SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સંસાર તારક, મોક્ષ પ્રાપક, સુખ સંપત્તિ સમાધિ નિમિત્તડ મહામંત્રનવકાર પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ સંસાર અનેકવિધ યાતનાઓથી આજે ભરપૂર બન્યો છે. સુખ દુઃખના ખડકો સાથે જીવનન્તકા અથડાઇ રહી છે. દુ:ખમાં જીવ દીન બને છે, સુખમાં પાગલ બને છે. બેય અવસ્થામાં આર્તધ્યાન કરી કર્મથી ભારે બની અંતે ભવની યાત્રાએ જીવ ઉપડી જાય છે. એકેન્દ્રિયાદિ ભોમાં, નકાદિ ગતિમાં, નિર્વાદમાં અનંત યાતના ભોગવે છે. આ રીતે ભવચક્રની યાતનામાં રીબાતા જીવને છુટકારાનો કોઇ માર્ગ દેખાતો નથી. રખડતાં રખડતાં માનવભવના પગથી સુધી આવેલા જીવને પણ પાછા આર્તધ્યાનાદિ દ્વારા કર્મથી ભારે બની સંસાર સમુદ્રમાં ડૂબવું પડે છે. આવી ભયંકર પરિસ્થિતિ છે સંસારમાં ફસાયેલા જીવની. શું કરવું હવે ? કોના શરણે જવું ? કોનું આલંબન લેવું ? સંસારમાંથી તારનાર તપ અને સંયમના ઉંગ્ર માર્ગે પ્રયાણ કરવાની તાકાત નથી. મહર્ષિઓના એ ઉગ્ર માર્ગે વિચારવાનું નાદાન જીવનું ગજું શું? છે કોઇ સાદી સરળ અને અલ્પ શ્રમવાળી આરાધના જેનાથી આ ભયંકર ભવચક્રમાંથી જીવોનો છૂટકારો થાય ? હા...છે, એ શ્રેષ્ઠ આરાધના છે, સંયમ-તપના ઉગ્ન પાલનથી. અંતરંગ દુશ્મનોને હણી નાખનારા અરિહંત પરમાત્મા સાથે, સકળ કર્મનો ક્ષય કરી શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરનારા સિધ્ધ ભગવંતો સાથે, સંયમ અને તપથી આત્માને જેમણે ભાવિત બનાવ્યો છે તેવા મહર્ષિઓ જોડે સંબંધ બંધાવનાર અને એમના એ અનંતગુણો અને ઉગ્ર આરાધનાના અનુોદક નવકાર જાપની. ધનપતિ પણ આરાધી શકે, દરિદ્ર પણ આરાધી શકે, રોગી, નિરોગી, નિર્બળ, બળવાન, રાજા તથા રંક બધાય આરાધી શકે તેવી આ સુગમ, સરળ, સુંદર આરાધના છે. એક વાત પૂછું ભાઈ ? તીર્થસ્થાપના કરવી, ચતુર્વિધ સંઘની સ્થાપના કરવી, રાજાઓ, રાજપુત્રો, શ્રેષ્ઠિપુત્રો આદિને ચારિત્ર આપી ઉદ્વાર કરવો વગેરે વગેરે અરિહંતોના અનંત મુર્તામાંથી એકે સુકૃત કરવાની તાકાત તમારામાં છે ? અનંતગુણના ભંડાર સિદ્ધ પરમાત્માનો એક ગુણ પણ તમારી પાસે છે ? આચાર્ય દેવની શાસનપ્રભાવના, પંચાચારના પાલનાદિની આરાધનાનું તમારું ગજું છે ? શ્રુતનાં અધ્યયન- અધ્યાપનની ઉપાધ્યાય ભગવંતોની પ્રવૃત્તિનો અંશ તમે કરી શકો તેમ છો ? અને સળગતા ખૈરના અંગારાથી દાઝતી માથાની ખોપરીની ભારે વેદના સમતા ભાવે સહન કરવાની ગજસુકુમાલ મુનિની સાધનાના ક્રોડમાં ભાગની આરાધના તમે કરી શકો તેમ છો ? ના, તો હે મહાનુભાવ | ત્રણે કાળના અનંત અરિહંતોના તીર્થોની સ્થાપના, સંઘસ્થાપનાદિ સુર્તીની અનુમોદના, અનંત સિદ્ધોની આત્મસ્વરૂપની સ્થિરતા અને અનંત ગુોની અનુમોદના, ત્રણ કાળના સર્વ આચાર્યોના પંચાચારનું પાલન ક૨વા કરાવવાની અનુમોદના, ઉપાધ્યાયોના-અધ્યાપનની અને સર્વ કાળના અઢી દ્વીપમાં રહેલા સર્વ સાધુઓના ભારે ઉપસર્ગ પરિબહ સહનાદિ ઉપરાંત સંયમ આરાધનાની અનુમોદનાનો મહાલાભ લઇ લો | નવકારના જાપની સ૨ળ અને સાદી આરાધના અરિહંતાદિ પંચપરમેષ્ઠિના અનંત સુકૃતની અનુમોદનાનો મહાન લાભ આપે છે. હે ભાગ્યશાળી ! પ્રભુ મહાવીર કે પાર્શ્વનાથ ભગવાનની સ્વ. પોપટલાલ મોતજી કમાઠીપુરાવાલાતા સ્મરણાર્થે હસ્તે : માતુશ્રી વૈજબાઇ પોપટલાલ સંગોઇ અને મંજુલા ધનરાજ સંગોઇ (કોડાય-મીરા રોડ) ૮૩
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy