SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર જાપ માટેની પૂર્વ ભૂમિકા પૂ. આચાર્યદેવ શ્રી કુંદકુંદસૂરીશ્વરજી મહારાજ સાહેબ મકાનનો પાયો બરાબર મજબૂત હોય તો જ મકાન સ્થિર ટકી શકે અને તેમાં વસનારા મનુષ્ય નિર્ભયપણે વસવાટ કરી શકે. તે જ રીતે નમસ્કાર મહામંત્રના જાપમાં ચિત્તની સ્થિરતા કરવા માટે તેના પાયાના ગુણોને બરાબર દૃઢ બનાવવા પ્રયત્ન કરવો જોઇએ. એટલે કે પાયાના ગુણોને બરાબર સમજી વિચારી તેને જીવનમાં ઉતારવા અહર્નિશ પ્રયત્ન કરવો જરૂરી છે. જો આ પ્રમાણે વિધિપૂર્વક મહામંત્રનો જાપ કરવામાં આવે, તો મહામંત્રના જાપનો મહિમા શાસ્ત્રોમાં જે રીતે વર્ણવામાં આવ્યો છે, તેનો ક્રમશઃ અનુભવ થયા વિના ન રહે. શ્રી નવકાર જા૫માં પ્રગતિ ઇચ્છનાર સાધક માટે જાપની શરૂઆત કરતાં પહેલાં નવકાર મહામંત્રના મહિમાવાળા થોડાક પસંદગીના શ્લોકો દ્વારા નમસ્કાર મહામંત્રનો મહિમા હૃદયમાં સ્થાપિત કરવો જરૂરી છે. તે માટે શ્રી નમસ્કાર મહામંત્રના મહિમાગર્ભિત સ્તોત્રોમાંથી પોતાની રૂચિ મુજબ પસંદ કરી તેને કંઠસ્થ કરી લેવા, તેનો અર્થ પણ ધારી લેવો અને જાપની શરૂઆત કરતાં પહેલાં શુભ ભાવનાથી ભાવિત હૃદયવાળા થઇને, શાંત ચિત્તે અર્થની વિચારણાપૂર્વક શ્લોકોને સુમધુર રીતિએ બોલવા. નમુના માટેના થોડાંક પઘો અહીં જોઇએ. धन्नोहं जेण मए, अणोरपारम्मि भवसमुदप्पि । પંચપદ નમુવારો, અનિંતચિંતામળી પત્તો 11/ હું ધન્ય છું કે મને અનાદિ અનંત ભવસમુદ્રમાં અચિત્ત્વ ચિંતામણિ એવો પંચ પરમેષ્ઠિઓનો નમસ્કાર પ્રાપ્ત થયો. जिणसासणस्स सारो, चउदसपुव्वाण जो समुद्धारो । जस्स मणे नवकारो, संसारी तस्स किं कुणइ ? ||२|| નવકાર એ જિનશાસનનો સાર છે, ચૌદ પૂર્વનો સમ્યગ્ ઉદ્ધાર છે. નવકાર જેના મનને વિષે સ્થિર છે, તેને સંસાર શું કરે ? અર્થાત્ કાંઇપણ કરવા સમર્થ નથી. सेयाणं परं सेयं, मंगलाणं च परम मंगलं । पुन्नाणं परमपुन्नं, फलं फलाणं परम रम्मं ॥३॥ નવકાર એ સર્વ શ્રેયોમાં ૫૨મ શ્રેય છે, સર્વ માંગલિકને વિષે, પરમ માંગલિક છે. સર્વ પુણ્યોને વિષે પરમ પુણ્ય છે અને સર્વ ફલોને વિષે પરમ રમ્ય ફળ છે. थंभेइ जलं जलणं, चिंतियमित्तोवि पंच नवकारो । અરિ-મારિ-ચોર-રાડા-ધોરુવસમાં પદ્માસેફ ||૪|| પંચ નવકાર ચિંતવવા માત્રથી પણ જળ અને અગ્નિને થંભાવી દે છે, તથા અરિ, મારિ, ચોર અને રાજા સંબંધી ઘોર ઉપસર્ગોનો સંપૂર્ણપણે નાશ કરે છે. हरइ दुहं कुणइ सुहं, जणइ जसंसोसए भवसमुद्दं । इहलोयपारलोइय-सुहाण मूलं नमुक्कारो ||५|| શ્રી નમસ્કાર મહામંત્ર દુ:ખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવસમુદ્રને શોષવે છે તથા આ નમસ્કાર આ લોક અને પરલોકનાં સઘળાં સુખોનું મૂળ છે. नवकार- एक अक्खर, पावं फेडेइ सत्तअयराणं । પન્નારૂં હૈં પળું, સાર-પાસય સમઓનું || શ્રી નવકારમંત્રનો એક અક્ષર સાત સાગરોપમનું પાપ નાશ કરે છે, શ્રી નવકારમંત્રના એક પદ વડે પચાસ સાગરોપમનું પાપ નાશ પામે છે અને સમગ્ર નવકાર વડે પાંચસો સાગરોપમનું પાપ નાશ પામે છે. जो गुणइ लक्खमेगं, पुएइ विहीइ जिणनमुक्करं । तित्थर- नामगोअं, सो बंधइ नत्थि संदेहो ||७|| જે એક લાખ વાર નવકારને વિધિપૂર્વક ગણે છે, તે શ્રી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે છે, તેમાં જરા પણ સંદેહ નથી. इक्कोवि नमुक्कारो, परमेष्ठीमं पगिनुभावाओ । सयलंकिलेसजालं जलं व पवणो पणुल्लेइ ॥८॥ 7 સ્વ. પિતાશ્રી તરભેરામ લાલજી શાહ અને સ્વ. માતુશ્રી સમરથબેત તરભેરામ શાહતા સ્મરણાર્થે હસ્તે પ્રવીણભાઇ-મૃદુલાબેન • સંગમ-સેજલ • ક્રિષ્ના-હર્ષિલ (જામનગર-મુંબઇ) ૭૬
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy