SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલીક ભૂલભરેલી માન્યતાઓ પ્રવર્તી રહી છે. કેટલાકનું એવું માનવું છે કે જેને મારણ, ઉચ્ચાટન, સંતાપન, મોહન, અને વશીકરણ કરવું હોય એ જ મંત્રની સાધના કરી શકે. કેટલાક લોકો મંત્રસાધનાને ધતિંગ સમજે છે. ઘણાં અંધશ્રદ્ધાપૂર્વક મંત્રનો માત્ર આદર કરે છે. એક વર્ગ એવું પણ માને છે કે આધ્યાત્મિક વિકાસ માટે મંત્રનું અવલંબન શા માટે ? આ બધી માન્યતાઓ એકાંગી અને અર્ધસત્ય છે. હૃદયની પવિત્ર ભાવનાથી શુદ્ધ ઉદ્દેશ સાથે જો મંત્રની સાધના કરવામાં આવે તો એનો પ્રભાવ અવશ્ય પડે છે. મંત્રનો આવિષ્કાર કોણ કરી શકે ? શબ્દોનું સમ્યક્ જ્ઞાન, એને પારખવાની શક્તિ તથા એનું સમ્યક્ સંયોજન કોણ કરી શકે ? ધ્યાન વગર શબ્દોનું સમ્યક્ જ્ઞાન થતું નથી. શબ્દોનું જ્ઞાન કરવા માટે સાધકે પોતાના અંતરમાં ઊતરવાનું હોય છે. તો જ એ સાધક શબ્દોને પારખવાની યોગ્યતા પામી શકે. જેમ એક ઝવેરી સોનાને પારખવાનું કામ કરે છે એવી રીતે એક ધ્યાની શબ્દોને પારખવાનું કામ કરે છે, અને પારખીને એનું સંયોજન કરે છે. પ્રાચીન સમયમાં યોગીઓ ધ્યાન સાધના દ્વારા જ બ્રહ્માંડમાં વ્યાપ્ત શબ્દોનું જ્ઞાન કરી મંત્રોની સંયોજના કરતા હતા. એ મંત્ર એક શક્તિ છે. એ મંત્રશક્તિનો સદુપયોગ પણ થઇ શકે અને દુરુપયોગ પણ થઇ શકે. ભાવશુદ્ધિ વગરના અશુભ ભાવથી કરેલી મંત્રની આરાધના દુરુષોગનું કારણ બને છે, અને ભાવશુદ્ધિ સાથે થયેલી મંત્રની આરાધના સદુપયોગનું કારણ બને છે. મંત્રના મુખ્ય બે પ્રકારો છે- (૧) લૌકિક મંત્ર અને (૨) આધ્યાત્મિક મંત્ર લક્ષ્મીમંત્ર, ગાયત્રી મંત્ર, સર્પદનિવારક મંત્ર વગેરે મંત્રો લૌકિક મંત્રની શ્રેણીમાં આવે છે. નવકારમંત્ર, ઓમ વગેરે મંત્ર આધ્યાત્મિક મંત્રની શ્રેણીમાં આવે છે. લૌકિકમંત્ર એટલે દૈવિક મંત્ર. આધ્યાત્મિક મંત્ર એટલે પરમ પવિત્ર આત્મિક મંત્ર, મંત્રીના હેતુઓને સ્પષ્ટ કરતાં આચાર્ય મહાપ્રશજીએ પોતાનાં પ્રવચનોમાં સુંદ૨ વર્ગીકરણ કર્યું છે. એમના કથનાનુસાર લૌકિકમંત્રનો ઉદ્દેશ છે- (૧) ઇચ્છાઓની પૂર્તિ (૨) વિઘ્ન-સંકટનિવારણ (૩) રોગનિવારણ વગેરે આધ્યાત્મિક મંત્રનો ઉદ્દેશ છે (૧) કર્મની નિર્જરા (૨) કષાયોની ઉપશાંતિ (૩) માનસિક શાંતિ (૪) મનની એકાગ્રતા (૫) પ્રતિકૂળ ગ્રહોના પ્રભાવથી મુક્તિ (૬) વિઘ્નનિવારણ વગેરે. મંત્રશાસ્ત્ર પ્રમાણે મંત્રજપની મુખ્ય ત્રણ વિધિઓ પ્રચલિત છે-દીર્ઘ અભ્યાસની સિદ્ધિ પછી ચોથી અવસ્થા સહજરૂપે આવી જાય છે. (૧) ભાષ્ય : સ્થૂલ ઉચ્ચારણથી મંત્રોચ્ચાર કરવો. (૨) ઉપાંશુ-મંદ અવાજે મંત્રનું રટણ કરવું. (૩) માનસ-હોઠ બંધ કરી માત્ર મનથી મંત્રજપ કરવો. (૪) અજપાજપ- આમાં મંત્રને પ્રયત્નપૂર્વક જપવાની જરૂર નથી. જપ્યા વગર, નિરંતર, સહજ, સ્વભાવે જે જપ ચાલ્યા કરે તેનું નામ છે-અજપાજપ. નવકારમંત્ર ચૌદ પૂરવનો સાર છે. સૌથી મહાન આધ્યાત્મિક મંત્ર છે. નવકારમંત્રની સદ્ભાવનાપૂર્વક આરાધના કરવાથી આપણા અંતરમાં સુષુપ્ત રીતે પડેલી શક્તિઓનું જાગરણ થાય છે. જૈનો નહીં, જૈનેતરો પણ આ મંત્રને મહત્ત્વ આપે છે. જે ધર્મ પાસે આટલો શ્રેષ્ઠ અને મહામૂલ્યવાન મંત્ર છે, છતાં એ તુચ્છ-વ્યર્થ આકર્ષણોમાં અટવાયા કરે, તો એથી મોટું કોઇ અજ્ઞાન નથી. અખંડ આસ્થા, અમિટ એકાગ્રતા, અને હૃદયના શુદ્ધ ભાવ સાથે જો આ મંત્રની સાધના, કરવામાં આવે તો અચિંત્ય એવો લાભ પામી શકાય છે. મંત્ર સાધતામાં ધ્યાન અતિવાર્ય મનુષ્યના શરીરમાં જે સ્થાન મસ્તકનું છે તે જ સ્થાન સાધનાકાળમાં ધ્યાન અને મનોગનું છે. આ મંત્રનો સાક્ષાત્કાર નથી થતો એનું કારણ સાધનામાં શરીરની સ્થિરતા અને મનની એકાગ્રતા રહેતી નથી. ધ્યાન કેન્દ્રિત થતું નથી. જો ઉંડાણથી તપાસ કરીએ તો સંસારના પ્રત્યેક કાર્ય ધ્યાનના અભાવથી અધૂરા છે. વિધાર્થી ધ્યાનથી અભ્યાસ ન કરે તો નાપાસ થાય. વેપારી ધ્યાનથી વેપાર ન કરે તો દેવાળીયો થાય. ખેડૂત ધ્યાનથી ખેતી ન કરે તો ખેતરમાં પાક ન થાય. સ્કુટર, મોટર આદિ વાહન ચાલક ધ્યાનથી વાહન ન ચલાવે તો એકસીડન્ટ થઇ જાય. જીવનના હરકોઇ કાર્ય ધ્યાનથી સફળ થાય છે. તેમ મંત્ર સાધના ધ્યાનથી જ સિદ્ધ થાય છે. શાહ તીતિતકુમાર લાલચંદ (નાંદીયા | રાજસ્થાન-ર્કોલાબા | મુંબઇ) હસ્તે : શ્રી લાલચંદભાઇ શાહ ૯૪
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy