SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ વીવીધ ીનો અફલાત મહિના ए નવકા૨ મહામંત્ર એ ચૌદ પૂર્વનો સાર છે, અ। । ચિંતામણિ છે, દુનિયાની પૂ. પંન્યાસ શ્રી કલ્યાણબોધિવિજયજી મહારાજ સાહેબ અકસીર ઔષધિ છે અને વિશ્વનો સર્વશ્રેષ્ઠ મહામંત્ર છે. નવકાર મહામંત્ર એ એક શાશ્વત સૂત્ર છે. દરેક ગણધર ભગવંતો અલગ અલગ સૂત્રની રચના કરે છે. એટલે અર્થની ઐક્યતા છતાં સૂત્રની ભિન્નતા હોય છે, ‘નવકાર', ‘કરેમિ ભંતે’ અને ‘નમ્રુત્યુશં’ આ ત્રણ સૂત્રી શાશ્વત છે, કાયમી છે, બળે કાળમાં હતા અને રહેશે. નવકારની વિશેષતા એ છે કે તેમાં વ્યક્તિને નમસ્કાર નથી. ગુણસભર વ્યક્તિઓની જાતિને-સમૂહને નમસ્કાર છે. અરિહંત, સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સાધુ. આ બધી ગુણાત્મક અભિવ્યક્તિઓ છે. ‘નમો અરિહંતાાં' પદ દ્વારા નમસ્કાર એક કરવાનો... અને આ એક નમસ્કાર પહોંચે અનંતા અરિહંતોને..લાભ અનંતા અરિહંતોનો નમસ્કારને મળે...સસ્તું ભાડું અને સિદ્ધગિરિની યાત્રા જેવી આ વાત છે ! અરિહંતાદિ પાંચેયને ‘પરમેષ્ઠિ' કહેવાય છે. પરમ એટલે શ્રેષ્ઠ. આવા શ્રેષ્ઠ પદ પર રહેલા હોય તે ‘પરમેષ્ઠિ’. આવી ઉચ્ચતમ વ્યક્તિઓને નમસ્કાર થાય તે આપણને કેટલું ગેબી ફળ આપે ! વ્યક્તિ જેટલી ગુણામહાન તેને નમસ્કારનું ફળ પણ એટલું જ ઊંચું. નમસ્કાર મહામંત્રની શરૂઆતમાં જ 'નો' પદે મુકાયું ‘અરિહંતાણં નમઃ’ ન કહેતા ‘નમો અરિહંતાણં' કહ્યું. તેની પાછળ ગર્ભિત રહસ્ય છે. 'નમો' એટલે ‘નમવું”, મન-વચનકાયાથી નમવું, ખરા દિલથી, હૃદયથી નમવું. હા ! નમવું સહેલું નથી, અહંકારની અક્કડ દિવાલ તોડવી પડે. જેને નમન કરાય છે તે મહાન છે, હું અધમ છું, તે ગુણસંપન્ન છે, હું પાપસભર છું, તે પુણ્યસંપન્ન છે, આવો આંતરસ્વીકાર કરવો પડે તો જ નમી શકાય. બાહુબલીઝને અહંકારે નમવા ન દીધા...દક્ષા બાદ બાહુબલીજી સાધનામાં લીન બન્યા. કેવળજ્ઞાન મેળવવા એક વર્ષ આહાર પાણીનો ત્યાગ કર્યો. તેમના શરીરની આસપાસ ઝાડીઓ વીંટાઇ ગઇ, પંખીઓએ માળા બાંધ્ધા, આવી ધોર સાધના છતાં તેમને કેવળજ્ઞાન ન થયું. કારણ ? અહંકાર હું મોટો, મારા નાના ભાઇઓને (જેમણે બાહુબલી પહેલા દીક્ષા લીધી હતી એટલે તેમને વંદન કરવા પડે) વંદન કેમ કરું ? કેવળજ્ઞાન થશે પછી જઇશ એટલે તેમને નમવુ ન પડે...પછી તો ભગવાન ઋષભદેવે મોકલેલ બ્રાહ્મી-સુંદરી સાધ્વીઓએ આવીને કહ્યું, 'વીશ ! મોરા ગજ થકી ઉતરી... કેવળજ્ઞાન તમારી રાહ જુએ છે !' બાહુબલી ચમક્યા !...ી હાથી ? ક્ષણમાં ખ્યાલ આવી ગયો....અહંકારનો હાથી...અને તેઓ નાના ભાઇઓને નમવા પગ ઉપાડે છે ત્યાં જ તેમને કેવળજ્ઞાન થઇ જાય છે. જ આ પ્રસંગ કહે છે...‘નમવું’ ધારીએ એટલું સહેલું નથી. ‘નમતા’ માથું નીચે આવે છે અને હ્રદય ઉપર...એ જ બતાવે છે કે બુદ્ધિને બાજુએ મુક્યા વિના અને શ્રદ્ધાનો સથવારો લીધા વિના ‘નમન’ શક્ય નથી. 'નમસ્કાર' એટલે સર્વસ્વનું શ્રદ્ધાપૂર્વક સમર્પણ. ‘નમસ્કાર’ એટલે આપણા દોષોનો આવિષ્કાર અને નમસ્કરણીય અરિહંતાદિના ગુણોનો સ્વીકાર. જે નમે છે તે જ મહાનતાના શિખરો સર કરી શકે છે. માટે જ નમસ્કાર મહામંત્રમાં પ્રથમ 'નમો' પ મૂક્યું છે. સાધનાની શરૂઆત નમ્રતાથી જ થાય છે. હવે સવાલ એ થાય છે કે અનિાદ પંચ પરમેષ્ઠિને શ માટે નમવાનું ?...તેનો જવાબ છે...અરિહંતાદિ બનવા માટે, અને જ્યાં સુધી ‘પરમેષ્ઠિ’માં સ્થાન ન મળે ત્યાં સુધી તેમના જેવા ગુણોની આંશિક પણ પ્રાપ્તિ થતી રહે તે માટે નમવાનું છે. નિયમ જ છે. જેને નમો તેના જેવા બનો'. વાસ્તવમાં, નમસ્કાર કોઇ વ્યક્તિને નથી પણ તેના આંતરગુણોની ખીલાવટને છે. એટલે નમસ્કાર દ્વારા ગુણોની અનુમોદના થઇ. જે વ્યક્તિના જે ગુણની અનુમોદના થઇ તે ગુણ આપણામાં ઓછે વત્તે અંશે આવ્યો જ સમજો. અરિહંતો પ્રચંડ પુણ્યના આસામી છે. આઠ પ્રાતિહાર્યથી શોભાયમાન છે. ચૌત્રીશ અતિશય અને પાત્રીશ ગુણસંપન્ન વાણીના ધારક છે. સિદ્ધી પરમ વિશુદ્ધિના સ્વામી છે, અનુપમ શાશ્વત સુખનો ભોક્તા છે, જન્મ-જરા, મરશે-રોગ, શોક, દુ:ખ વગેરેથી મુક્ત છે. આચાર્ય ભગવંતો વિશુદ્ધ કોટિના આચાર સંપન્ન છે. શાસનના નેતા છે, રક્ષક છે. શ્રી વિજયરાજજી ખેતાજી જૈત પરિવાર હસ્તે : શ્રી સુરેશભાઇ વિજયરાજજી જૈન (વાડીયા વડગામ / રાજસ્થાન-મુંબઇ-૨) ૮૧
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy