, અને દુઃખથી દૂર થાય છે. વિવેચન :ને વોહરા :- અહીં ક્રોધાદિના ક્રમ યુક્ત નિરૂપણનો આશય પણ ક્રોધાદિનાં સ્વરૂપને જાણીને તેનો ત્યાગ કરનાર સાધકની ઓળખાણ કરાવવાનો છે. ક્રોધદર્શી આદિમાં જે 'દર્શી' શબ્દ છે તેનો અર્થ એ છે કે ક્રોધાદિ સ્વરૂપને તથા તેના પરિણામને સાધક પહેલાં જ્ઞપરિજ્ઞાથી જાણે છે, જુએ છે પછી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ કરે છે. જ્ઞાન હંમેશાં અનર્થનો પરિત્યાગ કરાવે છે. 'જ્ઞાનસ્થ ન વિરતિ જ્ઞાનનું ફળ પાપોનો ત્યાગ છે. અહીં આ દીર્ઘક્રમને બતાવ્યા બાદ શાસ્ત્રકાર સ્વયં નિરૂપણ કરે છે કેરે મેહાવી થવષેના જોઉં - ક્રોધાદિના સ્વરૂપને જાણી લીધા પછી બુદ્ધિમાન સાધક ક્રોધાદિથી તરત જ મુક્ત થઇ જાય, નિવૃત્ત થઇ જાય, અંતે સર્વ દુઃખોથી અને સંસારના પ્રપંચોથી પણ મુક્ત થઈ જાય છે. જ્ઞાની ઉપાધિથી મુક્ત :| १० एयं पासगस्स दंसणं उवरयसत्थस्स पलियंतकरस्स । आयाणं णिसिद्धा सगडब्भि । किमत्थि उवाहि पासगस्स, ण विज्जइ ? णत्थि । त्ति बेमि । ॥ चउत्थो उद्देसो समत्तो ॥ बिइयं अज्झयणं समत्तं ॥ શબ્દાર્થ - મિ0િ = શું છે? ૩વાદિ = ઉપાધિ, પાલલ્સ = સર્વજ્ઞને, જ્ઞાનીને, ક્લિક્ = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy