SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૮] શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ વિવેચન : શાસ્ત્રમાં ત્રણ પ્રાણીઓને મારવા માટે જે પ્રયોજનો કહ્યા છે તેને વ્યાખ્યાકારોએ પશુ, પક્ષીઓ સાથે સંબંધ જોડીને સ્પષ્ટીકરણ કર્યું છે તેનું સંકલન આ પ્રમાણે છે– મન્ના- અર્ચાના બે અર્થ થાય છે પૂજા અને શરીર. (૧) પૂજા- દેવી દેવતાને પ્રસન્ન કરવા માટે (૨) શરીર- વિદ્યા કે મંત્રની સાધના માટે બત્રીસ લક્ષણોથી યુક્ત પુરુષ કે પશુની હિંસા કરવામાં આવે. તાત્પર્ય એ છે કે બલિ માટે અનેક જીવોનો ભોગ ધરવામાં આવે છે, તે પૂજાર્થ છે અને સુવર્ણ પુરુષને બનાવવા માટે જે વધ કરવામાં આવે તે શરીરાર્થ છે. વર્તમાનમાં શરીર શણગારની અનેક વસ્તુઓ માટે પણ અનેક જીવોની હિંસા થાય છે, જેમ કે લીસ્ટીકાદિ. તે શરીરના અવયવોના અર્થે હિંસા કહેવાય છે. નિબTY – ચર્મ માટે અનેક પ્રાણીઓનો વધ કરાય છે. મૃગચર્મ, સિંહચર્મ અને વ્યાઘચર્મ આદિનો કોઈ સંન્યાસીઓ પણ ઉપયોગ કરે છે. આજ કાલ ચામડાના બૂટ, હેંડબેગ, ઘડિયાળ, કમ્મરના પટ્ટા આદિ માટે અનેક ગાયો, ગાયના વાછરડા તેમજ ભેંસ આદિને મારવામાં આવે છે. સંસાર પિયા- માંસ અને લોહી માટે બકરા, મૃગ, બોકડા, સૂવર આદિને મારવામાં આવે છે. હિયા- હૃદય માટે વાંદરાદિ પ્રાણીનો વધ કરવામાં આવે છે. પિત્તા_fપછા- પિત્ત તેમજ પીંછા માટે મોર, કલગીવાળા કુકડા તથા ગીધ આદિને મારવામાં આવે છે. વસાણ- ચરબી માટે વાઘ, મગરમચ્છ, ભેંસ, સૂવર, માછલી વગેરે. પુછાણ-મૂંછ માટે અર્થાત્ સુંવાળા રેશમ જેવા વાળ માટે ચમરીગાય કે રોઝ આદિને. વાવાઈ:- વાળ માટે ડુક્કર, ચમરીગાય. સિTD- શિંગડા માટે શુંગવાળા પશુઓને, જેમ કે મૃગ, મૃગ આદિ.વિસાણTV- આ શબ્દના બે પ્રકારે અર્થ છે– (૧) શિંગડામાં પ્રતિશિંગડા (૨) ચમકતા દાંત. પહેલા અર્થમાં બારશિંગા-હરણ વિશેષ વગેરે છે અને બીજા અર્થમાં સૂવરના દાંતને કહેલ છે. વિષાણ શબ્દનો પ્રયોગ બૃહત્કલ્પસૂત્રમાં થયો છે. ત્યાં નાના નાના શિંગડા જેવા આકારવાળા વિષાણ યુક્ત પાટ પાટલાનું પ્રકરણ છે. સંતાપ- દાંતને માટે હાથી આદિનો. વહાણ- દાઢ માટે ડુક્કર, વરાહાદિનો. પહાણ- નખો માટે નહોરવાળા વાઘાદિ પશુઓને મારવામાં આવે. હાફ- સ્નાયુ માટે ગાય, ભેંસ આદિને. uિ– અસ્થિ માટે શંખ, છીપ આદિનો. નિષ્ણા- અસ્થિ મજ્જા માટે સૂવર, ભેંસ આદિનો વધ કરે છે. કેટલાક મનુષ્યો લોકો પ્રયોજનવશ પશુ, પક્ષીઓની હિંસા કરે છે અને કેટલાક નિપ્રયોજન, કુતૂહલતા કે મનોરંજન માટે અનેક જીવોની હિંસા કરે છે, શિકાર કરે છે. કૂતરા કે ઊંટાદિના પૂંછ સાથે ફટાકડાના ડબ્બા આદિ બાંધી તેને દોડાવવામાં આવે તેમજ ક્ષુદ્ર જીવોને પાણીમાં ધક્કો મારી પરેશાન કરવામાં આવે છે. આ પ્રકારની મનોરંજનની ક્રિયાઓ અનર્થક હિંસાનું કારણ છે. ત્રસકાય હિંસા ત્યાગ : ४ एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिण्णाया भवति । ए त्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवंति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy