SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અતિચારની આઠ ગાથાઓ વગેરે ઠેકાણે પણ આ સૂત્ર વપરાય છે. આ સૂત્ર સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ રૂપ હોવાથી સર્વ વિઘ્નો અને પાપોનો નાશ કરનાર છે. તેથી પવિત્રતા જાળવીને શ્રદ્ધાપૂર્વક જ્યારે અવકાશ મળે ત્યારે નિરંતર સ્મરણ કરનારનાં સર્વ ઉપદ્રવ નાશ કરવા તે સમર્થ છે. માટે ઉત્તમોત્તમ આરાધના છે. નવ લાખ નવકાર ગણનાર અવશ્ય નજીક મોક્ષગામી થાય છે. પંચ પરમેષ્ઠિના મુખ્ય ૧૦૮ ગુશો ઃ (૧) અરિહંત ભગવંતોના બાર ગુણો ઃ ૧. અશોક વૃક્ષ, ૨. દેવોએ કરેલી પુષ્પની વૃષ્ટિ. ૩. દિવ્ય ધ્વનિ, ૪. ચામરો, ૫. આસન, ૬. ભામંડળ, ૭. દુંદુભિનાદ, ૮. છત્ર, ૯, અપાયાપગમાતિશય, ૧૦. જ્ઞાનાનાિશય, ૧૧. પૂજાતિશય, ૧૨. વચનાતિશય. (૨) સિદ્ધ ભગવંતોના આઠ ગુણો : ૧. અનંત જ્ઞાન, ૨. અનંત દર્શન, ૩. અનંત અવ્યાબાધ સુખ, ૪. અનંત ચારિત્ર, પ. અક્ષય સ્થિતિ, ૬. અરૂપીપણું, છે. અગુરુલઘુપર્યાય. ૮. અનંતવીર્ય, (૩) આચાર્ય ભગવંતોના છત્રીશ ગુણો : ૫ ઇન્દ્રિયોને વિકાર તરફ જવા ન દેતાં તેને દબાવી રાખવી. બ્રહ્મચર્યવ્રતની નવ ગુપ્તિઓ. ૪ કાયનો ત્યાગ, પાંચ મહાવ્રતોનું પાલન. ૫ સમિતિ અને ૩ ગુપ્તિનું પાલન, ૫ + ૯ + ૪ + ૫ + ૫ + ૫ + ૩ = ૩૬ એ છત્રીશ ગુણો. (૪) ઉપાધ્યાય ભગવંતોના પચીસ ગુશો ૧. આયારાંગ (આચારાંગ), ૨. સૂયગડાંગ (સૂત્રકૃતા), ૩. ઠાણાંગ (સ્થાનાફૂગ), ૪. સમવાયાંગ (સમવાયાગ) ૫. ભગવતી, ૬. નાય ધમ્મકહા (જ્ઞાતાધર્મકથા), ૭. ઉવાસગદશાંગ (ઉપાસકદશાગ) ૮. અંગડદશાંગ (અન્તકૃદ્દશાઙ્ગ) ૯. અનુત્તરોવવાઇ (અનુત્તરૌપપાતિક), ૧૦. પહ વાગરા (પ્રશ્ન-વ્યાકરણ), ૧૧. વિવાગ (વિપાકસૂત્ર) એ અગિયાર અંગ ભણાવવા તથા ૧. ઉવવાઇ સૂત્ર (ઔષપાતિક સૂત્ર) ૨. રાય-પર્સીય સૂત્ર (રાજ-પ્રશ્રીય સૂત્ર) ૩. જીવાભિગમ ૪. પક્ષવણા (પ્રજ્ઞાપના) ૫. જંબુદીવપતિ (જબૂતીપપ્રજ્ઞપ્તિ) ૬. ચંદપન્નતિ (ચન્દ્રપ્રજ્ઞપ્તિ) ૭. સૂર૫ન્નતિ (સૂર્યપ્રજ્ઞપ્તિ) ૮. કપ્પિયા (કલ્પિકા) ૯. કવર્ડ સિયા (કલ્યાવર્ત્તસિકા) ૧૦, પુલ્ફિયા (પુષ્ટિકા) ૧૧. પુપ્ત-ચૂલિયા (પુષ્પ-ચૂલિકા) ૧૨. વન્તિ દશા (વૃષ્ણિ દશા): એ બાર ઉપાંગો ભણાવવા, (૧૧ + ૧૨ = ૨૩) તથા ૨૪. કરણસિત્તેર અને ૨૫. ચરણસિત્તરીનું પાલન અને શિક્ષા. (૫) સાધુ-મુનિરાજોના સત્તાવીસ ગુર્ણા ઃ ૫ મહાવ્રત. ૧ રાત્રિ ભોજન વિમો. ૬ કાયના જીવોની વિરાધનાનો ત્યાગ. ૫ ઇન્દ્રિયોનો નિગ્રહ. ૧ લોભનો ત્યાગ. ૧ ક્ષમા. ૧ ચિત્તની નિર્મળતા. ૧ પ્રમાર્જના અને પ્રતિલેખના. ૧ સંયમ. ૩. સાવદ્ય મન-વચન કાયાનો રોધ. ૧. પરિષહ સહવા. ૧ ઉપસર્ગ સહવા. એ ૨૭ સત્તાવીસ. આમ ૧૨ + ૮ + ૩૬ + ૨૫ + ૨૭ = ૧૦૮. કુલ એકસો આઠ ગુણો પંચ પરમેષ્ઠીના છે. નવકાર મંત્ર મળે? પ્રથમ નવકારનો શુદ્ધ પાઠ શ્રી સદ્ગુરુ ભગવંત પાસેથી ગ્રહણ કરવો, પ્રારંભમાં ઉંચ્ચાર કરીને પાઠ કરતી વખતે નવકારના અક્ષરોમાં ઉચ્ચાર કરીને પાઠ કરતી વખતે નવકારના અરીમાં આત્માનો ઉપયોગ પરોવતા રહેવાની ટેવ પાડવી. સમયની અનુકૂળતા મુજબ નવકારનો ઉપયોગપૂર્વક શુદ્ધ પાઠ પ્રારંભમાં ૧૨ની સંખ્યામાં રોજ નિયમિત શરૂ કરવો. ઉપયોગપૂર્વક જપાયેલ એ બારની સંખ્યાને અનુકૂળતા મુજબ ૧૦૮ સુધી લઇ જવી. એ પછી અનુકૂળતા મુજબ એ સંખ્યાને ૩ બાંધી માળા (૩૨૪) સુધી લઇ જવી. આ બધો જ જાપ આંગળીઓના વેઢા પર જ કરવો. જાપ વખતે સીધા, ટટ્ટાર બેસવું. આંખ બંધ રાખવી. મનમાં પરમેષ્ઠિઓની આકૃતિ કે નવકારના અક્ષરો વગેરે જોવાની કોઇ આવશ્યકતા પ્રારંભમાં નથી. પ્રારંભમાં તો એટલું જ કરવાનું કે નવકારના અક્ષરોના જે વાચિક કે માનસિક ઉચ્ચાર, જે આપણે પોતે કરીએ છીએ તેમાંજ આપણું ચિત્ત વધુને વધુ પરોવાતું જાય. આ રીતે છ મહિના સુધી અખંડ રીતે ૩૨૪ સંખ્યા કરનારના જીવનનું સૌથી મહત્ત્વનું કાર્ય ફક્ત છ મહિનામાં સિદ્ધ થયાના ઘણા -પૂ. મુનિશ્રી તત્ત્વાનંદ વિજયજી મ.સ. દાખલાઓ છે. શ્રીમતી વીણાબેન લાલચંદજી (નાંદીયા | રાજસ્થાન-કોલાબા / મુંબઇ) હસ્તે : શ્રી લાલચંદભાઇ શાહ ८८
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy